Wet cough: કફ અને ગળફાથી રાહત મેળવવા માટે અપનાવો 9 ઘરગથ્થુ ઉપચાર

Wet cough: સામાન્ય રીતે હવામાન બદલાય એટલે છીંક કે ખાંસી આવવા શરૂ થઈ જતા હોય છે. તેમાં પણ ખાંસીની સમસ્યા એવી છે કે, તે એક વખત શરૂ થાય એટલે બંધ થવા માટે જાણે વર્ષો વીતી જાય છે. ખાંસીના કારણે રાતે ઉંઘમાં પણ ખલેલ પહોંચે છે અને બોલવામાં પણ મુશ્કેલી પડે છે.  સામાન્ય રીતે ખાંસીના બે […]

Share:

Wet cough: સામાન્ય રીતે હવામાન બદલાય એટલે છીંક કે ખાંસી આવવા શરૂ થઈ જતા હોય છે. તેમાં પણ ખાંસીની સમસ્યા એવી છે કે, તે એક વખત શરૂ થાય એટલે બંધ થવા માટે જાણે વર્ષો વીતી જાય છે. ખાંસીના કારણે રાતે ઉંઘમાં પણ ખલેલ પહોંચે છે અને બોલવામાં પણ મુશ્કેલી પડે છે. 

સામાન્ય રીતે ખાંસીના બે પ્રકાર જોવા મળે છે. એક સુકી ખાંસી અને બીજી કફવાળી ખાંસી (Wet cough) જે છાતી અને ગળાને પણ હચમચાવી નાખે છે. કફવાળી ખાંસી થવા પાછળ શરદી કે પછી બ્રોન્કાઈટિસ જેવા શ્વસનસંબંધી ચેપ જવાબદાર હોય છે અને વાયુ માર્ગને સાફ કરે છે.  

વધુ વાંચો… Air Pollution તમારાં વાળને ડેમેજ કરે છે, આ રીતે કરો વાળની માવજત

Wet cough માટે નુકસાનકારી પરિબળો

ઘણી વખત અમુક સ્થિતિ કે આદતો કફવાળી ખાંસીને વધુ વકરાવવાનું કામ કરે છે. જેમ કે, ધુમ્રપાન કરવાથી કે સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કમાં આવવાથી વાયુમાર્ગમાં બળતરા થાય છે અને ખાંસી વધુ ગંભીર બને છે. તે સિવાય ધૂળ કે પરાગરજના સંપર્કમાં આવવાથી, સુકા હવામાનથી પણ સમસ્યા વધે છે. જો વાતાવરણ શુષ્ક હોય અને ખાંસીની સમસ્યા હોય તો હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો.

આ સિવાય ઠંડા હવામાનથી, પ્રદૂષણના કારણે અને હાઈડ્રેટ ન રહેવાના કારણે પણ કફવાળી ખાંસીની સમસ્યા વકરે છે. 

વધુ વાંચો… Healthy Life: તહેવારો દરમિયાન વધારાની કેલેરી બાળવા આ રીતે ફોલો કરો ચાલવાની કસરત

Wet cough માટેના ઘરગથ્થુ ઉપચારો

– વાયુમાર્ગને ભેજયુક્ત રાખવા માટે પાણી, હર્બલ ટી અથવા ગરમ સૂપ જેવા પ્રવાહીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરો. 

– મધમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે માટે તેને ગરમ પાણી અથવા હર્બલ ટીમાં ઉમેરીને પીવો. 

– નાસ લેવાથી પણ કફવાળી ખાંસીમાં ખૂબ રાહત મળે છે. ગરમ પાણીના બાઉલમાંથી ઉડતી ગરમ હવા નાક વડે શરીરમાં ખેંચવાથી કફ છૂટો પડે છે અને ભાર હળવો થયાનું અનુભવાય છે. 

– ખાંસીમાં રાહત માટેની સૌથી અસરકારક અને સામાન્ય રીત પૈકીની એક છે મીઠાવાળા પાણીથી કોગળા જેનાથી ગળામાં ખૂબ જ રાહત મળશે અને બળતરા પણ ઓછી થશે.

– આદુમાં એન્ટી ઈન્ફ્લેમેન્ટરી ગુણધર્મો હોય છે માટે તમે તેને મનગમતી ચામાં પણ ઉમેરી શકો છો. તે સિવાય તમે આદુને થોડું ગરમ કરી તેમાં મીઠું ઉમેરીને તેને થોડા સમય માટે મોઢામાં પણ રાખી શકો છો. 

– લસણની કળી ચાવવાથી અને તેને રસોઈમાં વાપરવાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધે છે. 

– મધ, લીંબુ અને થોડી માત્રામાં વ્હીસ્કી અથવા બ્રાન્ડી સાથેનું પીણું પણ રાહત આપી શકે છે. 

– નાસ લેવાના પાણીમાં નીલગિરીના તેલના ટીપાં ઉમેરવાથી પણ અનુનાસિક માર્ગો સાફ થાય છે. 

– કફવાળી ખાંસી (Wet cough)માં રાહત માટેનો અંતિમ ઘરેલુ ઉપાય છે માથું ઉંચુ રાખીને સુવું. બાકીના શરીરની સરખામણીએ શરીરના ઉપલા ભાગને થોડો વધુ ઉંચો રાખીને સુવાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે અને ઉઘરસ ઓછી આવે છે.