Xiaomiએ ભારતમાં Redmi નોટ 12 સિરીઝના 2 i ફોન લોન્ચ કર્યા 

Xiaomiને ભારતીય બજારમાં જે રીતની સફળતા મળી રહી છે. તેને જોતા કંપનીએ તાજેતરમાં જ નવા 2 4G Redmi ફોન લોન્ચ કર્યા છે. જેમાં Redmi Note 12 4G અને Redmi 12C ને લોન્ચ કરવામાં આવ્યા  છે. Redmi 12Cની કિંમત 8,999 રૂપિયાથી શરૂ થાય છે. ચાઈનીઝ ટેક કંપની Xiaomi એ ભારતીય બજારમાં લોન્ચ કરાયેલા બંને ફોન બ્રાન્ડની […]

Share:

Xiaomiને ભારતીય બજારમાં જે રીતની સફળતા મળી રહી છે. તેને જોતા કંપનીએ તાજેતરમાં જ નવા 2 4G Redmi ફોન લોન્ચ કર્યા છે. જેમાં Redmi Note 12 4G અને Redmi 12C ને લોન્ચ કરવામાં આવ્યા  છે. Redmi 12Cની કિંમત 8,999 રૂપિયાથી શરૂ થાય છે. ચાઈનીઝ ટેક કંપની Xiaomi એ ભારતીય બજારમાં લોન્ચ કરાયેલા બંને ફોન બ્રાન્ડની નંબર સિરીઝમાં એક નવી એડિશન છે.

Xiaomiએ પોતાની Redmi Note 12 સિરીઝને નવા 4G સ્માર્ટફોન સાથે રિફ્રેશ કરી છે. જેને Redmi Note 12 4G તરીકે ઓળખવામાં આવે છે. કંપનીએ બજેટ-કેન્દ્રિત ગ્રાહકો માટે Redmi 12C પણ લોન્ચ કર્યું છે. જોકે, આ બંને ફોનમાં 5G નથી, ત્યારે Xiaomi યુવાન ગ્રાહકોને આકર્ષવા માટે આ બંને સ્માર્ટફોનના રંગમાં વિકલ્પો પણ આપ્યા છે. Redmi 12C એ વિવિધ વિશિષ્ટતાઓ સાથેની સસ્તો ફોન છે. નોટ 12એ  AMOLED ડિસ્પ્લે, 33W ફાસ્ટ ચાર્જિંગ અને 50-મેગાપિક્સલનો કેમેરો જેવા ફિચર્સ ધરાવે છે.

Redmi Note 12 4Gના ભારતીય વેરિઅન્ટમાં સનરાઈઝ ગોલ્ડ કલરનો વિકલ્પ છે, જે વૈશ્વિક વેરિઅન્ટમાં નથી. Redmi Note 12 4Gમાં સેલ્ફી સ્નેપર, ટ્રિપલ કેમેરા સેટઅપ અને સિક્યુરિટી માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર માટે સ્ક્રીન પર પંચ-હોલ કટઆઉટ છે. તે જ સમયે, સલામતી માટે Redmi 12Cમાં વોટરડ્રોપ નોચ, પાછળનું માઉન્ટ થયેલ ફિઝિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

Redmi 12C

કંપનીએ Redmi 12Cના 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા રાખી છે. 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા રાખી છે. આ સ્માર્ટફોન મેટ બ્લેક, રોયલ બ્લુ, મિન્ટ ગ્રીન અને લવંડર પર્પલ કલર વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.

Redmi Note 12

Redmi Note 12નું 6GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટ 14,999ની પ્રાથમિક કિંમતે અને 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 16,999ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરાયું છે. Redmi Note 12 આઈસ બ્લુ, લુનર બ્લેક અને સનરાઈઝ ગોલ્ડ કલર વિકલ્પો સાથે આવે છે. બંને સ્માર્ટફોનનું વેચાણ 6 એપ્રિલથી શરૂ થશે. ગ્રાહકો સત્તાવાર વેબસાઇટ અને ઇ-કોમર્સ વેબસાઇટ પરથી સ્માર્ટફોનની ખરીદી શકશે. આ માટે કંપની વિવિધ બેંક કાર્ડ ધારકો માટે એક ફોન ઉપર 1,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જોકે, Xiaomiના જૂના ગ્રાહકને 500 રૂપિયાનું વધારાનું લોયલ્ટી બોનસ પણ આપવામાં આવશે.