ધોરણ 9-10 માટે બે ભારતીય ભાષાઓ અને ધોરણ 11-12 માટે એક ફરજિયાત: NCF

NCF (નેશનલ કરીક્યુલમ ફ્રેમવર્ક) મુજબ, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓએ હવે ફરજિયાતપણે ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, જેમાં બે મૂળ ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે, જ્યારે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓએ એક ભારતીય ભાષા અને અન્ય એક ભાષાનો અભ્યાસ કરવો પડશે. પૂર્વ ISROના વડા કે કસ્તુરીરંગનની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સંચાલન સમિતિ દ્વારા નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અનુસાર NCF તૈયાર […]

Share:

NCF (નેશનલ કરીક્યુલમ ફ્રેમવર્ક) મુજબ, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓએ હવે ફરજિયાતપણે ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, જેમાં બે મૂળ ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે, જ્યારે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓએ એક ભારતીય ભાષા અને અન્ય એક ભાષાનો અભ્યાસ કરવો પડશે. પૂર્વ ISROના વડા કે કસ્તુરીરંગનની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સંચાલન સમિતિ દ્વારા નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અનુસાર NCF તૈયાર કરવામાં આવી છે.

હાલમાં ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ બે ફરજિયાત ભાષાનો અભ્યાસ કરે છે અને ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ એક ભાષાનો અભ્યાસ કરે છે. અત્યાર સુધી, 9 થી 12 ના વિદ્યાર્થીઓએ એક વધારાનો વિષય ઉમેરવાના વિકલ્પ સાથે ફરજિયાતપણે પાંચ વિષયોનો અભ્યાસ કરવો પડે છે. NCFમાં કરાયેલી ભલામણો અનુસાર, ધોરણ 9-10 માટે ફરજિયાત વિષયોની સંખ્યા સાત અને ધોરણ 11-12 માટે 6 હશે.

ભારતીય ભાષા શીખવા માટે NCFની પહેલ

NCF ડોક્યુમેન્ટમાં જણાવાયું છે કે, ‘વિવિધ તબક્કામાં ભાષા વિદ્યાર્થીઓને લોકશાહી અને જ્ઞાનાત્મક મૂલ્યો તેમજ સમાજમાં સંસ્કૃતિ અને વિવિધતા (‘સાંસ્કૃતિક સાક્ષરતા’) માટે આદરની ભાવના વિકસાવવામાં મદદ કરશે. એક કરતાં વધુ ભાષા શીખવાથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થશે અને બીજી ભારતીય ભાષા શીખવાથી દેશ સાથે ગાઢ જોડાણ થશે અને દેશ પ્રત્યે ગૌરવની ભાવના વિકસિત થશે.

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે રાષ્ટ્રીય નિરીક્ષણ સમિતિ (NOC) અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન-શિક્ષણ સામગ્રી સમિતિ (NSTC)ની સંયુક્ત બેઠક દરમિયાન NCF ને નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ને સોંપ્યું, જેનાથી શાળાના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોના વિકાસનો માર્ગ મોકળો થયો. 

ધોરણ 9-10 માટે NCF માં વ્યાખ્યાયિત અભ્યાસક્રમ માળખા અનુસાર, તમામ શાળાઓએ ત્રણ ભાષાઓ અને ”ઓછામાં ઓછી બે મૂળ ભારતીય ભાષાઓ” પ્રદાન કરવાની જરૂર છે.

NCF ડોક્યુમેન્ટમાં જણાવ્યા મુજબ, ત્રણ ભાષાઓ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ગણિત અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ અને કલ્યાણ, વ્યાવસાયિક શિક્ષણ અને આંતરશાખાકીય ક્ષેત્રોના જૂથમાંથી સાત અન્ય વિષયોનો અભ્યાસ કરવાનો છે. 

જો કે, બોર્ડની પરીક્ષા ભાષાઓ સહિત સાત વિષયો માટે લેવામાં આવશે, જેમાં કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ અને કલ્યાણ, વ્યવસાયિક શિક્ષણ માટે મૂલ્યાંકનની પદ્ધતિ બાહ્ય પરીક્ષક સાથે આંતરિક પરીક્ષા હશે.

NCFમાં જણાવ્યું છે કે હાલમાં, ધોરણ 11-12 માટે માત્ર એક જ ભાષાનો અભ્યાસ ફરજિયાત છે. ધોરણ 11-12 માટે, વિદ્યાર્થીઓએ ભાષા શિક્ષણમાંથી બે વિષયોનો અભ્યાસ કરવાની જરૂર છે (જેને ગ્રુપ 1 કહેવાય છે), જેમાંથી ઓછામાં ઓછી એક ભાષા મૂળ ભારતીય ભાષા હોવી જોઈએ. NCF અનુસાર, આ સ્તરે ભાષા શિક્ષણમાં સાહિત્યના વિષયો પણ સમાયેલ છે.

વર્તમાન માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિકના નામકરણને બે તબક્કામાં વિભાજિત એક માધ્યમિક તબક્કામાં બદલીને – ધોરણ 9-10, અને ધોરણ 11-12, NCF તમામ અભ્યાસક્રમ ક્ષેત્રોમાં “ચાર વર્ષનો બહુવિધ અભ્યાસ” ની ભલામણ કરે છે.