જામજોધપુરમાં 20 લાખની લૂંટ માટે બેની ધરપકડ

જામજોધપુર ખાતેનાં એક વેપારીનાં રૂ. 20 લાખના નાણાંની લૂંટ માટે જામનગર પોલીસ બે વ્યક્તિની  ધરપકડ કરી છે. 14 માર્ચે જ્યારે વેપારી બેંકમાંથી નાના ઉપાડયા હતા અને  રાતના  તેમની દુકાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ માટે પોલીસે સુરતમાં રહેતા ઉત્તર પ્રદેશનાં દસ્તગીર કુરેશી અને રાજકોટના ઉપલેટા તાલુકામાં રહેતા ધવલ સીનોજિયાની ધરપકડ […]

Share:

જામજોધપુર ખાતેનાં એક વેપારીનાં રૂ. 20 લાખના નાણાંની લૂંટ માટે જામનગર પોલીસ બે વ્યક્તિની  ધરપકડ કરી છે. 14 માર્ચે જ્યારે વેપારી બેંકમાંથી નાના ઉપાડયા હતા અને  રાતના  તેમની દુકાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ માટે પોલીસે સુરતમાં રહેતા ઉત્તર પ્રદેશનાં દસ્તગીર કુરેશી અને રાજકોટના ઉપલેટા તાલુકામાં રહેતા ધવલ સીનોજિયાની ધરપકડ કરી છે. 

પોલીસ અનેક જયાંથી સીસીટીવીના ફૂટેજ મેળવી શંકાસ્પદોને ઉપલેટા, જેતપુર ગોંડલ, ધોરાજી અને જામકંદોરણમાં તપાસ આદરી હતી. અંતે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બાઈકનાં રજીસ્ટ્રેશન નંબરની ભાળ મેળવાઈ હતી. પરંતુ તેને ચકાસતા તે બાઇક સુરતથી ચોરી કરાયેલું જાણવા મળતા 

ચોરીમાં સકલાયેલું કોઈક સુરતથી હોય શકે તેવા નિષ્કર્ષ  પર પોલીસ પહોંચી હતી. 

પોલીસ તેમના સૂત્રો પાસેથી માહિતી મેળવી ત્યારે આરોપી ધોરાજી અને જામકંદોરના પાસેથી પસાર થશે તેમ જાણવા મળતા ત્યાં નજર રાખવામાં આવી હતી. તેમણે પકડી લેવામાં આવતા તેમની પાસેથી રૂ. 20 લાખમાંથી 18.50 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ચોરીમાં અન્ય બે લોકો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં નરસી કંધાર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં કામ કરતાં દિલીપ કણિયા  પણ સંકળાયેલા હતા. 

આમ, પોલીસને વેપારી પાસેથી લૂંટના 20 લાખનો પત્તો મેળવવામાં સફળતા મળી હતી. આ ગુનામાં આગળ તપાસ જારી રાખવામાં આવી છે.