પ્રિયંકા ગાંધી જંતર મંતર ખાતે કુસ્તીબાજોને મળ્યા

દિલ્હીનાં જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોને આજે પ્રિયંકા ગાંધી મળ્યા હતા. પ્રિયંકા ગાંધી વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના આગેવાન સાક્ષી મલિક અને વીનેશ ફોગાટ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, જે બે એફઆઇઆર નોંધાઈ છે તેની કોપી આપવામાં આવી નથી. જ્યારે કુસ્તીબાજો મેડલ જીતીને આવે છે ત્યારે સૌ કોઈ તેમના વખાણ કરે […]

Share:

દિલ્હીનાં જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોને આજે પ્રિયંકા ગાંધી મળ્યા હતા. પ્રિયંકા ગાંધી વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના આગેવાન સાક્ષી મલિક અને વીનેશ ફોગાટ સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું કે, જે બે એફઆઇઆર નોંધાઈ છે તેની કોપી આપવામાં આવી નથી. જ્યારે કુસ્તીબાજો મેડલ જીતીને આવે છે ત્યારે સૌ કોઈ તેમના વખાણ કરે છે પરંતુ જ્યારે તેઓ કોઈ બાબતે વિરોધ કરી રહ્યા છે ત્યારે કોઈ તેમને સાંભળનારું નથી. તેઓ કર્ણાટકમાં પ્રચારમાં જતાં પહેલા અહી આવ્યા હતા અને વિરોધમાં જોડાયા હતા અને કુસ્તીબાજોને સમર્થન આપ્યું હતું. કુસ્તીબાજો છેલ્લાં છ દિવસથી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીના આરોપમાં  પગલાં લેવા અને ધરપકડની માંગ સાથે જંતર મંતર પર ધરણા કરી રહ્યા છે. 

પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસના જનરલ સેક્રેટરી જણાવ્યું કે, જે બે એફઆઇઆર દાખલ કરાઈ છે તેની કોપી અપાઈ નથી. આ કુસ્તીબાજો આપણા દેશનું ગૌરવ છે પણ અત્યારે તેમની વાત કોઈ સાંભળતું નથી. વડાપ્રધાન મોદી પાસે કોઈ આશા નથી, તેમને હજુ સુધી આ લોકોની વાત સાંભળી નથી અને મળ્યા પણ નથી. 

તેમણે જણાવ્યું કે, આખો દેશ કુસ્તીબાજોની સાથે છે અને તેમણે જે મુદ્દા પર તેમનો અવાજ ઉઠાવ્યો તે માટે મને ગૌરવની લાગણી છે. પ્રિયંકા ગાંધીએ બ્રિજભૂષણ સિંહની રાજીનામાની માંગણી સાથે સરકારને તેમને પદ પરથી હટાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મને હજુ સમજાતું નથી કે, સરકાર પગલાં કેમ નથી લઈ રહી?  

અ મામલે સરકાર કમિટી બનાવવાનું પણ ટાળી રહી છે, અને તેમનું સાંભળવામાં પણ નથી આવી રહ્યું. 

શનિવારે સુપ્રીમ કોર્ટના આદેશ પછી દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે બે FIR દાખલ કરી છે. જેમાં, પહેલી એફઆઇઆર સગીર કુસ્તીબાજની જાતીય સતામણીના સામે  પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ નોંધવામાં આવી હતી અને બીજી મહિલાના અપમાન સાથે સંબંધિત છે. 

પ્રિયંકા ગાંધી વધુમાં જણાવ્યું કે, હજુ સુધી WFI ના વડાનું રાજીનામું મળ્યું નથી તેમણે પદ પરથી હટાવવામાં આવ્યા નથી. તેમની સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. 

ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ તેમણે અહી હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.