ભારતમાં ક્યારે થશે લોન્ચ Realme GT Neo 5 SE?

Realme GT Neo 5 SE સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરાયો છે, ફેબ્રુઆરીમાં રિયલમીએ 240 W ચાર્જિંગ વળી દુનિયાનો પહેલો સ્માર્ટફોન Realme GT Neo 5 SE લોન્ચ કર્યો હતો. હવે Realme GT Neo 5 SE ને નિયો 5ના ટોન્ડ-ડાઉન વેરિયંટને સત્તાવાર રીતે લોન્ચ કર્યો હતો. જણાવી દઈએ કે Realme note 12 Turbo પછી નિયો 5 એસઈ દુનિયાનો […]

Share:

Realme GT Neo 5 SE સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરાયો છે, ફેબ્રુઆરીમાં રિયલમીએ 240 W ચાર્જિંગ વળી દુનિયાનો પહેલો સ્માર્ટફોન Realme GT Neo 5 SE લોન્ચ કર્યો હતો. હવે Realme GT Neo 5 SE ને નિયો 5ના ટોન્ડ-ડાઉન વેરિયંટને સત્તાવાર રીતે લોન્ચ કર્યો હતો. જણાવી દઈએ કે Realme note 12 Turbo પછી નિયો 5 એસઈ દુનિયાનો બીજો ફોન છે જે snapdragon 7 plus gen 2 ચિપસેટની સાથે આવે છે. રિઅલમી જીટી નિયો 5 એસઈમાં 6.74 ઇંચ OLED ડિસ્પ્લે, 16 મેગા પિક્સેલનો ફ્રન્ટ કેમેરા અને 64 મેગા પિક્સેલનો રિયર કેમેરા જેવી ખાસિયત ધરાવે છે.

Realme GT Neo 5 SE સ્માર્ટફોનમાં 6.74 ઇંચ ફ્લેટ OLED પેનલ અપાઈ છે. ડિસ્પ્લે પર વચ્ચે પાંચ- હોલ મળે છે. સ્ક્રીન 1.5K રેઝોલ્યુશન ઓફર કરે છે. સ્ક્રીનનું રિફ્રેશ રેટ 144 હર્ટઝ છે ડિસ્પ્લે 1400 નિટ્સ ની પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. અહીં જણાવી દઈએ કે જીટી નિયો 5 માં આ ડિસ્પ્લેય અપાઈ છે. Realme GT Neo 5 SE બે રંગોમાં આવશેઃ બ્લેક અને ફાઈનલ ફેન્ટસી બ્લુ.Realme GT Neo5 SE 1240 x 2772 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.74-ઇંચ AMOLED ડિસ્પ્લેથી સજ્જ છે. મોબાઈલના લેબ ટેસ્ટમાં, તે પીક બ્રાઇટનેસ પર 1400 નિટ્સનું આઉટપુટ આપે છે. Realme GT Neo 5 SE સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા અપાયો છે. હેન્ડસેટમાં 64 મેગાપિક્સેલનો પ્રાયમરી રિયર કેમેરા ઉપલબ્ધ છે. આ સિવાય 8 મેગાપિક્સેલ અલ્ટ્રા-વાઈડ લેન્સ એ 2 મેગાપિક્સેલ મેક્રો સેન્સર પણ છે.Realme GT Neo5 SE Qualcomm Snapdragon 7+ Gen 2 પ્રોસેસર સાથે 16GB RAM અને 1TB સુધી સ્ટોરેજ દ્વારા સંચાલિત છે. ડિવાઇસમાં સ્ટોરેજ વધારવા માટે માઈક્રોએસડી કાર્ડ સપોર્ટ નથી થતું. આ મોબાઈલ ફોન Android 13 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત Realme UI 4.0 સાથે આવે છે. Realme GT Neo5 SE 100-વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે વિશાળ 5500mAh બેટરી પેક કરે છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં હેન્ડસેટની બેટરી ઈઝીલી 2 દિવસ સુધી ચાલે છે. રિયલમીનો આ ફોન ડ્યુઅલ સિમ ફીચરની સાથે આવે છે.

જો કે, Realme GT Neo5 SE ભારતમાં ક્યારે આવશે અથવા કઈ બ્રાન્ડ્સ તેને આપણા દેશમાં લોન્ચ કરવા માગે છે તે અંગે કોઈ જાણકારી નથી.