National Ayurveda Day શા માટે ઉજવવામાં આવે છે?

National Ayurveda Day: આયુર્વેદ એ સારવારની પરંપરાગત અને પ્રાચીન પદ્ધતિ છે. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ (National Ayurveda Day) આ વર્ષે વૈશ્વિક સ્તરે લગભગ 100 દેશોમાં 10 નવેમ્બરે ઉજવવામાં આવશે. જેનું આયોજન આયુષ મંત્રાલય દ્વારા તમામ રાષ્ટ્રીય મંત્રાલયોના સહયોગથી કરવામાં આવ્યું છે. આ દિવસનો ઉદ્દેશ્ય આરોગ્ય અને રોજિદા જીવનમાં સુધારો કરવા માટે આયુર્વેદના મૂલ્ય વિશે જાગૃતિ લાવવાનો […]

Share:

National Ayurveda Day: આયુર્વેદ એ સારવારની પરંપરાગત અને પ્રાચીન પદ્ધતિ છે. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ (National Ayurveda Day) આ વર્ષે વૈશ્વિક સ્તરે લગભગ 100 દેશોમાં 10 નવેમ્બરે ઉજવવામાં આવશે. જેનું આયોજન આયુષ મંત્રાલય દ્વારા તમામ રાષ્ટ્રીય મંત્રાલયોના સહયોગથી કરવામાં આવ્યું છે. આ દિવસનો ઉદ્દેશ્ય આરોગ્ય અને રોજિદા જીવનમાં સુધારો કરવા માટે આયુર્વેદના મૂલ્ય વિશે જાગૃતિ લાવવાનો છે.

National Ayurveda Dayની થીમ શું છે?

વિવિધ મંત્રાલયોની બેઠક દરમિયાન આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ બનાવાનો છે. 8મો આયુર્વેદ દિવસ (National Ayurveda Day) ‘બધા માટે આયુર્વેદ’ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટેગ લાઈન ‘દરેક માટે આયુર્વેદ’ તરીકે નક્કી કરવામાં આવી છે. 

વધુ વાંચો: દિવાળી પર તમારા હૃદયને સ્વસ્થ રાખવા અપનાવો આ 5 હેલ્થ ટિપ્સ

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ (National Ayurveda Day) ધન્વંતરી જયંતિ પર ઉજવવામાં આવે છે, જે હિંદુ કેલેન્ડર મુજબ ધનતેરસનો દિવસ છે. આયુર્વેદને પ્રોત્સાહન આપવા અને તેને વૈશ્વિક ઓળખ આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે આયુર્વેદ અને તેના ફાયદાઓનો પ્રચાર કરવામાં આવે છે. આ પ્રસંગે નિઃશુલ્ક આરોગ્ય શિબિર, સેમિનાર અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 

આયુર્વેદ એ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ છે. તેનું મૂળ ભારતમાં 5000 વર્ષ પહેલા હોવાનું માનવામાં આવે છે. તે એવી માન્યતા પર આધારિત છે કે માનવ શરીર બ્રહ્માંડનું સૂક્ષ્મ રૂપ છે. જ્યારે શરીર પ્રકૃતિ સાથે સંતુલિત હોય ત્યારે આરોગ્ય પ્રાપ્ત થાય છે. આયુર્વેદ આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરે છે, જેમાં હર્બલ દવા, મસાજ, યોગ અને આહારનો સમાવેશ થાય છે.

માનવ શરીર ત્રણ દોષોનું બનેલું છે. પિત્ત, વાત અને કફ. દરેક દોષ શારીરિક અને ભાવનાત્મક લાક્ષણિકતાઓના જુદા જુદા સમૂહ સાથે સંકળાયેલ છે. જ્યારે બધા દોષો સંતુલિત હોય છે, તો સ્વાસ્થ્ય સારું રહે છે. દોષોના અસંતુલનથી રોગ ઉત્પન્ન થાય છે. આયુર્વેદ સારવાર દોષોમાં સંતુલન પુનઃસ્થાપિત કરીને આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે.

વધુ વાંચો: દિવાળી પર શા માટે પ્રગટાવવામાં આવે છે દીવા? જાણો તેનું મહત્વ

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ખાસિયત શું છે?

1. આયુર્વેદને મુખ્ય પ્રવાહમાં પ્રોત્સાહન આપવું: આયુર્વેદને મુખ્ય પ્રવાહની આરોગ્ય સંભાળ પદ્ધતિઓમાં એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.

2. શક્તિઓ અને ઉપચારના સિદ્ધાંતો પર પ્રકાશ પાડવો: આયુર્વેદની અનન્ય શક્તિઓ અને ઉપચારના સિદ્ધાંતો પર પ્રકાશ પાડવો.

3. રોગનો બોજ ઘટાડવો: રોગ અને મૃત્યુદરના ભારણને ઘટાડવા માટે આયુર્વેદની સંભવિતતાનો ઉપયોગ કરવો.

4. જાગૃતિ પેદા કરવી: વર્તમાન પેઢીમાં જાગૃતિ કેળવવી અને સમાજમાં આયુર્વેદિક સારવારના સિદ્ધાંતોની હિમાયત કરવી.