ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉન સમયે અવાજ આપનાર ઈસરોના વૈજ્ઞાનિક વલર્મથીનું નિધન થયું 

ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-3માં મહત્વની ભૂમિકા ભજવનાર ઇસરોના વૈજ્ઞાનિક વલર્મથીનું અવસાન થયું. તમિલનાડુના અરિયાલુરના વતની વાલર્મથીનું શનિવારે સાંજે ચેન્નાઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. ચંદ્રયાન-3 એ ત્રીજું ચંદ્ર મિશન છે જે 14 જુલાઈના રોજ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 કાઉન્ટડાઉનમાં, વાલર્મથીએ પોતાનો છેલ્લો અવાજ આપ્યો હતો. ચંદ્રયાન-3 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું […]

Share:

ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-3માં મહત્વની ભૂમિકા ભજવનાર ઇસરોના વૈજ્ઞાનિક વલર્મથીનું અવસાન થયું. તમિલનાડુના અરિયાલુરના વતની વાલર્મથીનું શનિવારે સાંજે ચેન્નાઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. ચંદ્રયાન-3 એ ત્રીજું ચંદ્ર મિશન છે જે 14 જુલાઈના રોજ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 કાઉન્ટડાઉનમાં, વાલર્મથીએ પોતાનો છેલ્લો અવાજ આપ્યો હતો. ચંદ્રયાન-3 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

કેવી રીતે થયું નિધન 

ઈસરોના વૈજ્ઞાનિક વલર્મથી છેલ્લા કેટલાક દિવસોથી વાલર્મથી બીમાર હતા. તેમની ઉંમર 50 વર્ષથી વધુ હતી. તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં શનિવારે સાંજે ચેન્નાઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. શ્રીહરિકોટા ખાતે રોકેટ પ્રક્ષેપણના કાઉન્ટડાઉનમાં વાલર્મથીએ પોતાનો અવાજ આપ્યો હતો. 

ઇસરોના વૈજ્ઞાનિક વલર્મથીના નિધન પર ઈસરોના ભૂતપૂર્વ ડિરેક્ટરે દુઃખ વ્યક્ત કર્યું 

ઈસરોના વૈજ્ઞાનિક વલર્મથીના નિધન પર શોક વ્યક્ત કરતા, ISROના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ પી.વી. વેંકટકૃષ્ણને X (અગાઉ ટ્વિટર) પર જણાવ્યું હતું કે, ‘શ્રીહરિકોટાથી ISROના ભાવિ મિશનના કાઉન્ટડાઉન માટે હવે વાલર્મથી મેડમનો અવાજ રહેશે નહીં. ચંદ્રયાન-3 તેની અંતિમ ગણતરીની જાહેરાત હતી.  તેમનું અણધાર્યું અવસાન થયું છે. હું ખૂબ જ દુઃખી  છું, પ્રણામ!.’ તેમના નિધન બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વલર્મથી છેલ્લા છ વર્ષથી તમામ લોન્ચ માટે કાઉન્ટડાઉનની જાહેરાત કરતા હતા 

ઇસરોની રોકેટ પ્રક્ષેપણ કાઉન્ટડાઉન ઘોષણાઓ પાછળ ઈસરોના વૈજ્ઞાનિક વલર્મથીનો અવાજ હતો અને 30 જુલાઈના રોજ છેલ્લી જાહેરાત કરી હતી. વાલર્મથી છેલ્લા છ વર્ષથી તમામ લોન્ચ માટે કાઉન્ટડાઉન જાહેરાત કરી હતી. 50 વર્ષની વયે, શનિવારે સાંજે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું. તેણી થોડા સમયથી અસ્વસ્થ હતી.

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડિંગ 

ભારતે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને વિશ્વમાં મોટી સફળતા હાંસલ કરી હતી. એટલું જ નહીં ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો ભારત પહેલો દેશ છે. આ સિવાય ભારત વધુ એક મોટી સફળતા તરફ આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા બાદ મિશન આદિત્ય-એલ1 રોકેટ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું, જે એક સૌર મિશન છે.

આદિત્ય-એલ1ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રોકેટ પ્રક્ષેપણ

કરવામાં આવ્યું હતું. તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યું હતું. તે લંબગોળ ભ્રમણકક્ષા છે, જેમાં પેરીજી (પૃથ્વીની સૌથી નજીકનું બિંદુ) 235 કિમી અને એપોજી (સૌથી દૂરનું બિંદુ) 19000 કિમીથી વધુ હશે.