તમામ નવી વંદે ભારત ટ્રેન પર દોડતા ચિત્તાનાં ચિન્હનો લોગો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોડતાં ચિત્તાનો લોગો ધરાવતી પ્રથમ વંદે ભારત ટ્રેનને તિરુવનંતપુરમ ખાતેથી લીલી ઝંડી આપી હતી.  દોડી રહેલો ચિત્તોએ ઝડપનું પ્રતિક છે અને તે પ્રતિ કલાકે 130 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. ભારતમાં હાલમાં નવી  ઝડપી ટ્રેન વંદે ભારત 160 કિલોમીટર પ્રતિ કલાકે દોડી રહી છે.  વંદે ભારતની નવી આવૃત્તિમાં લાઇટ વેઇટ એલ્યુમિનિયમ બોડી […]

Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોડતાં ચિત્તાનો લોગો ધરાવતી પ્રથમ વંદે ભારત ટ્રેનને તિરુવનંતપુરમ ખાતેથી લીલી ઝંડી આપી હતી.  દોડી રહેલો ચિત્તોએ ઝડપનું પ્રતિક છે અને તે પ્રતિ કલાકે 130 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. ભારતમાં હાલમાં નવી

 ઝડપી ટ્રેન વંદે ભારત 160 કિલોમીટર પ્રતિ કલાકે દોડી રહી છે. 

વંદે ભારતની નવી આવૃત્તિમાં લાઇટ વેઇટ એલ્યુમિનિયમ બોડી હશે જે પ્રતિ કલાક 160 કિલોમીટરની ઝડપે દોડશે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોડતાં ચિત્તાનો લોગો ધરાવતી પ્રથમ વંદે ભારત ટ્રેન તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે દોડશે. આ 16 કોચવાળી ટ્રેન તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસર, પાલક્કડ, પઠાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ સહિત 11 જિલ્લાઓને આવરી લેશે. જે 14 રેલવે સ્ટેશનો પર રોકાશે.

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર ચિત્તાની તસવીરના લોગો પાછળ કોઈ ચોક્કસ કારણ નથી. પણ સામાન્ય રીતે લોગોની આ ડિઝાઇન અંગે એવું તારણ કાઢી શકાય કે ચિત્તા આ પૃથ્વી પર સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે. ટ્રેનમાં દોડતા ચિત્તાની તસવીર લગાવવા પાછળ મુખ્ય કારણ છે ‘સ્પીડ’. વંદે ભારત દેશ એ સેમી હાઇ સ્પીડ ટ્રેન છે જે પાટા પર ચિત્તાની ઝડપે દોડે છે. આ કારણથી એન્જિન પર ચિત્તાની તસવીર મૂકવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ લોકો આવનારા સમયમાં શરૂ થનારી તમામ વંદે ભારત ટ્રેનોમાં રહેશે.

દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસીના રૂટ પર શરૂ કરાઇ હતી. આ પછી રેલવેએ નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, ગાંધીનગર-મુંબઈ, નવી દિલ્હી-અંબ અંદૌરા, ચેન્નઈ-મૈસુર, નાગપુર-બિલાસપુર, હાવડા-ન્યૂ જલપાઈગુડી, સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ, મુંબઈ-સોલાપુર, મુંબઈ-સાઈનગર શિરડી અને દિલ્હી-ભોપાલ રૂટ પર શરૂ કરાઇ હતી. 

ભારતીય રેલવે દેશભરમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. 12 એપ્રિલે રાજસ્થાનને પણ પહેલી વંદે ભારત ટ્રેન મળી હતી જેનું નરેન્દ્ર મોદીએ  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન અજમેરથી દિલ્હી કેન્ટ વચ્ચે દોડી રહી છે. અજમેર થીદિલ્હી કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ હાઇ રાઇઝ ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) સેક્ટર પર દોડનારી વિશ્વની પ્રથમ સેમી હાઇ સ્પીડ પેસેન્જર ટ્રેન પુષ્કર, અજમેર શરીફ દરગાહ સહિત રાજસ્થાનના મુખ્ય પ્રવાસન સ્થળો વચ્ચેનું પરિવાહન સુધારશે. અવાર જવરની સુવિધા વધવાથી  પ્રદેશમાં સામાજિક-આર્થિક વિકાસને પણ વેગ મળશે. વંદે ભારત ટ્રેન સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી ટ્રેન છે જે 8 કલાકમાં 700 કિમીની મુસાફરી કરી શકે છે. અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ આ ટ્રેન આરામદાયક અને સુવિધાજનક પણ છે.આ ટ્રેનમાં જીપીએસ સિસ્ટમ અને ફાયર સેન્સર લગાવવામાં આવ્યા છે.