અમદાવાદની AK 47 સોડાએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

અમદાવાદનાં AK 47 સોડાએ ઈન્ટરનેટ પર તોફાન સર્જ્યુ છે. અમદાવાદમાં એક ખૂંમચાવાળાએ તેની સોડા પીરસવાની નવીનતમ ટેકનિકને કારણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.  ઈન્ટરનેટ એક એવી જગ્યા છે જ્યાં જાતભાતનું લખાતું હોય છે અને તેમાં ફૂડ અંગેની અનેકવિધ સ્ટોરી વારંવાર જોવાં મળતી હોય છે. આ વખતે અમદાવાદના સોડાએ ઈન્ટરનેટ યુઝર્સનું ધ્યાન આકર્ષયુ છે. અમદાવાદમાં આમ પણ […]

Share:

અમદાવાદનાં AK 47 સોડાએ ઈન્ટરનેટ પર તોફાન સર્જ્યુ છે. અમદાવાદમાં એક ખૂંમચાવાળાએ તેની સોડા પીરસવાની નવીનતમ ટેકનિકને કારણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 

ઈન્ટરનેટ એક એવી જગ્યા છે જ્યાં જાતભાતનું લખાતું હોય છે અને તેમાં ફૂડ અંગેની અનેકવિધ સ્ટોરી વારંવાર જોવાં મળતી હોય છે. આ વખતે અમદાવાદના સોડાએ ઈન્ટરનેટ યુઝર્સનું ધ્યાન આકર્ષયુ છે.

અમદાવાદમાં આમ પણ અનેરા સ્વાદ ધરાવનાર અનેક વ્યંજનો પીરસવામાં આવે છે અને તે પણ એકદમ વ્યાજબી ભાવે અપાતા હોય છે. આવી જ એક સીરિઝ સોડાની પણ છે. અમદાવાદના શોખીનો કંઈ પણ નવું તરત જ આવકારે છે અને આ સોડાવાળાની તેનો સોડા આપવાની અને અલગ જ નામ રાખવાને કારણે ઘણો  ચર્ચામાં છે. આ ખૂમચાવાળા પાસે ફ્રીઝની બોટલ અને લીંબુ છે. તેની લારી ભલે સામાન્ય લાગતી હોય પણ જ્યારે તે ગ્રાહકના હાથમાં સોડાનો ગ્લાસ પકડાવે છે અને એક નિયમિત અંતરાલે તેમાં લેમન શોટ્સ ઉમેરે છે ત્યારે તેને કારણે તે યાદગાર બની જાય છે. આ વેચાણ કરનાર પાસે લોકોને કેવી રીતે આકર્ષવા તે માટેની ટેકનિક પણ છે અને તેમાં તે બિલકુલ પાછળ નથી. દરેક સીપ સાથે તે તેની મજાની કોમેન્ટરી આપતો રહે છે અને તેના સોડાના નામ પણ અનોખા છે. જેમકે, “AK 47 સોડા” અને “પંખા ફાસ્ટ સોડા”  અને આ નામો સાથે જ તેની અલગ તરી આવવાની રીત મનોરંજનમાં વધારો કરે છે. જેને પણ આ જોવું હોય તેણે એકવાર તો આ સ્ટોલની મુલાકાત લેવી જ રહી. 

આ ખૂમચાવાળનો સોડા આપતો વિડીયો લોકોમાં આગની જેમ પ્રસર્યો છે. અને લોકો તે અંગે અનેક મજાકીયા અને વિનોદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

જેણે આ સોડા ટેસ્ટ કરી છે તેવા એક ઉત્સાહીએ તેને અમદાવાદની બેસ્ટ સોડા એવું તેની કોમેન્ટમાં લખ્યું છે. તો કોઈએ લખ્યું છે કે, તમે સોડા નહીં પણ તેના પરપોટા અને ઝાક પી રહ્યા છો. આમ કોમેન્ટનો માહોલ ગરમાયો છે. 

જો કે, દરેકને તેની આ સોડા આપવાની રીત ગમતી નથી અને તેઓ લખે છે કે, તેના અનેક શોટ્સ ઉમેર્યા પછી ઘણી બધી સોડા તો ગ્લાસમાંથી નીચે બહાર પડી જાય છે.