અનેક ખ્યાતનામ લોકોનાં ટ્વિટર પર બ્લૂ ટીક ફરી દેખાઈ 

ટ્વિટરનાં ઘણા એકાઉન્ટનાં બ્લૂ ટીક ફરી દેખાઈ રહ્યા છે. ટ્વિટર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ  ધરાવતા હોય તેમના બ્લૂ ટીક પુન;સ્થાપિત કરી રહ્યું છે. એક મિલિયનથી વધુ ફોલોઅર્સ  ધરાવતા કેટલાક ટ્વિટરનાં વપરાશકારોનું કહેવું છે કે, તેમના એકાઉન્ટ પરથી બ્લૂ ટીક ગાયબ થઈ ગયા હતા પણ હવે પુન: તે દેખાવા લાગ્યા છે.  એલોન મસ્કના ટ્વિટર દ્વારા હાલમાં […]

Share:

ટ્વિટરનાં ઘણા એકાઉન્ટનાં બ્લૂ ટીક ફરી દેખાઈ રહ્યા છે. ટ્વિટર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ  ધરાવતા હોય તેમના બ્લૂ ટીક પુન;સ્થાપિત કરી રહ્યું છે. એક મિલિયનથી વધુ ફોલોઅર્સ  ધરાવતા કેટલાક ટ્વિટરનાં વપરાશકારોનું કહેવું છે કે, તેમના એકાઉન્ટ પરથી બ્લૂ ટીક ગાયબ થઈ ગયા હતા પણ હવે પુન: તે દેખાવા લાગ્યા છે. 

એલોન મસ્કના ટ્વિટર દ્વારા હાલમાં જ તમામ  ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટીક દૂર કરાઇ હતી. જેમાં જાણીતી હસ્તીઓ અને સેલિબ્રિટિઝનો પણ સમાવેશ થતો હતો. આ સાથે જ ટ્વિટર દ્વારા તેના બ્લૂ ટીકની સુવિધા માટે સાઇન આપું કરવાનું રહેશે જેનું એક ખાસ સબસ્ક્રિપ્શન રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. બ્લૂ ટીક ધરાવતા   એકાઉન્ટની બાજુમાં એક વેરિફાઇડ ચેકમાર્ક હોય છે જે દર્શાવે છે કે તેઓ નવી પેઇડ વેરિફિકેશન સુવિધામાં સબ્સ્ક્રાઇબ થયા છે.

કેટલાક વપરાશકર્તાઓ કે જેમના ઓછામાં ઓછા 10 લાખ Twitter ફોલોઅર્સ છે તેમની પાસે જે બ્લૂ ટીક હતી તે તેમના એકાઉન્ટમાં પાછી આવી ગઈ છે. પરંતુ પુનઃસ્થાપિત કરાયેલા બ્લૂ ટીક  દર્શાવે છે કે એકાઉન્ટ્સ ચકાસાયેલ છે કારણ કે તેઓ Twitter બ્લૂ  માટે ચૂકવણી કરી રહ્યા છે. આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાન જેવા બોલિવૂડ કલાકારો, ક્રિકેટર વિરાટ કોહલી, એમએસ ધોની, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ બિલ ગેટ્સ, જેમણે પણ નવા અપડેટને કારણે તેમની બ્લુ ટિક ગુમાવી હતી, તેમની પ્રોફાઇલ પર ફરી બ્લૂ ટીક ઉમેરાઈ છે જો કે તેનાથી એ સ્પષ્ટ થતું નથી કે,  તેઓએ ચકાસણી માટે ચૂકવણી કરી છે કે નહીં.

વધુ વિચિત્ર વાત તો એ છે કે જેઓ હવે આ દુનિયામાં નવી તેવી વ્યક્તિઓના એકાઉન્ટમાં પણ બ્લૂ ટીક ફરી દેખાઈ રહી છે. જેમ કે, ઋષિ કપૂર, સુશાંતસિંહ રાજપૂત, ઈરફાન તેમજ સુષ્મા સ્વરાજ, માઇકલ જેક્શન વગેરે. 

એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitterની પરંપરાગત બ્લૂ ટીક હોવી એક પ્રતિષ્ઠા માનવામાં આવતી હતી. કારણકે તે માત્ર ખ્યાતનામ, રાજકારણીઓ અને પત્રકારો જેવા જાણીતા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને આપવામાં આવ્યા હતા જેમણે ઓનલાઇન કડક ચકાસણી પ્રક્રિયાઓ પસાર કરી હતી.

આ અગાઉ માર્ચમાં ટ્વિટરે તેના અધિકૃત હેન્ડલ પારથી પોસ્ટ કરી હતી, કે અમે  1 એપ્રિલથી અમારો લીગેસી વેરિફાઈડ પ્રોગ્રામ બંધ કરીશું અને લેગેસી વેરિફાઈડ ચેકમાર્કે હટાવશે.ટ્વિટર પર પોતાના બ્લૂ ચેકમાર્ક બનાવી રાખવા માટે, લોકો ટ્વિટર બ્લૂ માટે સાઈન અપ કરી શકે છે. ટ્વિટરે પહેલી વાર 2009માં બ્લૂ ચેકમાર્ક સિસ્ટમની શરુઆત કરી હતી.

Twitter Blue એક વપરાશ કરનારાની પ્રોફાઇલની બાજુમાં વાદળી ચેકમાર્ક ઉમેરે છે અને ટ્વિટર તેમણે તમામ નવી શરૂ થતી સેવાઓનો લાભ સૌ પ્રથમ આપે છે.