બંને મોટા પક્ષોને રાષ્ટ્રીય આપત્તિ ગણાવતા કે.ટી. રામા રાવ

કોંગ્રેસ કે ભાજપ જેનો આધાર છે તેવો કોઈ પણ મોરચો સફળ થશે નહીં તેમ તેલંગાણાના પ્રધાન કે.ટી. રામા રાવે પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે હાલમાં જ વિવિધ વિરોઘી પક્ષોની મળેલી બેઠક અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ અને ભાજપ આ બંને રાષ્ટ્રીય પક્ષો દેશ માટે આપત્તિ છે.  ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના કાર્યકારી પ્રમુખ કે.ટી. […]

Share:

કોંગ્રેસ કે ભાજપ જેનો આધાર છે તેવો કોઈ પણ મોરચો સફળ થશે નહીં તેમ તેલંગાણાના પ્રધાન કે.ટી. રામા રાવે પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે હાલમાં જ વિવિધ વિરોઘી પક્ષોની મળેલી બેઠક અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ અને ભાજપ આ બંને રાષ્ટ્રીય પક્ષો દેશ માટે આપત્તિ છે. 

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામા રાવે વિરોઘી પક્ષોની બિહારમાં મળેલી બેઠક બાદ જણાવ્યું કે, તમામ પક્ષોને આગામી ચુંટણીમાં ભાજપ સામે દેશના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લડવું જોઈએ, નહીં કે અમુક વ્યક્તિને સત્તામાંથી દૂર કરવા માટે લડવું જોઈએ. તેઓ આ મુદે ભ્રમિત થયા છે.

કે. ટી. રામા રાવે જણાવ્યું કે તેમનો પક્ષ સિદ્ધાંતોના મુદ્દે ક્યારેય બાંધછોડ કરશે નહીં તેઓ માત્ર આ પક્ષો સાથે લોકોના હિત માટેનાં સામાન્ય એજન્ડા સાથે જ ગઠબંધન કરશે.  

તેમણે પીટીઆઇ સાથેની એક મુલાકાત દરમિયાન જણાવ્યું કે, ભારતીય પક્ષ સામેની લડાઈ દેશને લગતા પ્રશ્નોને લઈને હોવી જોઈએ. કમનસીબે આપણે આ અંગે થાપ ખાઈ રહ્યા છીએ અને કોઈને હટાવવા તથા કોઈને ત્યાં મૂકવા અંગે વધારે ચિંતિત છીએ. અને આ એજન્ડા ના હોવો જોઈએ. દેશની મૂળભૂત પ્રાથમિકતા કેવી રીતે પૂરી કરવી તે તમામ પક્ષોનો મુખ્ય એજન્ડા હોવો જૉઇએ. 

તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, તમારે કોઈની સામે નહીં પણ કોઈ મુદ્દા માટે એક થવું જોઈએ. જ્યારે 2024ની લોકસભાની ચુંટણી એક થઈને લડવા માટે 16 પક્ષોના નેતાઓ ભેગા થયા હતા ત્યારે તે અંગે તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું. 

તેમણે ઉમેર્યું કે, BRSએ જેડી(યુ) સુપ્રીમો અને બિહારના મુખ્ય પ્રધાન દ્વારા વિરોઘી  પક્ષના ગઠબંધન માટેની બેઠકમાં ભાગ લીધો ન હતો અને તેઓ આગામી ચુંટણી પોતાના દમ પર લડવા સાથે જ નોંધપાત્ર બેઠક મેળવવાનું લક્ષ્ય રાખે છે. આ માટે તેઓ અસરકારક અને પ્રભાવી શરૂઆત કરવા તૈયાર છે. 

તેલંગાણામાં તેમણે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ (TRS) અગાઉની બે ચુંટણી લડી હતી અને તેમાં જીત મેળવી હતી. ગયા વર્ષે તેનું નામકરણ  BRS કરાયું છે તેના બે મહિના પછી તેની નોંધણી રાષ્ટ્રીય પક્ષ તરીકે થઈ છે. આ વર્ષનાં અંત સુધીમાં રાજ્યમાં આગામી વિધાનસભાની ચુંટણી થવાની હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.