Women soldiers: ત્રણેય વિંગના કર્મચારીને મળશે અધિકારીની સમકક્ષ મેટરનિટી અને ચાઈલ્ડ કેર લીવ

Women soldiers: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લશ્કરની ત્રણેય પાંખના મહિલા કર્મચારીઓના હિતમાં એક મહત્વના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે પાયદળના મહિલા સૈનિકો (Women soldiers), નેવીના મહિલા સેલર્સ અને એરફોર્સના મહિલા એર વોરિયર્સને પણ તેમના મહિલા અધિકારીની સમકક્ષ મેટરનિટી, ચાઈલ્ડ કેર અને ચાઈલ્ડ એડોપ્શન લીવ મળશે. તેમાં મહિલા અગ્નિવીરોને પણ આવરી લેવામાં આવ્યા છે.  Women soldiersના […]

Share:

Women soldiers: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લશ્કરની ત્રણેય પાંખના મહિલા કર્મચારીઓના હિતમાં એક મહત્વના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે પાયદળના મહિલા સૈનિકો (Women soldiers), નેવીના મહિલા સેલર્સ અને એરફોર્સના મહિલા એર વોરિયર્સને પણ તેમના મહિલા અધિકારીની સમકક્ષ મેટરનિટી, ચાઈલ્ડ કેર અને ચાઈલ્ડ એડોપ્શન લીવ મળશે. તેમાં મહિલા અગ્નિવીરોને પણ આવરી લેવામાં આવ્યા છે. 

Women soldiersના હિતમાં નિર્ણય

અત્યાર સુધી સેનામાં માત્ર ઉચ્ચ રેન્કના મહિલા અધિકારીઓને જ મેટરનિટી, ચાઈલ્ડ કેર અને એડોપ્શન એટલે કે બાળક દત્તક લેવા માટેની રજા આપવામાં આવતી હતી. પરંતુ તાજેતરના નિર્ણય બાદ ભારતીય સેનામાં કામ કરતા મહિલા સૈનિકો, સેલર્સ અને એર વોરિયર્સને પણ આ તમામ લાભ મળશે. 

પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં સધાશે સંતુલન

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ નિર્ણય સેનામાં કોઈ પણ રેન્કની તમામ મહિલાઓની ભાગીદારી સાથે સુસંગત છે. નિયમોમાં કરવામાં આવેલા આ પ્રકારના વિસ્તરણથી ત્રણેય વિંગના મહિલા સૈનિકો (Women soldiers)ને તેમની કૌટુંબિક અને સામાજીક સમસ્યાઓનો સામનો કરવામાં ઘણી મદદ મળશે. ઉપરાંત તેના લીધે સેનામાં મહિલાઓની કામકાજની સ્થિતિમાં પણ સુધારો આવશે અને તેઓ અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન સાધી શકશે. 

વધુ વાંચો: India-Canadaના રાજદ્વારી વિવાદ પર વિદેશમંત્રી એસ જયશંકરે આપ્યું મહત્વનું નિવેદન

મહિલા અધિકારીઓને મળે છે 180 દિવસની મેટરનિટી લીવ

હાલ મહિલા અધિકારીઓને 2 બાળકો સુધી કોઈ પણ પ્રકારના પગાર કાપ વગર 180 દિવસની મેટરનિટી લીવ મળે છે. મહિલા અધિકારીઓને તેમની સેવા દરમિયાન 360 દિવસની રજા મેટરનિટી પર્પઝથી આપવામાં આવે છે. તે સિવાય 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકને દત્તક લેવાની તારીખ પછીના 180 દિવસની રજા પણ મળે છે. 

નારી શક્તિના હિતમાં નિર્ણય

સંરક્ષણ મંત્રાલયના કહેવા પ્રમાણે વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકાર નારી શક્તિને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. હવે ત્રણેય સેનાઓના મહિલા સૈનિકો (Women soldiers)ને તેમના મહિલા અધિકારીઓની સમકક્ષ રજાઓ મંજૂર કરીને એક આદર્શ પરિવર્તનની શરૂઆત કરવામાં આવી છે. 

મહિલા અગ્નિવીરોની ભરતીથી સશસ્ત્ર દળ દેશની ભૂમિ, સમુદ્ર અને હવાઈ સીમાઓની રક્ષા માટે મહિલા સૈનિકો, સેલર્સ અને એર વોરિયર્સની બહાદુરી, સમર્પણ અને દેશભક્તિથી સશક્ત બનશે.

વધુ વાંચો:  Women soldiers: ત્રણેય વિંગના કર્મચારીને મળશે અધિકારીની સમકક્ષ મેટરનિટી અને ચાઈલ્ડ કેર લીવ

સેનામાં 7 હજારથી વધુ મહિલાઓ

એક અહેવાલ પ્રમાણે માર્ચ 2023 સુધીમાં ભારતીય સેનામાં વિવિધ પોસ્ટ્સ પર 7,000થી પણ વધારે મહિલા કર્મચારીઓ તૈનાત હતા. જેમાં આર્મીમાં મહિલા કર્મચારીઓની સંખ્યા 6,993 હતી જ્યારે નેવીમાં 748 અને એરફોર્સમાં 1,636 હતી. 2019માં ભારતીય સેનાની સૈન્ય પોલીસ કોરમાં સૈનિકો તરીકે મહિલાઓની ભરતી દ્વારા એક મહત્વની સફળતા હાંસલ કરવામાં આવી હતી. 

ત્યાર બાદ અગ્નિવીર યોજના દ્વારા નૌસેના અને વાયુસેનામાં પણ મહિલા જવાનોની ભરતી કરવામાં આવી છે.