મણિપુરમાં મહિલાની ગોળી મારીને હત્યા 

મણિપુરમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે કારણ કે એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તાજેતરમાં બનેલી આ ઘટનાએ સ્થાનિક સમુદાયને આંચકો આપ્યો છે અને આ પ્રદેશમાં લોકોની સલામતી અંગે ચિંતા ઉભી થઈ છે. મણિપુરમાં ઇમ્ફાલ જિલ્લામાં લગભગ 50 વર્ષની એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને હુમલાખોરો દ્વારા તેનો ચહેરો […]

Share:

મણિપુરમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે કારણ કે એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તાજેતરમાં બનેલી આ ઘટનાએ સ્થાનિક સમુદાયને આંચકો આપ્યો છે અને આ પ્રદેશમાં લોકોની સલામતી અંગે ચિંતા ઉભી થઈ છે.

મણિપુરમાં ઇમ્ફાલ જિલ્લામાં લગભગ 50 વર્ષની એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને હુમલાખોરો દ્વારા તેનો ચહેરો ઘાયલ કરવામાં આવ્યો હતો.  શનિવારે સાંજે સાવોમ્બુંગ વિસ્તારમાં તેના નિવાસસ્થાને આ ઘટના બની હતી.

સ્થાનિક પોલીસે આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે આ વિસ્તારને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. તેઓએ હત્યાની વધુ માહિતી મેળવવા માટે નજીકના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ,  જે જગ્યાએ આ ગોળીબારની ઘટના બની તે સ્થળની નજીકના સાક્ષીઓના નિવેદનો પણ રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. મહિલાની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, અને હત્યા પાછળનો હેતુ પણ હજુ સુધી અજ્ઞાત છે.

આ મહિલાનું  માનસિક સ્વાસ્થ્ય સંતુલિત ન હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું તેમજ તે મારિંગ નાગા સમુદાયની હતી. અગાઉના દિવસે બનેલી એક ઘટનામાં, મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ત્રણ ખાલી ટ્રકોને આગ લગાડવામાં આવી હતી. આ ઘટના સેકમાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના અવાંગ સેકમાઈ ખાતે બની હતી. 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, LPG સિલિન્ડર લઇ જવા માટે ઉપયોગમાં લેવાતી ટ્રકને જ્યારે આગ લગાડવામાં આવી ત્યારે તેને ખુલ્લા મેદાનમાં પાર્ક કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં દોષીઓની ઓળખ થવાની બાકી છે અને ટ્રકને શા માટે સળગાવવામાં આવી તેના વિશે હાલ કોઈ માહિતી મળી નથી. આ બનાવ સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. સુરક્ષા દળોએ આગ હોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ ટ્રકને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

મણિપુરમાં 53 ટકાની વસ્તી સાથે મેઇટીસ બહુમતી ધરાવે છે જ્યારે નાગા અને કુકી રાજ્યની બાકીની વસ્તીના 40 ટકા છે. જ્યારે મેઈટીસ ઈમ્ફાલ ખીણમાં રહે છે તેમજ નાગાઓ અને કુકીઓ પહાડી જિલ્લાઓમાં રહે છે.

મણિપુરમાં 3 મેના રોજ વંશીય અથડામણો ફાટી નીકળ્યા ત્યારથી 150 થી વધુ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે જેના કારણે હાલ મણિપુરમાં ભયનો માહોલ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પરિસ્થિતિને શાંત કરવામાં નિષ્ફળ રહી છે તેમજ આ બીજી હત્યા દર્શાવે છે કે રાજ્ય હજી સામાન્ય સ્થિતિમાં પાછું આવ્યું નથી.