વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં અમેરિકાનાં વાણિજ્ય સચિવ જીના રેમોન્ડો

દુનિયાભરમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા થઈ રહી છે ત્યારે હાલમાં જ આવો વધુ એક પ્રતિભાવ ધ્યાનમાં આવ્યો છે. હાલમાં જ અમેરિકી વાણિજ્ય વિભાગમાં સચિવે નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. અમેરિકી વાણિજ્ય સચિવ જીના રેમોન્ડોએ તાજેતરમાં તેમની ભારતની મુલાકાતનું વર્ણન કરતાં વડાપ્રધાન મોદીને સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા હતા અને કહ્યું કે તેમની દૂરંદેશી અકલ્પનીય છે. તેમની ભારતનાં […]

Share:

દુનિયાભરમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા થઈ રહી છે ત્યારે હાલમાં જ આવો વધુ એક પ્રતિભાવ ધ્યાનમાં આવ્યો છે. હાલમાં જ અમેરિકી વાણિજ્ય વિભાગમાં સચિવે નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. અમેરિકી વાણિજ્ય સચિવ જીના રેમોન્ડોએ તાજેતરમાં તેમની ભારતની મુલાકાતનું વર્ણન કરતાં વડાપ્રધાન મોદીને સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા હતા અને કહ્યું કે તેમની દૂરંદેશી અકલ્પનીય છે. તેમની ભારતનાં લોકો પ્રત્યેની પ્રતિબધ્ધતા અજોડ છે. 

તેમણે ઈન્ડિયા હાઉસમાં ભારતનાં અમેરિકામાં વસતા લોકોને સંબોધતા જણાવ્યું કે, હું હોળીનાં એક દિવસ અગાઉ ગઈ હતી જેથી  મને હોળીમાં ભાગ લેવાની તક મળી શકે. સંરક્ષણ પ્રધાને તેમના પરિવાર સાથે મારી ભાવપૂર્વક આગતાસ્વાગતા કરી હતી. 

અમેરિકી વાણિજ્ય સચિવ જીના રેમોન્ડોએ પીએમ મોદી સાથેની તેમની મુલાકાતનું પણ વર્ણન કર્યું અને તેમને સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા અને તેમની  ભારતની પ્રજા માટેની પ્રતિબધ્ધતા અકલ્પનીય છે.

“મને વડાપ્રધાન મોદી સાથે દોઢ કલાક વિતાવવાની અવિશ્વસનીય તક મળી. તેઓ એક કારણસર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને વૈશ્વિક શક્તિ તરીકે આગળ વધવાની તેમની ઈચ્છા સાચી છે.

આ વર્ષની શરૂઆતમાં, ભારત અને યુએસએ અવકાશ, સંરક્ષણ, સેમિકન્ડક્ટર્સ અને નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીના ક્ષેત્રોમાં ભાગીદારીની જાહેરાત કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, 11 માર્ચ 2023 એ અમેરિકાનાં વાણિજ્ય સચિવ જીના રેમોન્ડો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ચાર દિવસની મુલાકાતે આવેલા રેમાન્ડોએ  નવી દિલ્હીમાં પીએમ મોદી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી અને અનેક મંત્રીઓને પણ મળ્યા હતા.  તેમણે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા આર્ટિફિશિયલ  ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ઘણું કામ કરી શકે તેમ છે. 

અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ એક ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વીટમાં સંધુએ યુએસ કોમર્સ સેક્રેટરી જીના રેમોન્ડોનો એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં રાયમોન્ડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકમાં સરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર થશે. જેના હેઠળ ભારત અમેરિકા પાસેથી 18 સશસ્ત્ર પ્રિડેટર દ્રોણ MQ 9A ભાત લવાશે. આ અમેરિકી ડ્રોન અત્યાર સુધીનું વિશ્વનું શક્તિશાલી દ્રોણ છે, તેનાં આવવાથી હિન્દ મહાસાગરમાં ભારતની તાકાત વધશે. આ ઉપરાંત ભારત અને અમેરિકા ઉન્નત સંરક્ષણ અને કોમ્પ્યુટિંગ ટેકનોલોજીનું આદાન પ્રદાન કરશે. 

ભારતનું વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દુનિયાની ઇકોનોમીમાં પણ સ્થાન મજબૂત બની રહ્યું છે ત્યારે અમેરિકાનાં વાણિજ્ય સચિવ દ્વારા કરાયેલા વખાણ સૂચક છે.