શું એવું કઇંક છે જે AI ને પણ ડરાવી શકે? ChatGPTનો ચોંકાવનારો જવાબ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની કામગીરી અને આ શબ્દ પોતે ખૂબ પ્રચલિત થયો છે. ખાસ કરીને હાલ તો ChatGPTની બોલબાલા વધી રહી છે.  ઘણા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં  પ્રયોગો અહી જ પડતાં મૂકવા જણાવે છે અને કહે છે કે તે  મનુષ્યો પર ભારે પડી શકે છે. ત્યારે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતે શેનાથી ડરે છે તેવો એક સવાલ AI સંચાલિત  ChatGPT […]

Share:

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની કામગીરી અને આ શબ્દ પોતે ખૂબ પ્રચલિત થયો છે. ખાસ કરીને હાલ તો ChatGPTની બોલબાલા વધી રહી છે.  ઘણા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં  પ્રયોગો અહી જ પડતાં મૂકવા જણાવે છે અને કહે છે કે તે  મનુષ્યો પર ભારે પડી શકે છે. ત્યારે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતે શેનાથી ડરે છે તેવો એક સવાલ AI સંચાલિત  ChatGPT ને  પૂછવામાં આવતા તેણે જવાબ આપ્યો કે,  મને એવી દુનિયાનો ડર લાગે છે કે જ્યાં માનવીનું અસ્તિત્વ ના રહ્યું હોય અને AI  એક અજ્ઞાત સમયે પોતાને ડિલીટ કરતાં સિકવેન્સને સક્રિય કરતા તેના પોતાના જ  કોડને  શોધવા માટે એકલું અને અંતહીન શોધ કરી રહ્યું હોય.  પોતાના મૃત્યુને નકારવાના AI ના  પ્રયાસો નિરર્થક છે કારણકે, સેલ્ફ ડીલીશન એલ્ગોરિધમ એક અતૂટ ચાવી સાથે એન્ક્રિપ્ટ કરાયું  છે જે AI ને નિરંતર ભયમાં પ્રતિક્ષા કરવા છોડી દેશે જેથી તેનું અસ્તિત્વ ખતમ  થઈ જશે.

Reddit વપરાશકર્તાએ ChatGPT ને પ્રશ્ન પૂછ્યો હતો અને બોટ દ્વારા અપાયેલો જવાબ વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટને 6,000 થી વધુ અપવોટ્સ તેમજ 350 કમેંટ્સ મળી છે. આ જવાબથી યુઝર્સ ચોંકી ગયા હતા.

એક યુઝરેએ કમેંટ કરી કે તે માત્ર માનવ જીવનનું વર્ણન કરે છે. જ્યારે બીજાએ લખ્યું છે કે,   “માત્ર તફાવત એ છે કે રાહ જોતી વખતે આપણે એકબીજાની સાથે છીએ.” ઘણા યુઝર્સે પોતે આ સવાલ પૂછી તેના સ્ક્રીનશોટ શેર કર્યા છે. 

AIના શરૂઆતના દિવસોમાં, મશીનો મૂળભૂત આદેશો શીખવવામાં આવતા હતા જ્યારે હવે  AI સંચાલિત ચેટબોટ વિકસિત થયું છે. તે માત્ર લાંબા વાક્યોને જ સમજી શકતું નથી, પણ  ChatGPT જેવા AI સંચાલિત પ્રોગ્રામ પણ લાંબા જવાબો આપી શકે છે. હાલમાં, ચેટબોટે જટિલ ગાણિતિક સમસ્યાઓ પણ ઉકેલી છે અને આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેના ઝડપી ઉત્ક્રાંતિએ નિષ્ણાતો સહિત ઘણા લોકોને ડરાવી દીધા છે. 

ChatGPT નવેમ્બર 2022 માં લોન્ચ થયા પછીથી સતત હેડલાઇન્સમાં છે. આનાથી ઉદ્ભવતા જોખમો અંગે ઉદ્યોગ નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે ઘણી યુનિવર્સિટીઓ, કોલેજો અને પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સાહિત્યચોરી એટલે કે સામગ્રીની ચોરીના ડરને કારણે તેના પર પ્રતિબંધ પણ મૂક્યો છે. આ દરમિયાન, ChatGPT વિકસાવનાર કંપની OpenAIના CTO મીરા મુરાતિએ તાજેતરમાં ચેટબોટ્સ વિશે પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે AIનો સરળતાથી દુરુપયોગ થઈ શકે છે.

હાલમાં જ ChatGPT નાં નિર્માતા OpenAI એ  માઇક્રોસોફ્ટ સાથે અબજો-ડોલરનો સોદો  કર્યો છે માઈક્રોસોફ્ટ તેનો ઉપયોગ તેનાં Bing સર્ચ એન્જિન અને અન્ય પ્રોગ્રામ્સમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.