World Cup 2023: બેંગલુરૂના સ્ટેડિયમમાં પાકિસ્તાની ચાહકને પોતાના દેશને ચિઅર અપ કરતો અટકાવાયો

World Cup 2023: શુક્રવારે રાત્રિના સમયે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023 (World Cup 2023)નો 18મો મુકાબલો યોજાયો હતો. ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન (Aus vs Pak) મુકાબલામાં 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે 62 રન સાથે પાકિસ્તાનની ટીમ પર જોરદાર વિજય મેળવ્યો હતો.  World Cup 2023માં પાકિસ્તાન ઝિંદાબાદના નારા ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમને હાર […]

Share:

World Cup 2023: શુક્રવારે રાત્રિના સમયે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023 (World Cup 2023)નો 18મો મુકાબલો યોજાયો હતો. ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન (Aus vs Pak) મુકાબલામાં 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે 62 રન સાથે પાકિસ્તાનની ટીમ પર જોરદાર વિજય મેળવ્યો હતો. 

World Cup 2023માં પાકિસ્તાન ઝિંદાબાદના નારા

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમને હાર મળી હતી ત્યારે પાકિસ્તાનની ટીમના એક ચાહકે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. હકીકતે ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન (Aus vs Pak) મેચ દરમિયાન એક શખસ પાકિસ્તાન ઝિંદાબાદના નારા બોલાવી રહ્યો હતો. પોલીસકર્મીએ જ્યારે તેને નારેબાજી કરતા અટકાવ્યો તો હંગામો મચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

“હું પાકિસ્તાની છું તો…”

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા 43 સેકન્ડના આ વીડિયોમાં પાકિસ્તાનની ટીમની જર્સી પહેરેલો એક વ્યક્તિ પોલીસ અધિકારી સાથે દલીલબાજી કરતો જોવા મળે છે. તે પોલીસ અધિકારીને કહેતો સંભળાય છે કે, “હું પાકિસ્તાનથી છું, પાકિસ્તાન ઝિંદાબાદ નહીં બોલું તો શું બોલું?”

આ ઉપરાંત તેણે લોકો ભારત માતા કી જયના નારા બોલાવી રહ્યા છે તો હું પાકિસ્તાન ઝિંદાબાદના નારા કેમ ન લગાવી શકું તેવો સવાલ કર્યો હતો. ઉપરાંત તેણે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું માટે પોલીસ અધિકારીને સતત સવાલો કરી રહ્યો હતો. 

વધુ વાંચો… આણંદના તારાપુરથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, 1999માં આવ્યો હતો ભારત

ભારતીયો દ્વારા પોલીસ અધિકારીના આ કાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે પરંતુ પાકિસ્તાની ચાહકો આ ઘટનાને વખોડી રહ્યા છે. હકીકતે વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ના આ મુકાબલા દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષાના કારણોસર ઉશ્કેરણીજનક નારેબાજી કરવા પર પ્રતિબંધ મુકાયો હતો. પોલીસે ચાહકોને વિરોધ દર્શાવવા કાળા કપડાં ન પહેરવા અને ઉશ્કેરણીજનક પ્લેકાર્ડનો ઉપયોગ ન કરવા માટે પણ સલાહ આપી હતી. 

ઉચ્ચ અધિકારીઓનો આદેશ

પોલીસ અધિકારીએ પાકિસ્તાની ચાહકને અન્ય દર્શકોને અમાન્ય હોય તેવા નારા ન લગાવવા માટે સૂચન કર્યું હતું. જોકે પાકિસ્તાની ચાહકે પોતે ખાસ આ મેચ જોવા માટે આવ્યો છે અને પાકિસ્તાની છે તો પાકિસ્તાન ઝિંદાબાદના નારા ન બોલાવે તો શું કરે તેવો સવાલ કર્યો હતો. આ મામલે પોલીસકર્મીના કહેવા પ્રમાણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો હતો કે, ઉશ્કેરણીજનક નારેબાજીને મંજૂરી નહીં અપાય માટે તેનું પાલન કરવામાં આવી રહ્યું હતું. 

પાકિસ્તાની ચાહકે બેંગલુરૂ ખાતેના સ્ટેડિયમમાં પાકિસ્તાની ટીમની જર્સી પહેરીને હાજરી આપી હતી અને તેણે પોલીસકર્મી દ્વારા નારેબાજી કરતા અટકાવવામાં આવ્યો એટલે ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું.