ઉત્તર પ્રદેશમાં સગીર બાળકોને તાલીબાની સજા, પેશાબ પીવડાવી ગુપ્તાંગમાં  મરચું ભર્યું

રવિવારે ઉત્તર પ્રદેશના ડુમરિયાગંજ વિસ્તારના કોંકટીમાં બે સગીરવયના  બાળકો સાથે નિર્દયતાની તમામ હદો વટાવી દેનારી ઘટના એ કાળજું કંપાવી દીધું હતું. ઉત્તર પ્રદેશની આ અભદ્ર  ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સગીરો પર ચોરીનો આરોપ લગાવીને, નિર્દયતાથી મારવામાં આવ્યા હતા. આ સાથે તેમને  પેશાબ પીવડાવીને તેમના ગુપ્તાંગમાં […]

Share:

રવિવારે ઉત્તર પ્રદેશના ડુમરિયાગંજ વિસ્તારના કોંકટીમાં બે સગીરવયના  બાળકો સાથે નિર્દયતાની તમામ હદો વટાવી દેનારી ઘટના એ કાળજું કંપાવી દીધું હતું. ઉત્તર પ્રદેશની આ અભદ્ર  ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સગીરો પર ચોરીનો આરોપ લગાવીને, નિર્દયતાથી મારવામાં આવ્યા હતા. આ સાથે તેમને  પેશાબ પીવડાવીને તેમના ગુપ્તાંગમાં મરચું  ભરવામાં આવ્યું હતું.

ઉત્તરપ્રદેશના ડુમરિયાગંજમાં બનેલી અભદ્ર ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, સઈદનો દીકરો આઝમ અરશન ચિકન શોપ ચલાવે છે. બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ, સઈદ અને તેની સાથે સંકળાયેલા અન્ય ચાર લોકો તુર્કૌલિયા તિવારી અને ઝારાઓં નામના શખ્સોએ  ચિકન ફાર્મમાંથી 2000 રૂપિયાની ચોરી કરવાનો આરોપ  લગાવ્યા બાદ અફઝલ અને વિજય સાહની નામના બે સગીરોના હાથ બાંધી દીધા હતા, બંનેને ખેતરની અંદર બાંધીને ખરાબ રીતે માર માર્યો હતો.

સગીરોને પેશાબ પીવડાવાયો

આરોપીઓએ ત્યારબાદ મરચાંમાં પેટ્રોલનું ઇંજેક્શન આપ્યું અને તે મરચાં બાળકોના ગુપ્તાંગમાં ભરી દીધા હતા. આરોપીઓએ એનાથી વધારે ક્રૂરતા એ પણ કરી કે તે બાળકોને તીખું ખવડાવી તેમને પેશાબ પીવડાવી તેનો વિડીયો પણ બનાવ્યો હતો. બાળકો મદદ માટે બૂમો પાડતા રહ્યા પરંતુ કોઈ તેમની વ્હારે મદદ માટે આવ્યું ન હતું.

ઉત્તર પ્રદેશ પોલીસે 6 લોકોની ધરપકડ કરી

પોલીસે બે સગીર બાળકોને માર મારવા, પેશાબ પીવડાવવા અને તેમના ગુપ્તાંગમાં મરચા ભરવાના  આરોપમાં 6 લોકોની ધરપકડ કરી છે. માનવતાને શર્મસાર કરે એવી ઘટનાથી પોલીસ વિભાગે કડક કાર્યવાહી માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા કેટલાક લોકોને પૂછપરછ માટે ઝડપી લીધા છે. એએસપી સિદ્ધાર્થે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પીડિતોને મળ્યા હતા.

સગીરવયના બાળકોમાંથી એક બાળક અફઝલના પિતા મોહમ્મદ હુસૈનની ફરિયાદના આધારે પાથરા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

અધિક પોલીસ અધિક્ષક સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, આ ઘટનાના સંબંધમાં આઠમાંથી છ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. SPએ અન્ય બે આરોપીઓને શોધી કાઢવાનો નિર્દેશ આપ્યો છે જેઓ હજુ પણ ફરાર છે.

અત્યારે આ સગીરવયના બાળકોની જ્યાં સારવાર ચાલી રહી છે ત્યાં બીજેપી સાંસદ જગદંબિકા પાલે  તે જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના પરિવારના સભ્યો સાથે વાત કરી અને આ મામલે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. ધારાસભ્યએ પત્રકારોને વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનાએ તાલિબાનની ક્રૂરતાને  પણ પાછળ છોડી દીધી છે, તેઓ આ બાબતે આરોપીઓને સજા અપાવીને જ રહેશે.