YouTube Music: નવા ફીચરમાં genAIનો ઉપયોગ કરીને બનાવી શકાશે મનગમતું પ્લેલિસ્ટ આર્ટવર્ક

YouTube Music: ગૂગલની માલિકીના યુટ્યુબ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર યુટ્યુબ મ્યુઝિક (YouTube Music) એપ પર જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (genAI)ની મદદથી યુઝર્સ પોતાને મનપસંદ પ્લેલિસ્ટ આર્ટવર્ક (Playlist Artwork) તૈયાર કરી શકશે.  YouTube Musicનું નવું ફીચર  યુટ્યુબ મ્યુઝિકની આ નવી અપડેટ યુઝર્સના પ્રતિસાદ અને એકંદરે અનુભવને ધ્યાનમાં રાખીને તૈયાર […]

Share:

YouTube Music: ગૂગલની માલિકીના યુટ્યુબ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર યુટ્યુબ મ્યુઝિક (YouTube Music) એપ પર જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (genAI)ની મદદથી યુઝર્સ પોતાને મનપસંદ પ્લેલિસ્ટ આર્ટવર્ક (Playlist Artwork) તૈયાર કરી શકશે. 

YouTube Musicનું નવું ફીચર 

યુટ્યુબ મ્યુઝિકની આ નવી અપડેટ યુઝર્સના પ્રતિસાદ અને એકંદરે અનુભવને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેમાં genAI એક એવું વિશિષ્ટ લક્ષણ છે જે યુઝર્સને કસ્ટમ પ્લેલિસ્ટ આર્ટવર્ક તૈયાર કરવાની મંજૂરી આપે છે. નવું genAI ફીચર ખૂબ જ રસપ્રદ છે. અગાઉ યુટ્યુબ મ્યુઝિક (YouTube Music)ના પ્લેલિસ્ટમાં માત્ર પ્રથમ 4 ટ્રેકની આર્ટવર્કને ગ્રીડ ફોર્મેટમાં દર્શાવવામાં આવતી હતી. 

જોકે આ નવી અપડેટ બાદ યુઝર્સને genAIની મદદથી પોતાની ગમતી ઈમેજને સામેલ કરવાનો વિકલ્પ મળી રહેશે. યુટ્યુબ મ્યુઝિકના પ્રોડક્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર ટી. જય ફાઉલરે આ ફીચરની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કંપની અમેરિકામાં અંગ્રેજી ભાષાને પસંદ કરનારા યુઝર્સ માટે આ પ્રાયોગિક ફીચર લોન્ચ કરી રહી છે. આ સુવિધા પર્સનલાઈઝ્ડ પ્લેલિસ્ટ આર્ટવર્ક (Playlist Artwork) બનાવવા માટે genAIનો ઉપયોગ કરે છે. 

વધુ વાંચો: ગૂગલે લોન્ચ કર્યું અર્થક્વેક એલર્ટ નામનું નવું ફીચર

હાલ પ્રાયોગિક તબક્કામાં ફીચર

આ ફીચર હાલ પ્રાયોગિક તબક્કામાં જ છે મતલબ કે, તે હજુ પણ પરીક્ષણ અંતર્ગત જ છે. હાલ તે માત્ર અમેરિકામાં જ લોન્ચ કરવામાં આવ્યું છે પરંતુ કંપની નજીકના ભવિષ્યમાં અન્ય પ્રદેશોમાં પણ તેનો વ્યાપ વધારવા ઈચ્છે છે. આ નવા ફીચરથી યુઝર્સ વિવિધ કેટેગરીમાંથી ગીતો પસંદ કરી શકશે અને પહેલેથી લખેલા પ્રોમ્પ્ટ્સની મદદથી વિવિધ પ્રકારની ઈમેજ તૈયાર કરવા ચોક્કસ શબ્દોમાં ફેરફાર કરી તેનો ઉપયોગ કરી શકશે. 

હાલ જે કેટેગરીઝ આપવામાં આવી છે તેમાં રંગો, સાયકલ્સ, ટ્રાવેલ, મૂડ્સ, નેચર, એનિમલ્સ, લેન્ડસ્કેપ્સ, ફૂડ અને ડ્રીંક્સ, ફેન્ટેસી, વર્કઆઉટ, હ્યુમર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય એક સ્પિડ ડાયલ નામનું ફીચર પણ છે જે લિસન અગેઈનનું સુધારેલું વર્ઝન કહી શકાય. યુટ્યુબના કહેવા પ્રમાણે આ ફીચર યુઝર્સને તેઓ વારંવાર સાંભળતા હોય તે કલેક્શનમાં લઈ જશે. 

હાલ આ ફીચર હોમ ટેબમાં હશે પણ તરત એક્સેસિબલ નહીં હોય. જોકે આગામી મહિનાઓમાં હોમ ટેબ પર નવી સુવિધા લોન્ચ કરવામાં આવશે જે યુઝર્સને તેઓ રીપિટ સાંભળતા હોય તેવા ગીતો અને કલાકારો સુધી તરત પહોંચાડશે. 

વધુ વાંચો: સસ્તામાં ફ્લાઈટ બુક કરવા માટે ગૂગલ લાવ્યું ધમાકેદાર ફીચર ‘Google Flights’

એક સાથે 36 ફીચર રોલઆઉટ કરાયા

આ પહેલા યુટ્યુબ પર એકસાથે 36 નવા ફીચર રોલઆઉટ કરાયા હતા. તેમાં યુટ્યુબ વીડિયોને 10 સેકન્ડના બદલે 20 સેકન્ડ ફાસ્ટફોરવર્ડ કરવાની અને ઈચ્છો તો સેટિંગમાં જઈ આ લિમિટ વધારવાની સુવિધા આપવામાં આવી છે.