વોટ્સએપ ડેસ્કટોપ એપ્લિકેશનમાં ફિચરમાં ઉમેરો 

વોટ્સએપ ડેસ્કટોપ દ્વારા કરાતા ગ્રુપ વિડિયો અને ઑડિયો કૉલિંગમાં હવે 32 જેટલા લોકો જોડાઈ શકશે. વોટ્સએપ તેના વિન્ડોઝ ડેસ્કટોપ એપ પર હાલના ફીચરમાં વધુ સારી સુવિધા ઉમેરી રહ્યું છે અને તેનાં કારણે તેના વપરાશકારો 32 જેટલા વ્યક્તિઓ સાથે વિડિયો અને ઑડિયો કૉલમાં જોડાઈ શકશે. આ સુવિધા હાલમાં ફક્ત બીટા ટેસ્ટર્સ માટે જ પ્રાપ્ય છે અને […]

Share:

વોટ્સએપ ડેસ્કટોપ દ્વારા કરાતા ગ્રુપ વિડિયો અને ઑડિયો કૉલિંગમાં હવે 32 જેટલા લોકો જોડાઈ શકશે. વોટ્સએપ તેના વિન્ડોઝ ડેસ્કટોપ એપ પર હાલના ફીચરમાં વધુ સારી સુવિધા ઉમેરી રહ્યું છે અને તેનાં કારણે તેના વપરાશકારો 32 જેટલા વ્યક્તિઓ સાથે વિડિયો અને ઑડિયો કૉલમાં જોડાઈ શકશે. આ સુવિધા હાલમાં ફક્ત બીટા ટેસ્ટર્સ માટે જ પ્રાપ્ય છે અને તેઓ તેનો ઉપયોગ કરી શકે છે. 

મેટાની માલિકીનું વોટ્સએપ તેના Windows ડેસ્કટોપ એપ પર એક ઉન્નત ફીચર લોન્ચ કરી રહ્યું છે, જે વપરાશકર્તાઓને 32 જેટલા વ્યક્તિઓ સાથે વિડિયો અને ઑડિયો કૉલમાં જોડાવવાની મંજૂરી આપે છે.

અગાઉ, ડેસ્કટૉપ એપ્લિકેશન પર વધુમાં વધુ આઠ લોકો સાથે ગ્રુપ વિડિયો કૉલ્સ અને 32 વ્યક્તિઓ સાથે ઑડિયો કૉલ્સ શક્ય હતા જેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે. WABetaInfo એ જણાવ્યું કે, વોટ્સએપ દ્વારા આ સુવિધા ક્રમશ: શરૂ કરાઈ  રહી છે અને તેને કારણે  32 વ્યક્તિઓ સાથે વીડિયો કૉલિંગ કરી શકાશે. હાલમાં, આ ક્ષમતા ફક્ત બીટા ટેસ્ટર્સ માટે જ સુલભ છે.

WABetaInfo દ્વારા શેર કરાયેલા એક સ્ક્રીનશૉટ પ્રમાણે પસંદ કરેલા બીટા ટેસ્ટર્સને 32 જેટલા સહભાગીઓને Windows એપ્લિકેશનથી સીધા જ કોન્ટેક્ટસ અને ગ્રુપ બંનેને વિડિયો કૉલ્સ અજમાવી શકે છે. જ્યારે બીટા ટેસ્ટર્સને વધુમાં વધુ 16 વ્યક્તિઓ સાથે વિડિયો કૉલિંગની ક્ષમતા દર્શાવતો અલગ મેસેજ પણ મળી શકે છે. જેમાં  વિડિયો કૉલ્સમાં વ્યસ્ત હોય ત્યારે સ્ક્રીન કન્ટેન્ટ શેર કરવાનો વિકલ્પ પણ છે. 

વોટ્સએપ નજીકનાં ભવિષ્યમાં ‘મેસેજ પિન ડ્યુરેશન ફીચર’ રજૂ કરશે. ઈન્સ્ટન્ટ મેસેજીસ મોકલતી વોટ્સએપ જલ્દી જ આ ફીચર તેના વપરાશકારો માટે લાવી રહી છે. આ મેસેજ પિન ડ્યુરેશન શું છે? અને તેનાથી વોટ્સએપના વપરાશકારોને શું લાભ થશે. વોટ્સએપ કથિત રીતે મેસેજ પિન ડ્યુરેશન ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી યુઝર એ પસંદ કરી શકશે કે ચેટમાં મેસેજ કેટલો સમય પિન કરવો જોઈએ. આ સુવિધા હાલમાં વિકાસ હેઠળ છે. આ ફિચરને કારણે યુઝર મેસેજ પિન કરવા માટે ટાઈમ લિમિટ સેટ કરી શકશે. આ માહિતી વોટ્સએપનાં ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઇટ wabetainfo દ્વારા આપવામાં આવી છે.