ટ્વિટરને કર્ણાટક હાઇકોર્ટે  રૂ. 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

કેન્દ્ર સરકાર દ્વારા ટ્વિટરને અમુક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને બ્લોક કરવાના  આદેશ આપ્યા હતા. ટ્વિટર દ્વારા ઘણા સમયથી અપાયેલા આ આદેશનું પાલન કરાયું નહોતું અને કેન્દ્રના આ આદેશને કર્ણાટકની કોર્ટમાં પડકાર્યો હતો.  ટ્વિટર દ્વારા આદેશનું પાલન ન કરવા માટે કંપનીએ કરેલી અરજીની સુનાવણી થતાં કર્ણાટક કોર્ટે  ટ્વિટરની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટ દ્વારા કંપનીને આદેશનું પાલન […]

Share:

કેન્દ્ર સરકાર દ્વારા ટ્વિટરને અમુક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને બ્લોક કરવાના 

આદેશ આપ્યા હતા. ટ્વિટર દ્વારા ઘણા સમયથી અપાયેલા આ આદેશનું પાલન કરાયું નહોતું અને કેન્દ્રના આ આદેશને કર્ણાટકની કોર્ટમાં પડકાર્યો હતો. 

ટ્વિટર દ્વારા આદેશનું પાલન ન કરવા માટે કંપનીએ કરેલી અરજીની સુનાવણી થતાં કર્ણાટક કોર્ટે  ટ્વિટરની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટ દ્વારા કંપનીને આદેશનું પાલન નહીં કરવા માટે  50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

સુનાવણી દરમિયાન માનનીય જજે જણાવ્યું કે, મને કેન્દ્રની દલીલ સાથે ખાતરી છે કે તેમની પાસે ટ્વીટ્સ અને અકાઉન્ટ્સને બ્લોક કરવાની સત્તા છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કોર્ટે આ બાબતે સરકારના વલણને સમર્થન આપ્યું હતું અને ઉમેર્યું હતું કે “દરેક દેશના પોતાના કાયદા હોય છે અને આ કાયદાનું પાલન કરવું જોઈએ.”

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69 A હેઠળ ટ્વિટરને આપેલા આદેશને અવગણીને તેને પડકાર્યો હતો. 

કેન્દ્રએ ટ્વિટરને ફેબ્રુઆરી 2021થી ફેબ્રુઆરી 2022 વચ્ચે ઘણા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બ્લોક કરવા માટે જણાવ્યું હતું. તેમાંથી ટ્વિટરે 39 બ્લોકિંગ ઓર્ડરનું પાલન નહીં કરીને તેની સામે કોર્ટમાં અરજી કરીને આદેશને પડકાર આપ્યો હતો.

ટ્વિટર બનામ કેન્દ્ર

વર્ષ 2022માં, સરકાર દ્વારા ટ્વિટરને કેટલાક કન્ટેન્ટ તેનાં પ્લેટફોર્મ પરથી દૂર કરવા જણાવ્યું હતું. ટ્વિટરે નવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમો હેઠળ તેના પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ દૂર કરવાના કેન્દ્રના આદેશને પડકારતા કર્ણાટક હાઇકોર્ટનો સંપર્ક કર્યો.

વર્ષ 2022માં અરજીની સુનાવણી દરમિયાન, ટ્વિટરે હાઈકોર્ટને જણાવ્યું હતું કે અકાઉન્ટને બ્લોક કરવા માટે કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ આદેશમાં તેના કારણોની સૂચિ હોવી જોઈએ. તેણે એક ધારાધોરણને અમલમાં મૂકવાનો પણ આગ્રહ રાખ્યો હતો, જેથી જો જરૂર પડે, તો (IT એક્ટ, 2000ની કલમ 69A) હેઠળ જાહેર કરાયેલ ઓર્ડરને પડકારી શકાય.

ભારત સરકારે કહ્યું કે,  બ્લોકિંગ ઓર્ડર જાહેર કરવામાં આવ્યા તે પહેલા સરકાર અને ટ્વિટરનાં  પ્રતિનિધિઓ વચ્ચે લગભગ 50 મીટિંગ થઈ હતી. કેન્દ્રએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે “ટ્વિટરનો સ્પષ્ટ ઈરાદો જમીનના કાયદાનું પાલન ન કરવાનો હતો”. 

કર્ણાટક કોર્ટ દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા અને જણાવ્યું કે, દરેક દેશ અને સ્થળના પોતાના કાયદા હોય છે અને તેનું પાલન કરવું જોઈએ. કોર્ટે ટ્વિટરની અરજી ફગાવવા સાથે જ આદેશનું પાલન ન કરવા માટે ઉદહારણરૂપ દંડ રૂ. 50 લાખ પણ કંપનીને ફટકાર્યો હતો. 

આ દંડની રકમ ટ્વિટરે કર્ણાટક સરકારની લીગલ સર્વિસ ઓથોરિટીને 45 દિવસની અંદર જમા કરાવવાની રહેશે. સમયમર્યાદા પૂરી થયા બાદ કંપની જ્યાં સુધી રકમ જમા નહીં કરાવે ત્યાં સુધી પ્રત્યેક દિવસે વધારાનો 5000 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.