એર ઈન્ડિયાના પાયલટે વિલંબને કારણે ફ્લાઈટ ઉડાડવવાની ના પાડી : 350 મુસાફરો 5 કલાક માટે ફસાયા 

એર ઈન્ડિયાની ફ્લાઈટ લંડન -દિલ્હીના ખરાબ હવામાનને કારણે જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યા બાદ વિલંબને કારણે પાયલટે તેને ઉડાડવાની મનાઈ કરી દેતા ફ્લાઈટનાં 350 જેટલા મુસાફરો જયપુર એરપોર્ટ પર 5 કલાક સુધી ફસાયા હતા.  એર ઈન્ડિયાના પાયલટે આ ફ્લાઈટમાં ઉડાન ભરવાની ના પાડતા મુસાફરો ફસાયા હતા. એટલું જ નહીં તેમને દિલ્હી પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા […]

Share:

એર ઈન્ડિયાની ફ્લાઈટ લંડન -દિલ્હીના ખરાબ હવામાનને કારણે જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યા બાદ વિલંબને કારણે પાયલટે તેને ઉડાડવાની મનાઈ કરી દેતા ફ્લાઈટનાં 350 જેટલા મુસાફરો જયપુર એરપોર્ટ પર 5 કલાક સુધી ફસાયા હતા. 

એર ઈન્ડિયાના પાયલટે આ ફ્લાઈટમાં ઉડાન ભરવાની ના પાડતા મુસાફરો ફસાયા હતા. એટલું જ નહીં તેમને દિલ્હી પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવી પડી હતી. 

રવિવારે લંડનથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનાં પાયલટે ખરાબ હવામાનને કારણે જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ પ્લેનને ઉડાડવાનો ઈન્કાર કર્યો હતો. પાઈલટના ઈનકારને કારણે જયપુર એરપોર્ટ પર મુસાફરો લગભગ ત્રણ કલાક સુધી ફસાયા હતા. લગભગ 350 મુસાફરોને દિલ્હી પહોંચાડવા માટે અન્ય રસ્તાઓ શોધવા પડ્યા હતા. 

એર ઈન્ડિયાની AI-112, ફ્લાઈટ કે જે સવારે 4 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી. તેને જયપુર તરફ વાળવામાં આવી હતી કારણ કે દિલ્હી એરપોર્ટ પર હવામાનની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. જયપુર તરફ વાળવામાં આવી તે પહેલા ફ્લાઈટને લગભગ 10 મિનિટ સુધી ઉપર આકાશમાં જ રાખવામાં આવી હતી.

લંડન જતી ફ્લાઈટને લગભગ બે કલાક પછી દિલ્હી એર ટ્રાફિક કંટ્રોલ તરફથી દિલ્હીની મુસાફરી ફરી શરૂ કરવાની મંજૂરી મળી. જેને અન્ય ફ્લાઈટ્સ સાથે જયપુર તરફ વાળવામાં આવી હતી.

350 જેટલા મુસાફરો ને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા કહેવામાં આવ્યું હતું. લગભગ ત્રણ કલાક પછી, તેમાંના કેટલાકને રોડ માર્ગે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ક્રૂ બદલવાની ગોઠવણી શક્ય બનતા અન્ય કેટલાક તે જ ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થયા હતા.

એર ઈન્ડિયાએ તેમના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, હવામાન પ્રતિકૂળ હતું તેમજ દિલ્હીમાં નબળી દૃશ્યતાને કારણે લંડન-દિલ્હી AI112 ફ્લાઈટને સવારે 4 વાગ્યે જયપુર ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી.

આ સમય દરમિયાન એરક્રાફ્ટ દિલ્હીનું હવામાન સુધરવાની અને ઉડાન ભરવાની રાહ જોઈ રહ્યું હતું, ત્યારે કોકપિટ ક્રૂ FDTL ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સ હેઠળ આવી ગયું હતું. પાઈલટ એકવાર FDTL હેઠળ આવી જાય પછી ફ્લાઈટ ચલાવી શકતા નથી. એર ઈન્ડિયા તેના મુસાફરો અને ક્રૂની સલામતીને સર્વોચ્ચ અગ્રતા આપે છે અને કામગીરીના નિયમોનું સખતપણે પાલન કરે છે, તરત જ ફ્લાઇટ ચલાવવા માટે નવા ક્રૂને ગોઠવીને આ ફ્લાઈટ દિલ્હી જવા રવાના કરવામાં આવી હતી.