WhatsApp Update: નવું સેટિંગ ઓન કરતાં જ ગાયબ થઈ જશે તમારી પર્સનલ ચેટ્સ

WhatsApp Update: મેટાની માલિકીના ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર લોક્ડ ચેટ્સ (Locked Chats) છુપાવવા માટે એક નવી વ્હોટ્સએપ અપડેટ (WhatsApp Update) આવી રહી છે. વ્હોટ્સએપ દ્વારા ટૂંક સમયમાં જ એક નવું ફીચર રીવિલ કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ કંપની દ્વારા લોક્ડ ચેટ્સને છુપાવવાનું ઓપ્શન સતત ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને તેને ફ્યુચર અપડેટ દરમિયાન યુઝર્સને […]

Share:

WhatsApp Update: મેટાની માલિકીના ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર લોક્ડ ચેટ્સ (Locked Chats) છુપાવવા માટે એક નવી વ્હોટ્સએપ અપડેટ (WhatsApp Update) આવી રહી છે. વ્હોટ્સએપ દ્વારા ટૂંક સમયમાં જ એક નવું ફીચર રીવિલ કરવામાં આવશે.

જાણવા મળ્યા મુજબ કંપની દ્વારા લોક્ડ ચેટ્સને છુપાવવાનું ઓપ્શન સતત ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને તેને ફ્યુચર અપડેટ દરમિયાન યુઝર્સને ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે. WABetaInfoના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “એન્ડ્રોઈડ 2.23.22.9 અપડેટ માટે લેટેસ્ટ વ્હોટ્સએપ બીટાનો આભાર, જે ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે. અમે જાણ્યું કે, વ્હોટ્સએપ ચેટ લિસ્ટમાં લોક કરવામાં આવેલી ચેટ છુપાવવા માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે.”

WhatsApp Update ડેવલપિંગ સ્ટેજમાં

જાણવા મળ્યા મુજબ આ નવું ફીચર હાલ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને તે યુઝર્સને પોતાની લોક્ડ ચેટ્સ વધુ સારી રીતે છુપાવવા મંજૂરી આપશે. હાલ લોક કરવામાં આવેલી ચેટની યાદી સુધી પહોંચવાનું એન્ટ્રી પોઈન્ટ હંમેશા ચેટ લિસ્ટમાં જોવા મળે છે જ્યાં સિક્યોર કન્વર્સેશન હોય છે. તે ફોન હાથમાં લેનારી દરેક વ્યક્તિ કોઈ ચેટ લોક કરવામાં આવી છે તેની જાણ કરી દે છે. 

જોકે લોક્ડ ચેટ્સ (Locked Chats)ને હાઈડ કરવા માટેનું ફીચર અપડેટ થયા બાદ યુઝર્સ એન્ટ્રી પોઈન્ટને દૂર કરી શકશે અને સર્ચ બારમાં સિક્રેટ કોડ દાખલ કરીને જ લોક્ડ ચેટ્સની યાદીને વિઝિબલ કરી શકશે. 

વધુ વાંચો… Amazon Sale 2023: આ ફિટનેસ બેન્ડ પર 80% સુધીનું ધમાકેદાર ડિસ્કાઉન્ટ

યુઝર્સની પ્રાઈવસી વધશે

લોક્ડ ચેટ્સને ખોલવા માટે એન્ટ્રી પોઈન્ટને હાઈડ કરવાની સુવિધા લાગુ કરવાથી અને લોક કરવામાં આવેલી ચેટની યાદી સુધી પહોંચવા માટે એક સિક્રેટ કોડ ફીચરને ઈન્ટ્રીગેટ કરવાથી યુઝર્સની પ્રાઈવસીમાં નિશ્ચિતરૂપે વધારો થશે. 

રિપોર્ટમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે, આ નવી વ્હોટ્સએપ અપડેટ (WhatsApp Update)થી યુઝર્સ સંવેદનશીલ કે સિક્રેટ વાતને લોકોની નજરથી છુપાવીને રાખી શકશે. તેનાથી ફોન સુધી કે વ્હોટ્સએપ સુધી પહોંચનારી કોઈ વ્યક્તિને લોક્ડ ચેટ્સની ઉપસ્થિતિ વિશે અંદેશો પણ નહીં આવે અને ચેટ્સની પ્રાઈવસી વધી જશે. 

આમ આ નવા ફીચરથી યુઝર્સનું ટેન્શન ઘટશે અને જો તમારો ફોન તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ પણ વાપરતી હશે તો આ ફીચર તમારા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. 

વ્હોટ્સએપની અન્ય નવી અપડેટ્સ

વધુ એક વ્હોટ્સએપ અપડેટ વિશે વાત કરીએ તો તેમાં એક જ ફોનમાં એક જ એપમાં બે વ્હોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાશે. એપમાં એકાઉન્ટ સ્વિચિંગનું ફીચર આવશે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. 

તે સિવાય ઓડિયો ડિસ્ટ્રક્ટિંગ ફીચરમાં એક વખત સામેનો યુઝર તમારો ઓડિયો મેસેજ જોઈ લેશે ત્યાર બાદ તે પોતાની જાતે જ ચેટમાંથી ગાયબ થઈ જશે. આ માટે બસ ‘1’ ટેબનો ઉપયોગ કરવાની જરૂર રહેશે.