કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે જેમાં તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેઓ બે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે અને સોમનાથ મંદિરમાં પ્રાર્થના પણ કરશે.  તાજેતરમાં શાહે ગાંધીનગરમાં  49 માં ડેરી ઉદ્યોગના સંમેલનમાં પણ હાજરી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આઝાદી પછી […]

Share:

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે જેમાં તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેઓ બે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે અને સોમનાથ મંદિરમાં પ્રાર્થના પણ કરશે. 

તાજેતરમાં શાહે ગાંધીનગરમાં  49 માં ડેરી ઉદ્યોગના સંમેલનમાં પણ હાજરી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આઝાદી પછી ભારતમાં દૂધ ઉત્પાદન 10 ગણું વધ્યું છે 1970 થી 2022માં ભારતમાં વસ્તી ચાર ગણી વધી છે જ્યારે દૂધનું ઉત્પાદન 10 ગણું વધ્યું છે. તેમણે ઉમેર્યું કે, આપણી દૂધને પ્રક્રિયા કરવાની ક્ષમતા પ્રતિદિન લગભગ 126 મિલિયન લિટર છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ભારત દેશનાં વિકાસમાં ડેરી ઉદ્યોગનો ફાળો અગ્રેસર છે.  

અમિત શાહનાં બે દિવસીય કાર્યક્રમ પર નજર નાખી તો તેઓ 18 માર્ચે 49 માં ડેરી ઉદ્યોગના સંમેલનમાં હાજરી આપશે. તેઓ ત્યારબાદ દિશા (ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કૂરડીનેશન એન્ડ મોનીટરીંગ) કમિટીની બેઠકમાં ભાગ લેશે. તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ભોજન અભિયાનનું ઉદ્ઘાટન તેમજ નારદિપુર તળાવનું પણ વિમોચન કરશે. વાસણ અને કાલોલ તળાવનું પણ તેમના દ્વારા ઇ ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ગૃહમંત્રી વડોદરાની એમ એસ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. 

તારીખ 19 માર્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહ જુનાગઢ ખાતે એપીએમસી કિસાન ભાવનું ઉદ્ઘાટન કરશે. તેઓ જુનાગઢ જીલ્લા બેન્કના મુખ્યાલયનું પણ ભૂમિ-પૂજન કરશે. તેઓ સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરશે તેમજ સોમનાથ મંદિર મોબાઈલ એપને લોન્ચ કરશે અને બાદમાં તેઓ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. 

અગાઉ 12 માર્ચે શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ચાલુ રહેશે. હૈદરાબાદમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ના 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં બોલતા, તેમણે કહ્યું કે દેશના કોઈપણ ભાગમાં અલગાવવાદ, આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓનો સખત રીતે સામનો કરવામાં આવશે.