સમાન નાગરિક સંહિતા બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરાશે

જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં સમાન નાગરિક સંહિતા પર બિલ સરકાર દ્વારા રજૂ કરાશે. બિલને સંસદીય સ્થાયી સમિતિને મોકલવામાં આવી શકે છે, ત્યારબાદ વિવિધ હિતધારકો પાસેથી મંતવ્યો મંગાશે. આ કાયદા હેઠળ તમામ ધર્મો માટે એક કાયદાની વ્યવસ્થા કરાશે.  સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું બિલ સરકાર આવતા મહીને શરૂ થનારી  સંસદના ચોમાસું સત્રમાં […]

Share:

જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં સમાન નાગરિક સંહિતા પર બિલ સરકાર દ્વારા રજૂ કરાશે. બિલને સંસદીય સ્થાયી સમિતિને મોકલવામાં આવી શકે છે, ત્યારબાદ વિવિધ હિતધારકો પાસેથી મંતવ્યો મંગાશે. આ કાયદા હેઠળ તમામ ધર્મો માટે એક કાયદાની વ્યવસ્થા કરાશે. 

સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું બિલ સરકાર આવતા મહીને શરૂ થનારી  સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરશે તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. બિલને સંસદીય સમિતિ સમક્ષ મોકલાશે સમાન આચાર સંહિતાના બિલ પર વિવિધ હિતધારકોના મંતવ્યો જાણશે. 

જુલાઈના ત્રીજા સપ્તાહમાં ચોમાસું સત્ર શરૂ થવાની ધારણા છે. જેમાં શરૂમાં બેઠકો સંસદની જૂની ઈમારતોમાં થશે અને ત્યારબાદ નવી બિલ્ડિંગમાં જશે. 

મંગળવારે, PM મોદીએ સમગ્ર સમુદાયના લોકો માટે સમાન કાયદા માટેની હિમાયત કરી હતી અને એમ જણાવ્યું કે કેટલાક સંવેદનશીલ મુદ્દા પર મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ સમાન નાગરિક સંહિતાની હિમાયત કરી છે, પરંતુ જેઓ વોટ બેંકની રાજનીતિ કરે છે તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. 

PM મોદીએ પૂછ્યું કે દેશમાં બે સિસ્ટમ કેવી રીતે હોઈ શકે?  લોકસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ આ મુદ્દાને સ્પર્શ્યો હતો. 

તેમના આ મુદ્દાને અનુલક્ષીને વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે, ઘણા રાજ્યોમાં ચુંટણી નજીક આવતા આ મુદ્દો ઊઠી રહ્યો છે. કોંગ્રેસે એમ પણ જણાવ્યું કે, આ સમાન સિવિલ કોડનો મુદ્દો ભાજપ એટલે ઉઠાવી રહી છે કે જેણે આ કારણે મહત્વના મોંઘવારી અને બેરોજગારી તેમજ મણિપુરની પરિસ્થિતિથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય. 

PM મોદીના નિવેદને દેશવ્યાપી ચર્ચા જગાવી હતી કારણ કે કેટલાક વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ઘણા રાજ્યોમાં ચૂંટણી નજીક આવતાં રાજકીય લાભ માટે સમાન સિવિલ કોડનો  મુદ્દો ઉઠાવી રહ્યા છે.

કોંગ્રેસના નેતાઓએ PM મોદી પર UCC મુદ્દાનો ઉપયોગ મોંઘવારી, બેરોજગારી અને મણિપુરની પરિસ્થિતિ જેવી વાસ્તવિક સમસ્યાઓથી વિચલિત કરવાનો આરોપ મૂક્યો હતો. 

સમાન નાગરિક સંહિતાનો હેતુ  ધર્મ, જાતિ, સંપ્રદાય, જાતીય અભિગમ અને લિંગને ધ્યાનમાં લીધા વિના, દરેક માટે એક સમાન કાયદો લાવવાનો છે.