Vitamin D deficiency: જાણો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર કરતી આ સમસ્યાના ઉકેલો

Vitamin D deficiency: સનશાઈન વિટામીન તરીકે ઓળખાતા વિટામીન ડીની ઉણપ (Vitamin D deficiency)ના કેસની સંખ્યામાં ખૂબ ચોંકાવનારો વધારો જોવા મળી રહ્યો છે. વિટામીન ડી આપણને સૂર્યપ્રકાશ, ઈંડા, લાલ માંસ, ઓઈલી ફીશ, પ્લાન્ટ્સ વગેરેમાંથી મળી રહે છે.  વિટામીન ડીની ઉણપ માટે જવાબદાર કારણોમાં આશ્ચર્યજનક રીતે ફેટ એટલે કે ચરબીયુક્ત ખોરાકની અવગણના, વધુ પડતા સનસ્ક્રીનનો ઉપયોગ અને […]

Share:

Vitamin D deficiency: સનશાઈન વિટામીન તરીકે ઓળખાતા વિટામીન ડીની ઉણપ (Vitamin D deficiency)ના કેસની સંખ્યામાં ખૂબ ચોંકાવનારો વધારો જોવા મળી રહ્યો છે. વિટામીન ડી આપણને સૂર્યપ્રકાશ, ઈંડા, લાલ માંસ, ઓઈલી ફીશ, પ્લાન્ટ્સ વગેરેમાંથી મળી રહે છે. 

વિટામીન ડીની ઉણપ માટે જવાબદાર કારણોમાં આશ્ચર્યજનક રીતે ફેટ એટલે કે ચરબીયુક્ત ખોરાકની અવગણના, વધુ પડતા સનસ્ક્રીનનો ઉપયોગ અને આખો દિવસ ઘરની ચાર દીવાલોમાં પૂરાઈ રહેવું વગેરેનો પણ સમાવેશ થાય છે. 

Vitamin D deficiencyની અસરો

વિટામીન ડીની ઉણપથી ધીમે ધીમે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર થવા લાગે છે. જો તમને સતત થાક અનુભવાતો હોય અને તમે ખૂબ જ બીમાર રહેતા હોવ તો તમારે એક વખત વિટામીન ડીનું લેવલને જાણવા માટે તપાસ કરાવી લેવી જોઈએ. શરીરમાં કેલ્શિયમના શોષણ જે હાડકાંઓના સ્વાસ્થ્ય માટે મહત્વનું છે તે સિવાયના વિવિધ કાર્યો માટે વિટામીનની જરૂર પડે છે.

વધુ વાંચો: તહેવારો દરમિયાન વધારાની કેલેરી બાળવા આ રીતે ફોલો કરો ચાલવાની કસરત

સૂર્યપ્રકાશની મદદથી આપણી ત્વચામાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે અને તે ખોરાકમાંથી પણ શોષાય છે. ત્યાર બાદ યકૃત અને કિડની દ્વારા તે સક્રિય મેટાબોલાઈટમાં રૂપાંતરિત થાય છે. આંતરડામાંથી કેલ્શિયમ અને ફોસ્ફેટના શોષણ માટે વિટામિન ડી જરૂરી છે.

ઓછા જાણીતા લક્ષણો

વિટામિન ડીની ઉણપ (Vitamin D deficiency)થી સામાન્ય રીતે બાળકોમાં રિકેટ્સ અને પુખ્ત વયના લોકોમાં ઓસ્ટિઓમાલેશિયાની સમસ્યા જોવા મળે છે. આ બંને પરિસ્થિતિઓમાં કેલ્શિયમની ઉણપ હાડકાંને નરમ અને બરડ બનાવે છે. વિટામિન ડીની ઉણપ અતિશય થાક, નબળી રોગપ્રતિકારક શક્તિમાં પરિણમે છે અને તેના કારણે વારંવાર ચેપ લાગવાની સંભાવના રહે છે. 

કોવિડની મહામારી વખતે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિટામિન ડીનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. ડિપ્રેશન અને વિટામિન ડીની ઉણપ વચ્ચેનો સંબંધ દર્શાવતા અનેક અભ્યાસો પણ ઉપલબ્ધ છે. જોકે વિટામિન ડીનું વધુ પડતું સેવન પણ એટલું જ હાનિકારક બની શકે છે. 

વધુ વાંચો: શું તમને પણ રાત્રે પથારીમાં પડ્યા પછી ચિંતા સતાવે છે? જાણો તેની અસરો

કેવી રીતે મળી શકે વિટામીન ડી

વિટામીન ડી બે સ્વરૂપોમાં ઉપલબ્ધ છે. તેમાં વિટામીન ડી 2 જે છોડ દ્વારા પ્રાપ્ત થાય છે અને વિટામીન ડી 3 જે પ્રાણીઓના ખોરાક અને સૂર્યપ્રકાશ દ્વારા પ્રાપ્ત થાય છે. ફોર્ટિફાઈડ મિલ્ક, અનાજ, આખા ઈંડા, ફેટી માછલી, કૉડ લિવર વગેરેમાંથી પણ વિટામીન ડી મળી રહે છે.

વિટામિન ડીની ઉણપ (Vitamin D deficiency) દૂર કરવા અને ભરપૂર માત્રામાં વિટામિન ડી મેળવવા માટે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યાની વચ્ચે લગભગ 10-15 મિનિટ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવું જોઈએ.

 બાગકામની આદત કેળવવાથી અથવા છોડને રોજ પાણી આપવાથી સૂર્યના સંસર્ગમાં આવવામાં મદદ મળી શકે છે.

સંતુલિત આહાર દ્વારા વિટામિન ડીના સ્ત્રોતોનો સમાવેશ કરવાથી પણ મદદ મળશે. સવારે બહાર 

સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી તમને જરૂરી સૂર્યપ્રકાશ મેળવવામાં પણ મદદ મળી રહેશે.