ઉત્તર પ્રદેશનાં નોઇડામાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બનશે 

ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને નોઈડામાં ઈન્ટરનેશનલ સ્ટેડિયમ બનાવવા માટેનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. આ આંતરરાષ્ટીય  કક્ષાના સ્ટેડિયમને સેક્ટર 150 માં લોટસ ગ્રીન્સ કન્સ્ટ્રક્શન્સ દ્વારા નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે નજીક તેના આગામી સ્પોર્ટ્સ સિટીમાં વિકસાવવાની દરખાસ્ત છે. યુપી ક્રિકેટ એસોસિએશને 25 માર્ચે એક  પત્ર દ્વારા રિયલ એસ્ટેટ ડેવલપરને દરખાસ્તને સ્વીકાર્યો હોવાની જાણ કરી હતી. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન […]

Share:

ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને નોઈડામાં ઈન્ટરનેશનલ સ્ટેડિયમ બનાવવા માટેનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. આ આંતરરાષ્ટીય  કક્ષાના સ્ટેડિયમને સેક્ટર 150 માં લોટસ ગ્રીન્સ કન્સ્ટ્રક્શન્સ દ્વારા નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે નજીક તેના આગામી સ્પોર્ટ્સ સિટીમાં વિકસાવવાની દરખાસ્ત છે. યુપી ક્રિકેટ એસોસિએશને 25 માર્ચે એક  પત્ર દ્વારા રિયલ એસ્ટેટ ડેવલપરને દરખાસ્તને સ્વીકાર્યો હોવાની જાણ કરી હતી.

ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) ની સર્વોચ્ચ કાઉન્સિલે નોઈડામાં 35,000 પ્રેક્ષકોને સમાવી શકવાની ક્ષમતા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ સ્ટેડિયમના વિકાસ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે, અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.

લોટસ ગ્રીન્સ કન્સ્ટ્રક્શન્સ દ્વારા નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે નજીક તેના આગામી સ્પોર્ટ્સ સિટીમાં સેક્ટર 150માં સ્ટેડિયમ વિકસાવવાની દરખાસ્ત હતી.  

UPCAના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંકિત ચેટરજીએ ફોન પર જણાવ્યું હતું કે, સ્વીકૃતિના પત્રની સાથે, મૂળભૂત જરૂરિયાતો અને સુવિધાઓની યાદી ડેવલપરને આપવામાં આવી છે જે કોઈપણ સ્ટેડિયમમાં રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ  યોજવા માટે જરૂરી હોય છે. 

તેમણે કહ્યું કે યુપી પાસે બે કાર્યકારી સ્ટેડિયમ છે – એક કાનપુર અને લખનૌમાં – જે આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચોનું આયોજન કરી શકે છે જ્યારે અન્ય બે બની રહ્યા છે જે  એક વારાણસીમાં અને એક ગાઝિયાબાદમાં છે.

“જો કે  નોઈડામાં બની રહેલા સ્ટેડિયમને આઈસીસી અને બીસીસીઆઈના સ્પષ્ટીકરણો અને માર્ગદર્શિકા અનુસાર વિકસાવવામાં આવશે, તો તે રાજ્યનું પાંચમું આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ હશે,” તેમ તેમણે ઉમેર્યું હતું. 

લોટસ ગ્રીન્સ સ્પોર્ટ્સ સિટીના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે તેમને સેક્ટર 150માં સ્ટેડિયમ વિકસાવવા માટે UPCA તરફથી મંજૂરી મળી છે.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે સ્થાનિક સત્તાધિકારી સાથે રીવાઇઝ્ડ  લેઆઉટ પ્લાન સબમિટ કર્યો છે અને એકવાર તે મંજૂર થયા પછી, પ્રોજેક્ટ શરૂ થશે અને તેને  ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે.”

તેમણે ઉમેર્યું હતું કે  લોટસ ગ્રૂપે ટાટા, ગોદરેજ, બિરલા, હીરો ગ્રૂપ, પ્રેસ્ટિજ, એલ્ડેકો વગેરે જેવા આ ક્ષેત્રના અગ્રણીઓ સાથે  38-એકર જમીનમાં  9-હોલ ગોલ્ફ કોર્સ, ટેનિસ કોર્ટ વગેરે જેવી અત્યાધુનિક રમતગમતની સુવિધાઓ વિકસાવવા માટે સંપર્ક કર્યો છે 

અધિકારીએ કહ્યું, “અમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમને પણ વિકસાવવા માટે આ ક્ષેત્રનાં અગ્રેસર કંપનીઓની  પસંદગી કરવાની પ્રક્રિયામાં છીએ.”

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કદની દ્રષ્ટિએ જોઈએ તો, ભારતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી વિશાળ રોકાણ આવી રહ્યું છે.  રાજસ્થાનના જયપુરમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું હશે. તે 100 એકરમાં તૈયાર થશે.