WhatsApp Update: હવે એક જ ફોનમાં વાપરી શકાશે 2 એકાઉન્ટ, જાણો નવા ફીચર વિશે

WhatsApp Update: મેટાની માલિકીના વ્હોટ્સએપમાં એક નવું ફીચર આવી રહ્યું છે જે યુઝર્સને વધુ સારી રીતે કોમ્યુનિકેટ કરવાની તક આપશે. ટૂંક સમયમાં જ એક વ્હોટ્સએપ અપડેટ (WhatsApp Update) રીલિઝ કરવામાં આવશે. આ અપડેટ બાદ તમે કોઈ સ્ટેટસ અપડેટ પર એનિમેટેડ (Animated Avatar)અવતાર દ્વારા રિપ્લાય કરી શકશો.  જાણો WhatsApp Update વિશે આગામી 24 ઓક્ટોબર, 2023થી અનેક […]

Share:

WhatsApp Update: મેટાની માલિકીના વ્હોટ્સએપમાં એક નવું ફીચર આવી રહ્યું છે જે યુઝર્સને વધુ સારી રીતે કોમ્યુનિકેટ કરવાની તક આપશે. ટૂંક સમયમાં જ એક વ્હોટ્સએપ અપડેટ (WhatsApp Update) રીલિઝ કરવામાં આવશે. આ અપડેટ બાદ તમે કોઈ સ્ટેટસ અપડેટ પર એનિમેટેડ (Animated Avatar)અવતાર દ્વારા રિપ્લાય કરી શકશો. 

જાણો WhatsApp Update વિશે

આગામી 24 ઓક્ટોબર, 2023થી અનેક ડિવાઈસમાં વ્હોટ્સએપ સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. અમુક જૂના એન્ડ્રોઈડ અને આઈફોન પર 24મી ઓક્ટોબર બાદ વ્હોટ્સએપ સપોર્ટ નહીં કરે. જોકે યુઝર્સ એપનો ઉપયોગ કરી શકશે પરંતુ તેમને કોઈ નવી વ્હોટ્સએપ અપડેટ નહીં મળે. 

વ્હોટ્સએપ દ્વારા એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર હાલ આઈઓએસ અને એન્ડ્રોઈડ બીટા વર્ઝન પર ઉપલબ્ધ છે. નવા ફીચરના રોલઆઉટ થયા બાદ યુઝર્સ એનિમેટેડ અવતાર (Animated Avatar) સાથે કોઈના સ્ટેટસ પર રિપ્લાય કરી શકશે. અવતાર માટે કેટલાક પ્રી-ઈન્સ્ટોલ ઓપ્શન મળશે પણ તમે તમારા પોતાના અવતારનો પણ ઉપયોગ કરી શકશો.

વધુ વાંચો: વ્હોટ્સએપના આ નવાં ફીચર્સથી મળશે વધારે સુરક્ષા

એક ફોનમાં વાપરી શકાશે 2 એકાઉન્ટ

વધુ એક વ્હોટ્સએપ અપડેટ (WhatsApp Update) વિશે વાત કરીએ તો તેમાં એક જ ફોનમાં એક જ એપમાં બે વ્હોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાશે. એપમાં એકાઉન્ટ સ્વિચિંગનું ફીચર આવશે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. 

આગામી સપ્તાહ કે મહિનાની અંદર જ એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ જશે. ડ્યુઅલ સિમ ફોનનો ઉપયોગ કરનારા લોકો માટે આ પ્રકારની સુવિધા ઉપયોગી બની રહેશે. 

કેવી રીતે વાપરી શકાશે આ ફીચર?

એક જ ડિવાઈસ માટે વ્હોટ્સએપના બે નંબર એક્ટિવ કરવા માટે નીચે દર્શાવેલા સ્ટેપનું પાલન કરોઃ

– એન્ડ્રોઈડ ફોનમાં વ્હોટ્સએપ ખોલો. 

– થ્રી ડોટ મેન્યુ પર ક્લિક કરો અને સેટિંગ્સ પર ટેપ કરો. 

– તમારા પ્રોફાઈલ નામની આગળના ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો. 

– તમારા વ્હોટ્સએપ એકાઉન્ટમાં વધુ એક મોબાઈલ નંબર જોડો.

– નંબર વેરિફાઈ કરવા માટેના સ્ટેપને ફોલો કરો અને તે જ વ્હોટ્સએપ એકાઉન્ટ પર બીજા નંબરનો ઉપયોગ શરૂ કરી દો. 

વધુ વાંચો: કેટરિના કૈફ વ્હોટ્સએપ ચેનલ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી બની, બેડ બન્ની અને માર્ક ઝુકરબર્ગને પાછળ છોડયા

જાણો ઓડિયો ડિસ્ટ્રક્ટિંગ ફીચર વિશે

આ સુવિધા હાલ અમુક ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં જ એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સને પણ તેનો લાભ મળશે. આ ફીચર ઈમેજ અને ઓડિયોના ‘વ્યૂ વન્સ’ જેવું છે. એક વખત સામેનો યુઝર તમારો ઓડિયો મેસેજ જોઈ લેશે ત્યાર બાદ તે પોતાની જાતે જ ચેટમાંથી ગાયબ થઈ જશે. આ માટે બસ ‘1’ ટેબનો ઉપયોગ કરવાની જરૂર રહેશે.