વોટ્સએપ આઈફોન યુઝર્સ માટે વિડીયો મેસેજ ફીચર લોન્ચ કરી શકે છે

મેસેજિંગ એપ વોટ્સએપ ફરી એક નવી સુવિધા લઈને આવ્યું છે. જે તેના 2.24 અબજ વપરાશકર્તાઓને ચેટની સાથે જ 60 સેકન્ડ સુધીનો ટૂંકો વિડીયો પણ રેકોર્ડ કરી અને મોકલી શકવાની સુવિધા આપશે. હાલમાં જ મળેલા એક રિપોર્ટ અનુસાર કંપની એપમાં શૉર્ટ વિડીયો ફિચરને એડ કરવાની વિચારી રહી છે. જેના પણ એક રીતે કામ પણ શરૂ કરી […]

Share:

મેસેજિંગ એપ વોટ્સએપ ફરી એક નવી સુવિધા લઈને આવ્યું છે. જે તેના 2.24 અબજ વપરાશકર્તાઓને ચેટની સાથે જ 60 સેકન્ડ સુધીનો ટૂંકો વિડીયો પણ રેકોર્ડ કરી અને મોકલી શકવાની સુવિધા આપશે. હાલમાં જ મળેલા એક રિપોર્ટ અનુસાર કંપની એપમાં શૉર્ટ વિડીયો ફિચરને એડ કરવાની વિચારી રહી છે. જેના પણ એક રીતે કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે આપણને કેટલો ફાયદો થશે એ વિશે જાણીએ…

વોટ્સએપમાં જો આ શૉર્ટ વિડીયો ફિચર આવી જશે તો યૂઝર પોતાના કન્ટેન્ટની સાથે 60 મિનિટનો એક નાનો વિડીયો બનાવીને પોતાના મેસેજની સાથે મોકલી શકશે. મહત્વનું છે કે હજુ આ ફિચરના ડેવલપમેન્ટનું કામ ચાલું છે. હાલ વોટ્સએપ પર લોન્ગ ફોર્મેન્ટના વિડીયો સપોર્ટ કરવામાં આવતા હતા. જે આ ફિચર આવ્યા બાદ તમે ના માત્ર આ વિડીયોને સેવ કરી શકશો, પરંતુ તમે બીજાને મોકલી પણ શકશો.

તમને જણાવી દઈએ કે વોટ્સએપ શૉર્ટ વિડીયો મેસેજિંગ ફિચર હાલ લેટેસ્ટ ios બીટા વર્ઝનના ડેવલપમેન્ટ સ્ટેજ પર છે. આ ઉપરાંત આ વિડીયો મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. જે બાદ સૌ પ્રથમ આ ફિચર વોટ્સએપના iphone  ના વર્ઝનના નાખવામાં આવશે. જો તેમાં તમામ વસ્તુઓ યોગ્ય રહી તો બહું જ જલ્દી એન્ડરોઈડ ફોનમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે.

કેવી રીતે કામ કરશે વોટ્સએપનું આ ફીચર?

વોટ્સએપ પર આ ફિચર વોઈસ મેસેંજની જેમ જ કામ કરશે. એટલે કે જેમ આપણે વોઈસ મેસેજ મોકલવા માટે માઈકના બટનને દબાવી રાખીએ છીએ. એવી જ રીતે વિડીયો મેસેજ મોકલવા માટે આપણે કેમેરાના બટનને દબાવીને રાખવાનું રહેશે.મહત્વનું છેકે, આ વિડીયો મેસેજ એક વખત રેકોર્ડ થઈ ગયા બાદ તમે બીજા કોઈને પણ ફોરવર્ડ કરી શકો છો. વોઈસ મેસેજ જેવી જ સુવિધા તમને શોર્ટ વિડીયો મેસેજિંગ ફિચરમાં મળશે.

અન્ય પ્રોજેક્ટ પર પણ કામ ચાલુ

વોટ્સએપ શૉર્ટ વિડીયો મેસેજિંગ ફિચરની સાથે સાથે ગ્રુપ ચૈટ્સ અને એક્સપાયર ડેટા ફિચર પર પણ કામ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2009માં લોન્ચ થયેલ મેસેજિંગ એપ વોટ્સએપ મેટાનું સૌથી લોકપ્રિય એપ છે. દુનિયાના 180 દેશોમાં મેસેજિંગ એપ તરીકે વોટ્સએપને કોમન ગણવામાં આવે છે. આથી મેટા થોડા થોડા સમયે તેમા નવા નવા સુધાર અને ફિચર એડ કરતું રહે છે જે સાચે ઘણું પ્રશંસનીય છે.