દિલ્હીમાં યુવતીએ પિતરાઈ ભાઈના લગ્નનો પ્રસ્તાવ નકાર્યો, તો ભાઈએ લોખંડને સળિયા વડે તેની હત્યા કરી નાખી

દિલ્હીમાં એક દુ:ખદ ઘટનામાં નરગીસ નામની 25 વર્ષની મહિલાનું મૃત્યુ થયું છે. તેના પિતરાઈ ભાઈ ઈરફાન દ્વારા લોખંડના સળિયા વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના દક્ષિણ દિલ્હીના માલવિયા નગરમાં અરબિંદો કોલેજ પાસેના એક પાર્કમાં બની હતી. ઈરફાને હત્યા કરી કારણ કે નરગીસે તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો અને તેને બીજા લગ્ન […]

Share:

દિલ્હીમાં એક દુ:ખદ ઘટનામાં નરગીસ નામની 25 વર્ષની મહિલાનું મૃત્યુ થયું છે. તેના પિતરાઈ ભાઈ ઈરફાન દ્વારા લોખંડના સળિયા વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના દક્ષિણ દિલ્હીના માલવિયા નગરમાં અરબિંદો કોલેજ પાસેના એક પાર્કમાં બની હતી. ઈરફાને હત્યા કરી કારણ કે નરગીસે તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો અને તેને બીજા લગ્ન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

પિતરાઈ ભાઈએ હત્યા કર્યા બાદ આત્મસર્મપણ કર્યું

દિલ્હીમાં શુક્રવારે બપોરે એક પાર્કમાં 25 વર્ષીય યુવતીની હત્યા કરનાર વ્યક્તિ ત્રણ દિવસથી હત્યાની યોજના ઘડી રહ્યો હતો અને તેણે હત્યા કર્યાના કલાકો બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. 

દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી હતી કે દક્ષિણ દિલ્હીના માલવિયા નગરમાં અરબિંદો કોલેજ પાસેના પાર્કમાં 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીરની નજીક લોખંડનો સળિયો મળી આવ્યો હતો.”

તપાસમાં જાણવા મળ્યું કે પીડિતાનું નામ નરગીસ હતું અને તે પાર્કમાં ઈરફાન નામના વ્યક્તિ સાથે જોવા મળી હતી, જે તેનો પિતરાઈ ભાઈ હતો. પોલીસને જાણવા મળ્યું કે નરગીસ માલવિયા નગરમાં સ્ટેનોગ્રાફરના કોર્સમાં ભાગ લીધો હતો અને તેણે આ વર્ષની શરૂઆતમાં કમલા નેહરુ કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો. 

જ્યારે પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી, ત્યારે ઈરફાને તેમની સમક્ષ આત્મસમર્પણ કર્યું ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પૂછપરછ દરમિયાન, ઈરફાને પોલીસને જણાવ્યું કે નરગીસની માતા અને તેની માતા બહેનો છે. તેણે કહ્યું કે તે નરગીસ સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ તેના પરિવારે ના પાડી દીધી હતી. કારણ કે તેની પાસે યોગ્ય નોકરી નથી.

નરગીસે ​​પણ તેની સાથે લગ્ન કરવાની ના પાડી અને તેની સાથે બોલવાનું કે તેના કોલનો જવાબ આપવાનું બંધ કરી દીધું. ઈરફાને પોલીસને કહ્યું કે તે આનાથી તે પરેશાન હતો, તેનો ગુસ્સો એ કારણથી વધી ગયો હતો કે અન્ય કોઈ તેની સાથે લગ્ન કરવા માટે રાજી નહોતું. 

3 દિવસ પહેલાં હત્યાની યોજના બનાવી

ઈરફાને કહ્યું કે તેણે ત્રણ દિવસ પહેલા હત્યાની યોજના બનાવી હતી અને ઘટનાના દિવસે તે જાણી જોઈને પાર્ક ગયો હતો કે નરગીસ તેના સ્ટેનોગ્રાફી ક્લાસમાંથી પરત ફરતી વખતે તેને મળશે. પોલીસે જણાવ્યું કે બપોરના સુમારે તે પાર્ક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ઈરફાને તેને અંદર બોલાવી અને કહ્યું કે તે તેની સાથે વાત કરવા માંગે છે. જ્યારે તેણે ના પાડી, ત્યારે ઈરફાને તેની બેગમાંથી લોખંડનો સળિયો કાઢ્યો અને તેના પર હુમલો કર્યો.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ચંદન ચૌધરીએ જણાવ્યું કે, “ઈરફાન તેના લગ્નનો પ્રસ્તાવ નકાર્યા બાદ પરેશાન થઈ ગયો હતો અને નરગીસે તેની સાથે વાત કરવાનું અને તેના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તેથી તેણે તેની હત્યા કરી હતી.” 

મહિલા આયોગના અધ્યક્ષના પ્રહાર

દિલ્હી મહિલા આયોગ (DCW)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટના તેમજ દિલ્હીના ડાબરી વિસ્તારમાં એક મહિલાની હત્યાની નોંધ લીધી હતી અને કેન્દ્રને પૂછ્યું હતું કે હજુ કેટલા મોત થશે પછી દિલ્હી પોલીસની જવાબદારી નક્કી કરવામાં આવશે. 

સ્વાતિ માલીવાલે કહ્યું, “રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અત્યંત અસુરક્ષિત બની ગઈ છે. આજે બે ઘટનાઓ સામે આવી છે. ડાબરીમાં એક મહિલાને ગોળી મારી દેવામાં આવી હતી અને બીજીને દિવસે લોખંડના સળિયા વડે હત્યા કરવામાં આવી હતી. સમાચારોમાં છોકરીઓના નામ બદલાયા પરંતુ ગુનાઓ અટકતા નથી.”