વોટ્સએપ તેના યુઝર્સ માટે ‘મેસેજ પિન ડ્યુરેશન ફીચર’ રજૂ કરશે

વોટ્સએપ નજીકનાં ભવિષ્યમાં ‘મેસેજ પિન ડ્યુરેશન ફીચર’ રજૂ કરશે. ઇન્સ્ટન્ટ મેસેજીસ મોકલતી વોટ્સએપ જલ્દી જ આ ફીચર તેના વપરાશકારો માટે લાવી રહી છે. આ મેસેજ પિન ડ્યુરેશન શું છે? અને તેનાથી વોટ્સએપના વપરાશકારોને શું લાભ થશે. વોટ્સએપ કથિત રીતે મેસેજ પિન ડ્યુરેશન ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી યુઝર એ પસંદ કરી શકશે કે […]

Share:

વોટ્સએપ નજીકનાં ભવિષ્યમાં ‘મેસેજ પિન ડ્યુરેશન ફીચર’ રજૂ કરશે. ઇન્સ્ટન્ટ મેસેજીસ મોકલતી વોટ્સએપ જલ્દી જ આ ફીચર તેના વપરાશકારો માટે લાવી રહી છે. આ મેસેજ પિન ડ્યુરેશન શું છે? અને તેનાથી વોટ્સએપના વપરાશકારોને શું લાભ થશે. વોટ્સએપ કથિત રીતે મેસેજ પિન ડ્યુરેશન ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી યુઝર એ પસંદ કરી શકશે કે ચેટમાં મેસેજ કેટલો સમય પિન કરવો જોઈએ. આ સુવિધા હાલમાં વિકાસ હેઠળ છે. આ ફિચરને કારણે યુઝર મેસેજ પિન કરવા માટે ટાઈમ લિમિટ સેટ કરી શકશે. આ માહિતી વોટ્સએપનાં ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઇટ wabetainfo દ્વારા આપવામાં આવી છે. 

પિન કરેલો મેસેજ કેટલા સમય સુધી પિન કરી શકાશે અને તે કેવી રીતે કામ કરશે તે અહેવાલમાં જણાવાયું છે તથા આ મેસેજ કેટલા સુધી સમય પિન કરાશે તે સમયગાળો પસંદ કરી શકાશે. અને તે પછી આ મેસેજ અનપીન થઈ જશે. હાલમાં શરૂઆતમાં સમય પસંદ કરવા માટે ત્રણ વિકલ્પો અપાશે. જેમાં, 24 કલાક, 7 દિવસ અને 30 દિવસનો સમાવેશ થાય છે. આ સાથે જ યુઝરને અનપિન કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. આ ફીચર તેના યુઝરને પિન કરેલા મેસેજ માટે વધુ સગવડ આપવા જઈ રહી છે. 

Wabetainfo જણાવે છે કે, મેસેજ પિન કરવાની આ નવી સગવડ યુઝર્સ સમયસર અને ચોક્કસ સમયગાળા માટે મેસેજ જોઈ શકે તે માટે કરવામાં આવી છે. આ તે માટેની એકદમ સચોટ રીત પુરવાર થશે. એકવાર સમયગાળો પૂરો થઈ જાય એટલે મેસેજ અનપિન થઈ જશે. જેથી તે ચેટને વધુ સ્પષ્ટ, વ્યવસ્થિત અને અપડેટેડ બનાવશે. 

નજીકના ભવિષ્યમાં જ આ સુવિધા શરૂ કરાશે અને હાલમાં તે વિકાસ હેઠળ છે અને કેટલાક બીટા ટેસ્ટર્સને આ એપ્લિકેશન રીલીઝ કરાશે. 

આ સાથે જ, એક નવું વોટ્સએપ કૌભાંડ પણ સામે આવ્યું છે જેણે પિન્ક વોટ્સએપ કહેવાય છે. જેમાં સ્કેમર લોકોને એક લિન્ક મોકલે છે અને તેઓ યુઝર્સને નવા આકર્ષક ફીચર્સથી લલચાવી રહ્યા છે. 

હાલમાં મુંબઈ પોલીસે પિન્ક વૉટ્સઅપ તરીકે ઓળખાતા વૉટ્સએપ મેસેજ વિશે ચેતવણી આપી છે. તેમણે આવી લિન્ક પર ક્લિક કરવાથી અને તેણે ડાઉનલોડ કરવાથી દૂર રહેવા જણાવ્યું છે.