જાણો કોણ છે મિત્રની સગીર દીકરી સાથે રેપ કેસના આરોપી સરકારી અધિકારી પ્રેમોદય ખાકા

સગીરા સાથે બળાત્કારના કેસના આરોપી એવા દિલ્હી સરકારના અધિકારી પ્રેમોદેય ખાકાની પોતાના મિત્રી સગીર દીકરી સાથે બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રેમોદેય ખાકાને 1998ના વર્ષમાં દિલ્હી સરકારમાં કલ્યાણ અધિકારી તરીકે ભરતી કરવામાં આવ્યા હતા. તેમણે છેલ્લા 25 વર્ષો દરમિયાન મહિલા અને બાળ કલ્યાણ તથા સમાજ કલ્યાણ વિભાગોમાં કામ કર્યું છે.  પ્રેમોદેય ખાકાની સોશિયલ મીડિયા […]

Share:

સગીરા સાથે બળાત્કારના કેસના આરોપી એવા દિલ્હી સરકારના અધિકારી પ્રેમોદેય ખાકાની પોતાના મિત્રી સગીર દીકરી સાથે બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રેમોદેય ખાકાને 1998ના વર્ષમાં દિલ્હી સરકારમાં કલ્યાણ અધિકારી તરીકે ભરતી કરવામાં આવ્યા હતા. તેમણે છેલ્લા 25 વર્ષો દરમિયાન મહિલા અને બાળ કલ્યાણ તથા સમાજ કલ્યાણ વિભાગોમાં કામ કર્યું છે. 

પ્રેમોદેય ખાકાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ અને સત્તાવાર દસ્તાવેજો પ્રમાણે તેમણે સંવેદનશીલ જૂથ અને બાળકોના અધિકાર, કલ્યાણ માટે પણ કામ કરેલું છે. 

પ્રેમોદય ખાકાઃ રક્ષક જ બન્યો ભક્ષક

પ્રેમોદય ખાકાએ પોતાની લિંક્ડઈન પ્રોફાઈલમાં તેમણે પોતાને બાળ સંરક્ષણ, કિશોર ન્યાય (બાળકોની દેખભાળ અને સંરક્ષણ) અધિનિયમ અને યૌન અપરાધોથી બાળકોની સુરક્ષાના અધિનિયમ માટેના સંસાધન પ્રશિક્ષક તરીકે દર્શાવ્યા છે. નિર્ભયા કેસના સગીર આરોપીને જ્યાં કસ્ટડીમાં રાખવામાં આવેલો તે કિશોર ગૃહના તેઓ અધિક્ષક પણ હતા.

માર્ચ 2022માં દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતની લાગણીને માન આપીને પ્રેમોદેય ખાકાને મહિલા અને બાળ વિકાસ વિભાગોમાં વિશેષ કર્તવ્ય અધિકારી (OSD) તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. બાદમાં માર્ચ 2023માં આતિશીએ તે મંત્રાલય સંભાળ્યું એટલે ખાકાને તે પદેથી દૂર કરી દીધા હતા. 

જ્યારે આ ઘટના બની તે સમયે પ્રેમોદય ખાકા આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા અને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા તે પહેલા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર હતા.  પ્રેમોદય ખાકા ઝારખંડના હજીરાબાગના વતની છે અને ઉત્તરી દિલ્હીના બુરાડીમાં શક્તિ એન્ક્લેવમાં રહે છે. ત્યાં જ તેણે સગીરાને કથિતરૂપે નશીલા પદાર્થ આપીને તેનું શારીરિક શોષણ કર્યું હતું. 

પ્રેમોદય ખાકાને 21 વર્ષનો દીકરો અને 22 વર્ષની દીકરી છે. પ્રેમોદય ખાકા પર કથિત રીતે અનેક મહિના સુધી પોતાના મિત્રની સગીર દીકરીનું શારીરિક શોષણ કરવાનો આરોપ છે. જેથી તેના સામે આઈપીસી અને પોક્સો અંતર્ગત બાલ શોષણના ગંભીર આરોપો લાગ્યા છે. પીડિતા જ્યારે ગર્ભવતી બની ત્યારે પ્રેમોદય ખાકાની પત્ની સીમા રાનીએ કથિત રીતે તેને ગર્ભપાત માટેની ગોળીઓ આપી હતી.

18 વર્ષ પહેલા નસબંધી કરાવી હોવાનો પ્રેમોદય ખાકાનો દાવો

સરકારી અધિકારી પ્રેમોદય ખાકાને સગીરા સાથે દુષ્કર્મના આરોપસર મંગળવારે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તે પહેલા સોમવારના રોજ સીમા રાનીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને બાદમાં તેને પણ જેલમાં મોકલી દેવાઈ હતી. પોલીસ પુછપરછમાં પ્રેમોદય ખાકાએ પોતે 2005માં જ નસબંધી કરાવી દીધેલી હોવાનો દાવો કર્યો હતો. આમ કહીને તેણે જો પોતે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોય તો તે ગર્ભવતી કઈ રીતે તેવો સવાલ કર્યો હતો.