ઉબરના ડ્રાઈવરોના પ્રશ્નો સમજવા CEO ખોસરોશાહ પોતા ડ્રાઈવર બન્યા

ઉબરનાં સીઇઓ દારા ખોસરોશાહીએ તેમની કંપનીના ડ્રાઈવરોનાં પ્રશ્નોને જાણવા માટે અનેક મહિનાઓ સુધી ખાનગીરીતે તેમની પોતાની કંપનીમાં ડ્રાઈવર તરીકેની  અને ડિલિવરી એજન્ટની તરીકેની કામગીરી કરી હતી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, તેમણે સાનફ્રાન્સિસ્કોમાં સપ્ટેમ્બર 20021ની શરૂઆતથી ટેક્સીમાં ગ્રાહકોને લઈ જવાનું અને ઉબર ઇટ્સ હેઠળ ડિલિવરી કરવાનું કામ કર્યું હતું. જેમાં તેમણે ડ્રાઈવરોને નડતાં અનેક […]

Share:

ઉબરનાં સીઇઓ દારા ખોસરોશાહીએ તેમની કંપનીના ડ્રાઈવરોનાં પ્રશ્નોને જાણવા માટે અનેક મહિનાઓ સુધી ખાનગીરીતે તેમની પોતાની કંપનીમાં ડ્રાઈવર તરીકેની  અને ડિલિવરી એજન્ટની તરીકેની કામગીરી કરી હતી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, તેમણે સાનફ્રાન્સિસ્કોમાં સપ્ટેમ્બર 20021ની શરૂઆતથી ટેક્સીમાં ગ્રાહકોને લઈ જવાનું અને ઉબર ઇટ્સ હેઠળ ડિલિવરી કરવાનું કામ કર્યું હતું. જેમાં તેમણે ડ્રાઈવરોને નડતાં અનેક પ્રશ્નો જેવા કે, રાઇડ કેન્સલ, એપ દ્વારા કરવામાં આવતો દંડ, ગ્રાહકો દ્વારા અપાતી ટીપનાં  પ્રલોભન,  જેવા ઘણા અન્ય પ્રશ્નોને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી હતી. 

કંપનીના સીઈઓ બન્યા ઉબેેર ડ્રાઈવર

આ અનુભવને ધ્યાનમાં રાખી તેમણે ઉબર કંપનીમાં ઘણા મહત્વના ફેરફાર કર્યા હતા. કોરોના પછી જ્યારે ઇકોનીમી ખૂલી ત્યારે 2021 માં ઉબરમાં ડ્રાઈવરની અછત સર્જાઇ હતી રોગચાળાને કારણે કામ કરનારા લોકોની પણ કમી સર્જાઇ હતી. આ સાથે જ તેમનાં પર કંપનીનો નફો વધારવા માટે દબાણ વધી રહ્યું હતું. તેમણે વધુ ડ્રાઈવરોને આકર્ષવા માટે અલગ રખાયેલા ફંડ પર પણ સવાલ ઉભા કરાયા હતા. ખોસરોશાહીના અનુભવે તેમને ઉબરમાં ઘણા ફેરફારો અમલમાં મૂક્યા અથવા ઝડપી બનાવ્યા, પરંતુ તેઓ સ્વીકારે છે કે હજુ પણ લાંબી મજલ કાપવાની બાકી છે.

ગ્રાહકોને પરવડે તેવા ખર્ચે ટેક્સી સેવા

અત્રે એ ઉલ્લેખનીય છે કે, વિશ્વના ઘણા ભાગોમાં ઉબર ડ્રાઈવર વધુ સારા પગારની અપેક્ષા રાખી રહ્યા છે અને તે માટે માંગણી પણ કરી છે.  ઉબર એ ગ્લોબલ ટ્રાન્સપોર્ટેશન કંપની છે જેની સ્થાપના એન્જિનિયર ટ્રેવિસ કલાનિક અને જાણીતા બિઝનેસમેન ગેરેટ કેમ્પ દ્વારા કરવામાં આવી છે. મે 2009માં શરૂ કારાયેલા આ સ્ટાર્ટઅપની શરૂઆત ગ્રાહકોને પરવડે તેવા ખર્ચે ટેક્સી સેવા પૂરી પાડવા માટે રાઈડ શેરિંગ તરીકે થઈ હતી. તેને સફળતા મળી હતી અને તેથી તેનો વિસ્તાર  2016 માં વિશ્વના 600 થી વધુ શહેરોમાં થયો હતો. 

ઉબરની એસ સફળ શરૂઆત

કલાનિક, કંપનીના સૌથી મોટા પ્રમોટર અને ભૂતપૂર્વ સીઇઓ , 2012 થી 2017 સુધી કંપનીને આક્રમક રીતે વિસ્તરણ કરવામાં મદદ કરી હતી. કલાનિકના અસંખ્ય પ્રયત્નો છતાં, ઉબર સામે  લિફ્ટ અને ડ્રિઝલી જેવા મુખ્ય સ્પર્ધકો હતા. 

ગેરેટ કેમ્પ, ઉબરના અન્ય એક સ્થાપક, એક ઉદ્યોગસાહસિક છે જે Twitter, Instagram અને Stumbleupon જેવી કંપનીઓમાં તેમના યોગદાન માટે જાણીતા છે. તેણે 2002 માં યુનિવર્સિટી ઓફ આલ્બર્ટામાંથી સ્નાતક થયા. સ્નાતક થયા પછી, કેમ્પ તેના પ્રથમ સીઈઓ તરીકે સ્ટમ્બલ્યુપોનમાં જોડાયા . 2006 માં, તેમણે “ઉબર” ટેક્સીઓની પ્રશંસા કરવાની પ્રથાનો ઉલ્લેખ કરતા તેની રાઇડ-શેરિંગ સેવાનું વર્ણન કરવા માટે “ઉબર” શબ્દ બનાવ્યો.