કોટક મહિન્દ્રા બેંકના MD, CEO પદેથી ઉદય કોટકનું રાજીનામુંઃ 3 કર્મચારી સાથે સ્થાપી હતી સંસ્થા

ઉદય કોટકે, કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકેના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. બેંકે શનિવારના રોજ (2 સપ્ટેમ્બર) શેર માર્કેટને મોકલવામાં આવેલી સૂચનામાં આ જાણકારી આપી હતી. વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે ઉદય કોટકની જગ્યાએ હવે જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર દીપક ગુપ્તા આગામી 31મી ડિસેમ્બર, 2023 સુધી બેંકની જવાબદારી સંભાળશે. જોકે […]

Share:

ઉદય કોટકે, કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકેના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. બેંકે શનિવારના રોજ (2 સપ્ટેમ્બર) શેર માર્કેટને મોકલવામાં આવેલી સૂચનામાં આ જાણકારી આપી હતી. વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે ઉદય કોટકની જગ્યાએ હવે જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર દીપક ગુપ્તા આગામી 31મી ડિસેમ્બર, 2023 સુધી બેંકની જવાબદારી સંભાળશે. જોકે બેંકને આ માટે હજુ RBI અને મેમ્બર્સ ઓફ બેંકની મંજૂરી લેવાની બાકી છે. 

ઉદય કોટકના રાજીનામા બાદ નવી પેઢીને સોંપાશે કમાન

જોકે ઉદય કોટક બેંકના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે જોડાયેલા રહેશે. આગામી 31 ડિસેમ્બરના રોજ બેંકના સીઈઓ અને એમડી તરીકેનો ઉદય કોટકનો કાર્યકાળ સમાપ્ત થવાનો હતો. ઉદય કોટકે બેંકના બોર્ડને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, “હું આ શાનદાર કંપનીના ફાઉન્ડર, પ્રમોટર અને મહત્વપૂર્ણ શેરધારક તરીકેના એકાંત સ્થાન પર ઉભો છું. આ બદલાતા સમયમાં હું આગામી વર્ષોમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરનારા ભારતની કલ્પના કરૂં છું.”

2 સપ્ટેમ્બરના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, તેઓ નવી પેઢીના હાથમાં બેંકની કમાન સોંપવાની પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે આ પદ છોડી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કોટક મહિન્દ્રા બેંકના ચેરમેન, મારે અને અમારા જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર એમ ત્રણેએ આ વર્ષના અંત સુધીમાં અમારા પદ છોડવાના છે. તેવામાં મારૂં સૌથી વધારે ધ્યાન હાલ ઉત્તરાધિકાર યોજના પર છે. મારી ઈચ્છા આ તમામ પદો પર પરિવર્તનની પ્રક્રિયા સરળતાથી પાર પાડવાની છે. આ માટે સૌથી પહેલા હું સીઈઓ પદેથી દૂર થઈ રહ્યો છું. 

1985માં સંસ્થાની શરૂઆત કરી

ઉદય કોટકે 1985માં એક નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની તરીકે આ સંસ્થાની શરૂઆત કરી હતી જેણે આગળ જતા બેંકનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉદય કોટક ત્યારથી આ બેંકનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા. ઉદય કોટકે ટ્વિટર પર એક પત્ર શેર કર્યો છે જેમાં પોતાની યાત્રા અને યોજનાઓ વિશે લખ્યું છે.

ઉદય કોટકે લખ્યું છે કે, “ફોર્ટ, મુંબઈમાં 3 કર્મચારીઓ સાથે આ સંસ્થાની સ્થાપના કર્યાને 38 વર્ષ થઈ ગયા અને હવે તે એક પ્રમુખ બેંક અને ફાઈનાન્શિયલ ગ્રુપ છે જેની ભારત અને અન્ય 5 દેશોમાં ઉપસ્થિતિ છે અને જેમાં 1 લાખથી વધારે કર્મચારીઓ જોડાયેલા છે. હવે આગળ વધવાનો સમય આવ્યો છે અને આગામી થોડાંક મહિના હું કેટલીક વ્યક્તિગત અને પારિવારિક પ્રતિબદ્ધતાઓમાં વ્યસ્ત રહેવાનો છું.”