અમદાવાદની મહિલાઓ હંગેરીમાં ચલાવશે ટ્રક, દર મહિને કરશે દોઢ લાખ રૂપિયાની કમાણી

અમદાવાદના બહેરામપુરાની 28 વર્ષીય દિપાલી પરમારે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. જ્યારે તે સાયકોલોજીમાં બીએ કરી રહી હતી ત્યારે તેના શિક્ષણનો ખર્ચ ઉપાડવા માટે ડ્રાઈવિંગ કરવાનું શરૂ કર્યું હતું. દિપાલી પરમારે તેના માસ્ટરનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી પણ તે કાર, સ્કૂલ વાન અને એમ્બ્યુલન્સ ચલાવીને મહિલા ડ્રાઈવરની તરીકે ફરજ બજાવતી રહી. પરંતુ થોડા […]

Share:

અમદાવાદના બહેરામપુરાની 28 વર્ષીય દિપાલી પરમારે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. જ્યારે તે સાયકોલોજીમાં બીએ કરી રહી હતી ત્યારે તેના શિક્ષણનો ખર્ચ ઉપાડવા માટે ડ્રાઈવિંગ કરવાનું શરૂ કર્યું હતું. દિપાલી પરમારે તેના માસ્ટરનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી પણ તે કાર, સ્કૂલ વાન અને એમ્બ્યુલન્સ ચલાવીને મહિલા ડ્રાઈવરની તરીકે ફરજ બજાવતી રહી. પરંતુ થોડા મહિનામાં, દિપાલી પરમાર, જે ભાગ્યે જ ગુજરાતની બહાર નીકળી છે તે હંગેરીમાં હાઈવે પર ભારે ટ્રક અને ટ્રેલર ચલાવશે. તેના અનુભવ તેમજ માસિક આવકમાં દસ ગણો વધારો થશે.

અમદાવાદની મહિલાઓ હંગેરીના હાઈવે પર પોતાનું કૌશવ્ય દર્શાવશે

દિપાલી પરમાર એવી છ મહિલાઓમાં સામેલ હશે જેમને અમદાવાદમાં આવેલા જનવિકાસ NGO દ્વારા છ અમદાવાદની મહિલાઓની પસંદગી કરીને તેમને હંગેરીમાં હાઈવે પર ટ્રક ચલાવવાની તાલીમ આપવામાં આવી છે. NGO દ્વારા આ પહેલો પ્રયોગ છે જેના અંતર્ગત આ અમદાવાદની મહિલાઓ યુરોપમાં હંગેરીમાં બે વર્ષ સુધી રહેશે અને કોમર્શિયલ ડ્રાઈવર તરીકે ટ્રક ચલાવશે. 

અમદાવાદની મહિલાઓ ડ્રાઈવર તરીકે ટ્રક ચલાવીને મહિને મહત્તમ 15 હજાર રૂપિયા કમાતી હતી જ્યારે યુરોપ ની કમાણીને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો તેમનો માસિક પગાર દોઢ લાખ રૂપિયા થશે. ઉપરાંત તેમને યુરોપમાં હંગેરીમાં કોમર્શિયલ લાયસન્સ પર ટ્રક ચલાવવાની તક મળશે. 

આ પહેલમાં સામેલ અમદાવાદની મહિલાઓએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી અમદાવાદમાં કાર ચલાવે છે, પરંતુ ટ્રક ચલાવવું એ સંપૂર્ણપણે પડકારરૂપ છે. પુરૂષ-કેન્દ્રિત વ્યવસાયોમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે બિન-પરંપરાગત આજીવિકા નેટવર્કની પહેલ સાથે કોમર્શિયલ ટ્રક ડ્રાઈવરોની જરૂરિયાતને કારણે આ પ્રોજેક્ટ શક્ય બન્યો.

દિપાલી પરમારે રવિવારે જણાવ્યું હતું કે, “સ્ટીરિંગ વ્હીલ મારા હાથમાં હોય ત્યારે મને સ્વતંત્રતા અને સશક્ત હોવાનો અહેસાસ થાય છે.” દિપાલી પરમારે કહ્યું કે, “જ્યારે મેં શહેરમાં વ્યવસાયિક રીતે ડ્રાઈવિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓએ વિરોધ કર્યો હતો. તેમને તમામ ફાયદા અને ગેરફાયદા સમજાવવાની જરૂર હતી.”

આ પહેલમાં દિપાલી પરમાર ઉપરાંત, રેખા કહાર, ગુલનાઝ પઠાણ, રજની રાજપૂત, ભારતી ઠાકોર અને સ્નેહા પુરોહિત સહિત પણ યુરોપમાં હંગેરીમાં ટ્રક ચલાવશે. જનવિકાસ NGO દ્વારા ડ્રાઈવર બેન નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે  જ્યાં અમદાવાદની મહિલાઓને આજીવિકા માટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચલાવવાનું શીખવવામાં આવે છે. 

2016થી અત્યાર સુધીમાં 400 થી વધુ અમદાવાદની મહિલાઓને ટ્રક ચલાવવાની તાલીમ આપવામાં આવી છે. પ્રોજેક્ટના અન્ય ભાગીદારોમાં વેગા ગ્રુપ ઓફ કન્સલ્ટન્સી અને બેટન ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં મોટાભાગે સામાજિક-આર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓ સામેલ છે, જેઓ પોતાના પરિવારને સહારો આપવા ટ્રક ચલાવવાનું શીખી છે.