WhatsApp Update: હવે ગાયબ થઈ જશે વોઈસ મેસેજ, બીટા ટેસ્ટર્સ માટે નવું ફીચર રોલ આઉટ કરાયું

WhatsApp Update: વ્હોટ્સએપ દ્વારા 2021ના વર્ષમાં ‘વ્યૂ વન્સ’ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ પ્રકારની સુવિધા વોઈસ મેસેજ (Voice messages) માટે પણ તૈયાર કરવામાં આવી છે. આ નવી વ્હોટ્સએપ અપડેટ (WhatsApp Update) એન્ડ્રોઈડ અને આઈઓએસ પર બીટા ટેસ્ટર્સ માટે શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આવશે નવી WhatsApp Update વોઈસ મેસેજ માટે વ્યૂ […]

Share:

WhatsApp Update: વ્હોટ્સએપ દ્વારા 2021ના વર્ષમાં ‘વ્યૂ વન્સ’ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ પ્રકારની સુવિધા વોઈસ મેસેજ (Voice messages) માટે પણ તૈયાર કરવામાં આવી છે. આ નવી વ્હોટ્સએપ અપડેટ (WhatsApp Update) એન્ડ્રોઈડ અને આઈઓએસ પર બીટા ટેસ્ટર્સ માટે શરૂ કરવામાં આવી છે.

ટૂંક સમયમાં આવશે નવી WhatsApp Update

વોઈસ મેસેજ માટે વ્યૂ વન્સ મોડ માત્ર સિલેક્ટેડ બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે. માટે જો તમે બીટા પ્રોગ્રામમાં નથી તો તમને હાલ પૂરતો આ ફીચરનો ઉપયોગ કરવા નહીં મળે. જોકે વ્હોટ્સએપ ટૂંક જ સમયમાં આ સુવિધા પોતાના તમામ યુઝર્સ માટે રીલિઝ કરવાની તૈયારી કરી રહ્યું છે. 

વધુ વાંચો: હવે એક જ ફોનમાં વાપરી શકાશે 2 એકાઉન્ટ

સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ ઓડિયો મેસેજ ફીચર તમારી પ્રાઈવસીમાં વધારો કરશે અને પહેલાની સરખામણીએ ઓડિયો મેસેજ અંગે કોઈ ચિંતા નહીં રહે. વ્યૂ વન્સ મેસેજીસમાં યુઝર્સને હાલ માત્ર ફોટો અને વીડિયો એક વખત શેર કરવાનો વિકલ્પ મળે છે. ત્યારે હવે ઓડિયો મેસેજમાં પણ વ્યૂ વન્સ સેટ કરી શકાશે.

મેટાની માલિકીનું આ પ્લેટફોર્મ પ્રાથમિક ટેસ્ટિંગ બાદ આ ફીચરને સ્ટેબલ વર્ઝનમાં સૌના માટે રોલઆઉટ કરી શકે છે. 

વધુ વાંચો: નવું સેટિંગ ઓન કરતાં જ ગાયબ થઈ જશે તમારી પર્સનલ ચેટ્સ

આ રીતે કરો ફીચરનું ટેસ્ટિંગ

આ ફીચર હાલ તો ડેવલોપ થઈ રહ્યું છે પરંતુ તમે તેને Google Play Store પરથી Android 2.23.22.4 અપડેટ માટે વ્હોટ્સએપ બીટા અને TestFlight એપથી iOS 23.21.1.73 અપડેટ માટે વ્હોટ્સએપ બીટા ડાઉનલોડ કરીને અજમાવી શકો છો. 

આ નવું ફીચર વોઈસ મેસેજ (Voice messages)ને એકવખત સાંભળવાની જ પરવાનગી આપે છે. ત્યાર બાદ તેને ફરી નહીં સાંભળી શકાય અને રીસિવર તેને સેવ પણ નહીં કરી શકે. વ્હોટ્સએપનું આ ફીચર વ્યૂ વન ફીચર અને સેલ્ફ ડિસ્ટ્રક્ટીંગ મેસેજ ફીચર જેવું જ છે. આ ફીચર એક્ટિવેટ કર્યા બાદ જો તમે કોઈને વોઈસ મેસેજ મોકલશો તો તે આ મેસેજને માત્ર એક જ વાર સાંભળી શકશે અને પછી તમારો વોઈસ મેસેજ આપોઆપ ગાયબ થઈ જશે. 

વ્હોટ્સએપનું વોઈસ ડિસ્પેચિંગ મેસેજ ફીચર હાલમાં ડેવલપિંગ સ્ટેજમાં છે અને તેને ફક્ત તેના સિલેક્ટેડ બીટા યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે.

એક ફોનમાં વાપરી શકાશે 2 એકાઉન્ટ

વધુ એક વ્હોટ્સએપ અપડેટ (WhatsApp Update) વિશે વાત કરીએ તો તેમાં એક જ ફોનમાં એક જ એપમાં બે વ્હોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાશે. એપમાં એકાઉન્ટ સ્વિચિંગનું ફીચર આવશે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.  આગામી સપ્તાહ કે મહિનાની અંદર જ એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ જશે.