આદિત્ય ઠાકરેના નજદીકી રાહુલ કનાલ શિંદે જૂથમાં જોડાયા 

ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા આદિત્ય ઠાકરેના નજીકના સહયોગી રાહુલ કનાલ  શનિવારે સત્તાધારી શિવસેના જૂથમાં જોડાયા હતા, તેમણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુની વિગતવાર તપાસની માંગ કરી હતી. તેઓએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથમાં જોડાઈને મીડિયાને સંબોધતા કહ્યું કે, કેટલાક લોકો કહી રહ્યા છે કે વર્તમાન […]

Share:

ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા આદિત્ય ઠાકરેના નજીકના સહયોગી રાહુલ કનાલ  શનિવારે સત્તાધારી શિવસેના જૂથમાં જોડાયા હતા, તેમણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુની વિગતવાર તપાસની માંગ કરી હતી. તેઓએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથમાં જોડાઈને મીડિયાને સંબોધતા કહ્યું કે, કેટલાક લોકો કહી રહ્યા છે કે વર્તમાન સરકારે દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં તપાસ શરૂ કરી હોવાથી હું આ પક્ષમાં જોડાયો છું. તો હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, આ બાબત એ તપાસ કરો. 

રાહુલ કનાલ બોલિવૂડમાં જાણીતું નામ છે, તેઓ રેસ્ટોરાંના પણ માલિક છે.  વધુમાં તેમણે જણાવ્યું કે, આરોપો મૂકતાં લોકો માટે તપાસ એ યોગ્ય જવાબ હશે, અને જો તપાસ દરમિયાન તેનું નામ સામે આવશે, તો તે રાજકારણ છોડી દેશે અને તમે જૂતાં ફટકારી શકો છો. કનાલ શનિવારે શિંદે, તેમના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે અને પક્ષના અન્ય ધારાસભ્યોની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા.

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ જરૂરી છે અને તેને માટે હું ગમે ત્યાં જઇ  શકું છું. જો આ મુદ્દે મારુ નામ ઉછળશે તો તમે મને જુતાથી ફટકારી શકો છો. તેવું નિવેદન તેમણે મીડિયા સમક્ષ આપ્યું હતું. કેસમાં પુરાવાઓની વિશ્વસનીયતાની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ હજુ પણ ચાલી રહી છે તેમ, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું તેના થોડા દિવસો બાદ જ આ વાત આવી છે. પ્રથમ, ઉપલબ્ધ માહિતી અફવા પર આધારિત હતી. જો કે, કેટલીક વ્યક્તિઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાસે આ કેસ અંગેના નોંધપાત્ર પુરાવા છે. જવાબમાં, અમે તેમનો સંપર્ક કર્યો અને વિનંતી કરી કે તેઓ પોલીસને પુરાવા રજૂ કરે. વધુમાં તેમણે જણાવ્યું કે, હાલમાં અમે રજૂ કરેલા પુરાવાની વિશ્વસનીયતા તપાસી રહ્યા છે અને તપાસ હજુ પણ ચાલુ છે. કેસના અંતિમ પરિણામ પર કઈ પણ કહેવું તે યોગ્ય ગણાશે નહીં. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂત તેના મુંબઈ એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેણી સાથે ખરેખર શું થયું તે અંગે પહેલા મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ આ કેસમાં દરેક એંગલથી તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.