યુપી પોલીસ પર વિપક્ષના ગંભીર આક્ષેપ, યોગી સરકારે કાર્યવાહી હાથ કરી

પ્રયાગરાજમાં અતિક અને અશરફની જાહેરમાં હત્યા બાદ ઉતર-પ્રદેશમાં વિપક્ષી પાર્ટીઓએ યોગી સરકારની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષે યુપી પોલીસની કાર્યવાહી સામે સવાલો કર્યા. જોકે, સીએમ યોગી આદિત્યનાથે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. જોકે, હવે યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. પ્રયાગરાજ ACPની બદલી કરી દીધી છે. જેમાં ACP ધુમાનગંજ નરસિંહ નારાયણ […]

Share:

પ્રયાગરાજમાં અતિક અને અશરફની જાહેરમાં હત્યા બાદ ઉતર-પ્રદેશમાં વિપક્ષી પાર્ટીઓએ યોગી સરકારની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષે યુપી પોલીસની કાર્યવાહી સામે સવાલો કર્યા. જોકે, સીએમ યોગી આદિત્યનાથે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. જોકે, હવે યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. પ્રયાગરાજ ACPની બદલી કરી દીધી છે. જેમાં ACP ધુમાનગંજ નરસિંહ નારાયણ સિંહની બદલી કરીવે લખનઉ હેડક્વાટર્સમાં મોકલી દેવાયા છે.

ઉમેશ પાલની ધુમાનગંજ સર્કલ વિસ્તારમાં હત્યા થઇ હતી. અતિક અહેમદ અને અશરફની પણ ધૂમનગંજ પોલીસની સુરક્ષા હેઠળ હુમલાખોરોએ જાહેરમાં હત્યા કરી હતી. જોકે, અતિક-અશરફ હત્યા કેસની તપાસ માટે 24 એપ્રિલે સુનાવણી થશે.

યુપી પોલીસ પર અરાજકતાના આક્ષેપ

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને અશરફની હત્યા બાદ યોગી સરકારે મોટી કાર્યવાહી કરતા વિવિધ પોલીસ અધિકારીઓની બદલી કરી છે. મહેન્દ્ર સિંહ દેવની પ્રયાગરાજના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસના પદ પર બદલી કરાઇ છે. જાહેરમાં હત્યા બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ઉત્તર પ્રદેશ પોલીસ પર અરાજકતાના આક્ષેપ સાથે અનેક રાજકીય નેતાઓએ ટીકા કરી હતી. મહત્વનું છે કે, અતિક અહેમદ અને તેના ભાઈની હત્યા થઇ ત્યારે બંને યુપી પોલીસની કસ્ટડીમાં હતા અને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ત્રણ હુમલાખોરોએ અતિક અહેમદ અને અશરફની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી આત્મસમર્પણ કર્યું હતું.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે નોટીસ આપી જવાબ માંગ્યો

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને પ્રયાગરાજ પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે, જેમાં પોલીસ કસ્ટડીમાં રહેલા માફિયા-રાજકારણી અતિક અહેમદ અને અશરફની ત્રણ હુમલાખોરોએ કરેલી હત્યા અંગેના અહેવાલો મંગાવવામાં આવ્યા છે. NHRCએ પ્રયાગરાજ જિલ્લામાં લાઈવ ટીવી પર ત્રણ બદમાશો એ બે ભાઈઓની હત્યા કરી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદોની નોંધ છે. કમિશને ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને પ્રયાગરાજ પોલીસ કમિશનરને નોટિસ પાઠવી 4 સપ્તાહમાં રિપોર્ટમ માંગ્યો છે.

ઉમેશ પાલ મર્ડર કેસ 24 ફેબ્રુઆરીએ થયો હતો

મહત્વનું છે કે, ઉમેશ પાલનું મર્ડર 24 ફેબ્રુઆરીએ થયું હતું. જ્યાં પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના ગનરને બદમાશોએ ઠાર મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે, રાજુપાલ હત્યા કેસમાં ઉમેશ પાલ સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો હતો. જે દરમિયાન ગોળી વાગવાથી ઉમેશ પાલ અને તેના ગનરનું મોત થયું હતું. બદમાશોએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. જે બાદ અતિકને અમદાવાદ સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશ લવાયો હતો. બાદમાં અતિકના પુત્ર અસદનું ઝાંસીમાં એન્કાઉન્ટર થયું હતું.