ઉત્તરપ્રદેશના Aligarhનું નામ બદલીને હરિગઢ થશે, મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રસ્તાવ પાસ કર્યો

Aligarh: ઉત્તરપ્રદેશના અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને સર્વાનુમતે અલીગઢ (Aligarh)નું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે અને હવે આ પ્રસ્તાવ રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલ લાંબા સમયથી નામ બદલવાની માંગ કરી રહ્યા છે.  Aligarhનું નામ હરિગઢ કરવાની માંગ ઘણા લાંબા સમયથી થઈ રહી છે  અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે કહ્યું કે […]

Share:

Aligarh: ઉત્તરપ્રદેશના અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને સર્વાનુમતે અલીગઢ (Aligarh)નું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે અને હવે આ પ્રસ્તાવ રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલ લાંબા સમયથી નામ બદલવાની માંગ કરી રહ્યા છે. 

Aligarhનું નામ હરિગઢ કરવાની માંગ ઘણા લાંબા સમયથી થઈ રહી છે 

અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે કહ્યું કે હવે આ પ્રસ્તાવ તંત્રને મોકલવામાં આવશે. મને આશા છે કે તંત્ર અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાની અમારી માંગને પૂર્ણ કરશે. આ માંગ લાંબા સમયથી થઈ રહી હતી. તાળા નગરીનું નામ બદલવાનો આ પ્રસ્તાવ ભાજપના કોર્પોરેટર સંજય પંડિતના સૂચન પર પાસ કરવામાં આવ્યો છે.

અલીગઢ મહાનગરપાલિકાની આ બેઠકમાં વિવાદ થયો હતો. વિવાદ વચ્ચે ભાજપના કોર્પોરેટરે જિલ્લાનું નવું નામ હરિગઢ રાખવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ પ્રથમ વખત નથી જ્યારે અલીગઢ (Aligarh)નું નામ હરિગઢ કરવાની માંગ કરવામાં આવી હોય. આ પહેલા પણ ભાજપના નેતા આ રીતની માંગ કરતા આવ્યા છે. ઘણા VHP નેતાઓએ દાવો કર્યો હતો કે હિંદુ પૌરાણિક કથાઓમાં ઉલ્લેખિત સ્થળનું મૂળ નામ હરિગઢ હતું.

વધુ વાંચો: કોંગ્રેસ સરકાર છત્તીસગઢમાં નક્સલવાદને રોકવામાં નિષ્ફળ- PM Modi

અગાઉ 21 ઓગષ્ટના રોજ કલ્યાણ સિંહની પુણ્યતિથિ પર આયોજિત હિન્દુ ગૌરવ દિવસ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ એ પણ આ જ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકસભાની યુપીની તમામ બેઠકો ફરીથી જીતીને કલ્યાણ સિંહનું સપનું સાકાર કરવાનો સંકલ્પ લેવો પડશે. એ જ હરિગઢની ધરતીથી સંકલ્પ લઈને કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ હશે.

ભાજપના કાઉન્સિલરે સૂચન તરીકે નગર નિગમના સત્રમાં પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો. હવે આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. ભૂતકાળમાં જિલ્લા પંચાયત બોર્ડ પણ આ પ્રસ્તાવ પાસ કરી ચૂક્યું છે.   

વધુ વાંચો: છત્તીસગઢમાં ચૂંટણીના દિવસે IED બ્લાસ્ટ, ફરજ પરના CRPF કમાન્ડો ઘાયલ

1740માં મુઘલ શાસકે અલીગઢ નામ રાખ્યું હતું

એક અહેવાલ મુજબ, અલીગઢ (Aligarh)નું ઐતિહાસિક નામ 13મી સદી એડીથી ‘કોલ’ અથવા ‘કોઈલ’ છે. 1740માં મુઘલ કમાન્ડર મિર્ઝા નજફે તેનું નામ બદલીને અલીગઢ રાખ્યું.

અલીગઢ (Aligarh)નું નામ બદલીને હરિગઢ કરવામાં આવે છે, તો તે એવા શહેરોની યાદીમાં જોડાઈ જશે કે જેમના નામ યુપી સરકાર દ્વારા બદલવામાં આવ્યા છે. તેમાં ઈલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું છે, મુગલ સરાઈનું નામ પંડિત દીન દયાલ ઉપાધ્યાય નગર અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું છે. 

અલીગઢ ઉત્તર પ્રદેશનું એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર છે અને પોતાના તાળા ઉદ્યોગ માટે આખી દુનિયામાં જાણીતું છે. અલીગઢના તાળા વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે. આ સિવાય અલીગઢ પોતાના પીત્તળના હાર્ડવેર અને મૂર્તિકલા માટે પણ જાણીતું છે. અલીગઢ દેશનું એક મુખ્ય શિક્ષણ કેન્દ્ર પણ છે. અહીં 100થી વધુ સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જેમાં અલીગઢ કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી પણ સામેલ છે.