દિલ્હીમાં બુટ્ટી ચોરીને ગળી જવાની ઘટના બની 

દિલ્હીમાં એક ચોર દ્વારા મહિલાની બુટ્ટીઓ ચોરીનાં મામલામાં હજુ સુધી પોલીસ ચોર પાસેથી આ બુટ્ટી પરત મેળવી શકી નથી. આ મામલે તેના બે એક્સ રે અને અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવ્યા છે પરંતુ તેઓ હજુ સુધી પાછી મેળવી શક્યા નથી.   34 વર્ષીય આ ચોર જૂના મુસ્તફાબાદનો રહેવાસી છે અને તેનું નામ નાસીર છે તેની વિરુદ્ધ લૂંટ, હથિયારો […]

Share:

દિલ્હીમાં એક ચોર દ્વારા મહિલાની બુટ્ટીઓ ચોરીનાં મામલામાં હજુ સુધી પોલીસ ચોર પાસેથી આ બુટ્ટી પરત મેળવી શકી નથી. આ મામલે તેના બે એક્સ રે અને અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવ્યા છે પરંતુ તેઓ હજુ સુધી પાછી મેળવી શક્યા નથી.  

34 વર્ષીય આ ચોર જૂના મુસ્તફાબાદનો રહેવાસી છે અને તેનું નામ નાસીર છે તેની વિરુદ્ધ લૂંટ, હથિયારો રાખવાના તેમજ ચેન સ્નેચિંગના અલગ અલગ આઠ કેસ નોંધાયેલા છે. બે એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ પછી પણ દિલ્હી પોલીસને હજુ સુધી સ્નેચર દ્વારા ગળી ગયેલી સોનાની બુટ્ટી મળી નથી. 

આ ઘટના ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. ઉત્તર પૂર્વ દિલ્હીના બ્રહ્મપુરીમાં ફૂલનદેવી નામની ગૃહિણી તેના ઘરે પરત આવતી હતી ત્યારે આરોપી બાઈક પર આવીને તેના કાનમાંથી ચાર ગ્રામ વજનની સોનાની બુટ્ટી આંચકી લીધી હતી. તેની પર મહિલાની બુટ્ટી ચોરીને તેને ગળી જવાનો આરોપ છે. 

પોલીસે જણાવ્યું કે, ફૂલનદેવીએ સમય ગુમાવ્યા વિના તાત્કાલિક ધોરણે એક બાઈક સવારની મદદ લીધી હતી અને નસીરનો પીછો કર્યો હતો. આટલું જ નહીં નાસિરે તે મહિલાનું પર્સ છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ તેનો સામનો કર્યો હતો અને અંતે તે ચોર પકડાઈ ગયો હતો. 

જોકે, તે મહિલાએ એવો આરોપ કર્યો કે, નાસિર તેની બુટ્ટી જાહેરમાં ગળી ગયો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે આરોપીની ધરપકડ કરી છે અને તેનો બે વાર એક્સ રે કરાવ્યો છે આ ઉપરાંત તેનો અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં તેમાં બુટ્ટીનાં કોઈ અવશેષ જણાયા નથી.

અધિકારીએ જણાવ્યું કે, અમે અન્ય ઉપાય પણ અજમાવીને તેણે રેચક દવાઓ આપી છે જેમાં તેના શરીરમાંથી બુટ્ટી બહાર મળી શકે પણ તેમને હજુ સુધી સફળતા મળી નથી . 

જોકે, પૂછપરછ દરમિયાન નાસિરે જણાવ્યું કે, તેણે આ મહિલાની બુટ્ટી ગળી ન હતી પરંતુ તેણે રસ્તા ઉપર ફેંકી દીધી હતી. અમે કાનની બુટ્ટી શોધવા ટીમને કામે લગાડી છે અને તે સ્થળ પર રહેલા જેમણે ઘટનાને જોઈ હોય તેવા લોકો સાથે પણ વાત કરી છે. પોલીસ દ્વારા સ્થળ પર ત્યાં હજાર લોકોની પૂછપરછ કરતાં તેઓએ પણ જણાવ્યું હતું કે, આરોપી તે બુટ્ટી ગળી ગયો છે.