ગેંગસ્ટરની કબજે કરેલી જમીન પર નવનીર્મિત 76 ફ્લેટનું CM યોગી આદિત્યનાથે લોકાર્પણ કર્યું

ઉતરપ્રદેશનાં CM યોગી આદિત્યનાથે અસમાજિક તત્વમાંથી રાજકારણી બનેલા અતિક અહેમદની કબજે કરાયેલી જમીન પર ગરીબો માટે બાંધવામાં આવેલા 76 ફ્લેટની ચાવીઓ સોંપી હતી. આ ફ્લેટ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ બાંધવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી આદિત્યનાથે શહેરમાં 226 વિકાસ યોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું. આ મહિનાની શરૂઆતમાં લોટરી દ્વારા આ ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. CM યોગી […]

Share:

ઉતરપ્રદેશનાં CM યોગી આદિત્યનાથે અસમાજિક તત્વમાંથી રાજકારણી બનેલા અતિક અહેમદની કબજે કરાયેલી જમીન પર ગરીબો માટે બાંધવામાં આવેલા 76 ફ્લેટની ચાવીઓ સોંપી હતી. આ ફ્લેટ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ બાંધવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી આદિત્યનાથે શહેરમાં 226 વિકાસ યોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.

આ મહિનાની શરૂઆતમાં લોટરી દ્વારા આ ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા.

CM યોગી આદિત્યનાથ અને નાયબ કેશવ મૌર્યએ ફ્લેટનું નિરીક્ષણ કરી બાળકો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ એક કાર્યક્રમમાં તેઓએ લાભાર્થીઓને ફળવણીપત્ર સોંપ્યા હતા. 

ફ્લેટની વિશેષતા

દરેક ફ્લેટ 41 ચોરસ મીટરના છે અને તેમાં બે રૂમ, એક રસોડું અને એક બાથરૂમ છે. ફ્લેટ મેળવવા માટે 6,000થી વધુ લોકોએ પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને અરજી કરી હતી અને 1,590 લોકો એલોટમેન્ટ લોટરી પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાયક જણાયા હતા, જેમાંથી, 76 લોકોને આ ફ્લેટ મળ્યા હતા. 

મુખ્યપ્રધાને સમારોહમાં જણાવ્યું હતું કે, આ  એ જ રાજ્ય છે જ્યાં વર્ષ 2017 પહેલા માફિયા ગરીબોની, વેપારીઓની અથવા તો સરકારી સંસ્થાઓની જમીન હડપ કરી જતાં હતા. ત્યારે ગરીબો પાસે નિસહાય રહેવા સિવાય અન્ય કોઈ ઉપાય નહતો.  

ઉત્તરપ્રદેશ સરકાર હવે, આ માફિયાઓ પાસેથી જે કબજે કરાયેલી જમીન  છે તે જ જમીન પર ગરીબો માટે ઘરો બનાવી રહી છે. આ એક મોટી ઉપલબ્ધિ છે.

માફિયાથી રાજકારણી બનેલા અતિક અહેમદ સામે ઓછામાં ઓછા 100 જેટલા ફોજદારી કેસો દાખલ છે,  અતિકને અપહરણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એપ્રિલમાં જ્યારે તેને અને તેના ભાઈ અશરફ અહેમદને મેડિકલ ચેક અપ માટે લઈ જઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરાઇ હતી. 

ઉત્તરપ્રદેશમાં સરકાર જમીન માફિયાઓના કબ્જામાંથી જમીન મુક્ત કરાવીને ગરીબો માટે ઘર બનાવી રહી છે અને તે જ શ્રેણી હેઠળ આજે પ્રયાગરાજની જમીન પર 76 પરિવારોને મકાન વિતરણનું ઘણું જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. જેઓ ઘર ખરીદી શકતા નહતા તેમને ઘર મળ્યા છે. કબ્જે કરાયેલી જમીન પર નવનીર્મિત મકાનોને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા હતા. 

પ્રયાગરાજના લુકરગંજમાં 76 ફ્લેટ 1731 ચોરસ મીટરમાં 5 કરોડ  રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. આ એ જ જમીન છે જેના પર ગેંગસ્ટર અતીક અહેમદે ગેરકાયદે કબજો કર્યો હતો. ચાવીઓ સોંપતા પહેલા મુખ્યમંત્રીએ ઘરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ત્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.