UPના પોલીસ અધિકારીએ રૂ 500ની નોટોના બંડલ સાથે પત્નીની સેલ્ફી પોસ્ટ કરી

ઉત્તર પ્રદેશનાં ઉન્નાવમાં એક અજીબ બનાવ બન્યો છે. એક પોલીસ અધિકારીની પત્ની અને બાળકે તેમના ઘરમાં રહેલી રૂ. 500ની નોટોના બંડલ બિછાવી તેની સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર મૂકતાં પોલીસ અધિકારી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. વિગતમાં જોઈએ તો, ઉત્તર પ્રદેશનાં ઉન્નાવમાં એક પોલીસ અધિકારી તેની પત્ની અને બાળકો દ્વારા 500 રૂપિયાની નોટનાં  27 બંડલ […]

Share:

ઉત્તર પ્રદેશનાં ઉન્નાવમાં એક અજીબ બનાવ બન્યો છે. એક પોલીસ અધિકારીની પત્ની અને બાળકે તેમના ઘરમાં રહેલી રૂ. 500ની નોટોના બંડલ બિછાવી તેની સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર મૂકતાં પોલીસ અધિકારી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. વિગતમાં જોઈએ તો, ઉત્તર પ્રદેશનાં ઉન્નાવમાં એક પોલીસ અધિકારી તેની પત્ની અને બાળકો દ્વારા 500 રૂપિયાની નોટનાં  27 બંડલ સાથે લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

તેના પરિવાર દ્વારા રોકડના બંડલ સાથે લીધેલી સેલ્ફીના પરિણામે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં પોલીસ અધિકારીની તાત્કાલિક બદલી થઈ. તેની પત્ની અને બાળકો દ્વારા લેવામાં આવેલી સેલ્ફી જેમાં તેઓ 500 રૂપિયાની નોટોના બંડલ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પોલીસ અધિકારી સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ બન્યો છે. જેમાં રૂ 14 લાખ રોકડ સાથે અધિકારીની પત્ની અને તેના બાળકો જોવા મળી રહ્યા છે. 

ઘટનાની વિગતો આપતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રમેશ ચંદ્ર સહાની એક સ્ટેશન હાઉસ ઓફિસર છે. એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં પોલીસની પત્ની અને તેના બાળકો નોટોના બંડલ સાથે જોવા મળે છે. આ અધિકારી સામે તપાસ શરૂ કરાઈ છે.

જેની બદલી થઈ છે તે પોલીસ અધિકારી રમેશ ચંદ્ર સહાનીએ પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે, આ ફોટો હાલનો નથી. તેને હવે સોશિયલ મીડિયામાં મુકાયો છે. અગાઉ અમારા કુટુંબની મિલકત જ્યારે વેચી હતી ત્યારે આ નાણાં આવ્યા હોવાનો તેણે ખુલાસો કર્યો છે. જો કે, આ બનાવ બાદ તેનાં ખાતાઓની તપાસ કરીને સરકાર આગળના પગલાં લેશે પણ હાલમાં તેની બદલી પોલોસ લાઈનમાં કરી દેવાઈ છે.  

આવા બનાવો અવારનવાર ઈન્ટરનેટ પર આવતા રહે છે અને લોકોમાં ટ્રેન્ડિંગ બની જાય છે. આ અધિકારી ખરેખર ગુનામાં છે કે નહીં એ તો તપાસ પુરી થયા પછી જ ખબર પડશે.