મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે સુરતના પડઘામાં સૌ પ્રથમ ટ્રેક નાખવાના કામનો આરંભ

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના બે ફાઈનાન્સીયલ હબ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનું 508 કિમીનું અંતર કાપવા માટે હાઈસ્પીડ કોરિડોર તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંગે રેલવે પણ સમયાંતરે અપડેટ આપતું રહે છે ત્યારે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ બેલાસ્ટલેસ ટ્રેકનું નિર્માણ સુરતથી શરૂ […]

Share:

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના બે ફાઈનાન્સીયલ હબ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનું 508 કિમીનું અંતર કાપવા માટે હાઈસ્પીડ કોરિડોર તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંગે રેલવે પણ સમયાંતરે અપડેટ આપતું રહે છે ત્યારે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ બેલાસ્ટલેસ ટ્રેકનું નિર્માણ સુરતથી શરૂ થઈ ગયું હોવાની માહિતી આપી હતી. 

આ ટ્રેકને કોંક્રીટના બેડમાંથી બનાવાશે જેને NHSRCL જે-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમ ગણાવે છે. આ સિસ્ટમનો ઉપયોગ જાપાનની હાઈ-સ્પીડ રેલ સિસ્ટમ શિંકાનસેનમાં કરાયો છે, જ્યારે ભારતમાં આવા ટ્રેકનું નિર્માણ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે.

ફાસ્ટનિંગ ડિવાઈસથી સજ્જ હશે પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબ

NHSRCLના જણાવ્યા મુજબ જે-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમ માટે આરસી સ્લીપરનું ઉત્પાદન ગુજરાતના સુરત શહેરથી શરૂ કરી દેવાયું છે. તેમાં એક પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબનો પણ સમાવેશ થાય છે જેના પર ફાસ્ટનિંગ ડિવાઈસ લગાવાયા છે. 

આ સિસ્ટમના ઉપયોગ બાદ દેશની પ્રથમ બુલેટ ટ્રેન 350 કિમીથી વધુની ઝડપે દોડવા લાગશે. આ ટ્રેન દ્વારા મુંબઈથી અમદાવાદના 508 કિલોમીટરના રૂટને માત્ર 3 કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરી શકાશે.

વિશેષ ફેક્ટરીઓમાં કરાશે ટ્રેક સ્લેબનું નિર્માણ 

NHSRCLએ જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ભાગમાં આવતા ટ્રેકના નિર્માણ સંબંધીત કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે. હાલના સમયે ટ્રેકમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની ખરીદી પણ અંતિમ તબક્કામાં છે. ઉપરાંત જાપાનમાંથી 14000 મેટ્રીક ટનથી વધારે રેલવે ટ્રેક અને ટ્રેક સ્લેબ કાસ્ટિંગ માટે 50 મોલ્ડ અગાઉથી મળી ચુક્યા છે. કંપનીએ વિશેષ ફેક્ટરીઓમાં જ ટ્રેક સ્લેબનું નિર્માણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ માટે અગાઉથી જ 2 ફેક્ટરીઓ સ્થાપવામાં આવી છે.

પ્રોજેક્ટ પાછળ 1.08 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે કુલ 1.08 લાખ કરોડ રૂપિયાના ખર્ચાનો આશરો માંડવામાં આવ્યો છે. તેમાંથી કેન્દ્ર સરકાર NHSRCLને 10,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં છે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર 5000-5000 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે. જ્યારે બાકીની રકમ જાપાન 0.1 ટકાના વ્યાજ દરે લોન અપાશે.

સ્પેશિયલ કન્સ્ટ્રક્શન મશીનરી જેમાં રેલવે ફીડર કાર, સ્લેબ પાથરવાની કાર અને સીએએમ પાથરવાની કારનો સમાવેશ થાય છે તેનો ઉપયોગ ટ્રેક વર્ક માટે કરવામાં આવશે. ભારતીય કોન્ટ્રાક્ટરનાં કર્મચારીઓને ટ્રેક પાથરવા માટેના સંબંધિત કાર્યની કાર્યપદ્ધતિને સમજવા માટે અને તેની તાલીમ અને પ્રમાણપત્ર માટે જાપાન રેલવે ટેકનિકલ સર્વિસીસ (JARTS)ની સાથે એક તાલીમ અને સર્ટિફિકેશન એજન્સી સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું છે. આમ ભારતીય કર્મચારીઓ ટ્રેક નિર્માણ કરવા માટે તાલીમબદ્ધ થઈને કામગીરીને ઝડપથી જારી રાખશે.