Vande Bharat Express: જાણો કઈ તારીખથી અમદાવાદ-જામનગર રૂટ પર બદલાશે ટ્રેનનો સમય

Vande Bharat Express: પશ્ચિમ રેલવેએ અમદાવાદ-જામનગર (Ahmedabad-Jamnagar) રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ઉપડવાના સમયમાં ફેરફાર કર્યો છે. અમદાવાદ સ્ટેશન પરથી આ ટ્રેન 15 મિનિટ મોડી એટલે કે સાંજે 5:55ના બદલે 6:10 વાગ્યે ઉપડશે. ટ્રેન ઉપડવાનો આ નવો સમય આગામી 27મી ઓક્ટોબરથી લાગુ થશે.  Vande Bharat Expressની ગતિ વધારાઈ ટ્રેન ઉપડવાના સમયમાં ફેરફાર […]

Share:

Vande Bharat Express: પશ્ચિમ રેલવેએ અમદાવાદ-જામનગર (Ahmedabad-Jamnagar) રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ઉપડવાના સમયમાં ફેરફાર કર્યો છે. અમદાવાદ સ્ટેશન પરથી આ ટ્રેન 15 મિનિટ મોડી એટલે કે સાંજે 5:55ના બદલે 6:10 વાગ્યે ઉપડશે. ટ્રેન ઉપડવાનો આ નવો સમય આગામી 27મી ઓક્ટોબરથી લાગુ થશે. 

Vande Bharat Expressની ગતિ વધારાઈ

ટ્રેન ઉપડવાના સમયમાં ફેરફાર કરવાની સાથે જ ટ્રેનની ઝડપમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 27મી ઓક્ટોબરથી જામનગરથી અમદાવાદ તરફની વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) સવારે 5:30ના બદલે 5:45 કલાકે ઉપડશે. જોકે ટ્રેનની ગતિમાં વધારો કરવામાં આવ્યો હોવાથી ટ્રેન તેના નિર્ધારિત સમયે જ અમદાવાદ સ્ટેશન ખાતે પહોંચશે. 

વધુ વાંચો: PM મોદીએ પ્રથમ RapidX ટ્રેનના RRTS કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું

Ahmedabad-Jamnagar એક્સપ્રેસ 15 મિનિટ મોડી

27 ઓક્ટોબરથી અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી 17.55ને બદલે 18:10 વાગ્યે ઉપડીને 18:15 કલાકે સાબરમતી, 18:30 કલાકે સાણંદ, 18.58 કલાકે વિરમગામ, 19:43 કલાકે સુરેન્દ્રનગર, 20:31 કલાકે વાંકાનેર, 21:03 કલાકે રાજકોટ તથા 22:35 કલાકે જામનગર પહોંચશે. 

જ્યારે 27 ઓક્ટોબરથી જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ જામનગરથી 05:30 કલાકને બદલે 05:45 કલાકે ઉપડીને 06:35 કલાકે રાજકોટ, 07:11 કલાકે વાંકાનેર, 08:06 કલાકે સુરેન્દ્રનગર, 08:48 કલાકે વિરમગામ, 09:16 કલાકે સાણંદ, 09:34 કલાકે સાબરમતી તથા 10:10 કલાકે અમદાવાદ પહોંચશે.

વધુ વાંચો:PM મોદીએ 11 રાજ્યોમાં 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી

મુસાફરોને થશે 15 મિનિટનો લાભ

હાલમાં વંદે ભારત એક્સપ્રેસને અમદાવાદ-જામનગર (Ahmedabad-Jamnagar) વચ્ચેનું અંતર કાપવામાં 4 કલાક અને 40 મિનિટ જેટલો સમય લાગે છે. જોકે 27મી ઓક્ટોબરથી ટ્રેનની ઝડપ વધારવામાં આવશે જેથી મુસાફરોને 15 મિનિટનો લાભ થશે અને તેઓ માત્ર 4 કલાક અને 25 મિનિટમાં અંતર કાપી શકશે. 

વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) રસ્તામાં આવતા સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા સ્ટેશનો આવરી લે છે અને આ રૂટ પરની તે હાલની સૌથી ઝડપી ટ્રેન છે. 

વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસના સમયમાં ફેરફાર

27 ઓક્ટોબર, 2023થી વિરમગામ સ્ટેશન પર વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસના આગમન/પ્રસ્થાનનો સમય 18:56/18:58 કલાકને બદલે 18:50/18:52 કલાકનો રહેશે. ઉપરાંત 29 ઓક્ટોબર, 2023થી વિરમગામ સ્ટેશન પર ભાવનગર-એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 08:30/8:32 કલાકને બદલે 08:25/08:27 કલાકનો રહેશે.

નોંધનીય છે કે, ગત મહિને જ વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 11 રાજ્યોમાં 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આ 9 વંદે ભારત ટ્રેનો શરૂ થવાથી 11 રાજ્યોમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળો જોડાયા હતા.