શું અદાણીને ફરી લોન મળશે?

દેશ અને દુનિયાના અમીરોની યાદીમાં સામેલ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપને હિંડનબર્ગના અહેવાલે Adani ગ્રુપના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું હતું.  જો કે Adani ગ્રુપ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.હવે આ રિપોર્ટ આવ્યાને 2 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. સમયની સાથે Adani ગ્રુપની કંપનીઓ ધીરે ધીરે રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન […]

Share:

દેશ અને દુનિયાના અમીરોની યાદીમાં સામેલ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપને હિંડનબર્ગના અહેવાલે Adani ગ્રુપના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું હતું.  જો કે Adani ગ્રુપ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.હવે આ રિપોર્ટ આવ્યાને 2 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. સમયની સાથે Adani ગ્રુપની કંપનીઓ ધીરે ધીરે રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન Adani ગ્રુપે કંપનીઓના શેરોમાં સતત વધઘટ થતી રહે છે પરંતુ Adani ગ્રુપના મોટાભાગના શેર્સ તેના નીચા સ્તરેથી રિકવર થયા છે. તેમજ કંપની રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે સતત પગલાં લઈ રહી છે. 

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, Adani ગ્રુપ 6 બેંકો પાસેથી $220 મિલિયન એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપ આ લોન જોઈન્ટ વેન્ચરમાં લેશે. આ લોન 5 વર્ષ માટે રહેશે. આ સમગ્ર મામલા પર નજર રાખી રહેલા લોકોના મતે કંપનીને આગામી થોડા અઠવાડિયામાં લોન આપવામાં આવી શકે છે. Adani ગ્રુપની કંપની AdaniConneX અને અમેરિકન કંપની EdgeConneX સંયુક્ત સાહસમાં આ લોન એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે અને સંભવ છે કે આ સંયુક્ત સાહસને આગામી થોડા અઠવાડિયામાં જરુરી લોન મળી જશે. Adani ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ (Adani Enterprises)એ જાન્યુઆરીમાં એફપીઓ દ્વારા 10 અબજ રૂપિયા કરવાની હતી પરંતુ વિવાદના કારણે ઈશ્યૂ રદ કરવો પડ્યો હતો. બ્લૂમબર્ગના ડેટા પ્રમાણે અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઈઝિસ દ્વારા કોઈ અમેરિકન ડોલર બોન્ડ કે લોન લેવામાં આવી નથી. બ્લૂમબર્ગે ગયા મહિને આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, Adani ગ્રુપના એક્ઝિક્યુટિવ્સ આ વર્ષે બે તબક્કામાં $1 બિલિયન જેટલા ખાનગી બોન્ડ્સનું માર્કેટિંગ કરવાની તેની યોજનાના ભાગરૂપે યુએસ રોકાણકારોને મળ્યા હતા, 

Adani ગ્રુપ અગાઉ 6 ફેબ્રુઆરી, 2023ના રોજ એક નિવેદન જારી કરીને જૂથે $1.114 અબજની ચૂકવણી કરી હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ $134 મિલિયનની પણ ચૂકવણી કરી હતી. ત્યારબાદ રૂ.7,374 કરોડ ($902 મિલિયન)ની ચૂકવણી કરી હતી. જ્યારે 12 માર્ચના રોજ વધુ $2.15 અબજની લોનની ચુકવણી કરી હોવાની સ્પષ્ટતા કરી હતી.માર્કેટ રેગ્યુલેટર સેબી અદાણી ગ્રુપની ત્રણ ઓફશોર એન્ટિટીની તપાસ કરી રહી છે. આ તપાસનો હેતુ સોદામાં ‘રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન’ નિયમોના ઉલ્લંઘનને શોધવાનો છે. સેબીના રડાર પર આવવાના સમાચારે Adani ગ્રુપની કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. ૩ એપ્રિલે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.