મલેશિયામાં હાઈવે પર પ્લેન ક્રેશ થતાં 10નાં મોત

મલેશિયામાં ગુરુવારે એક ભયાનક દુર્ઘટના બની હતી. આ ઘટનામાં મલેશિયાના સેન્ટ્રલ સેલાંગોર રાજ્યના  હાઈવે પર એક નાનું પ્લેન ક્રેશ થયું હતું, જેના કારણે એક ભયાનક અકસ્માત થયો હતો અને એક વિશાળ અગનગોળામાં ફેરવાઈ ગયું. થોડી જ વારમાં પ્લેનમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. પ્લેનમાં સવાર આઠ લોકો અને જમીન પર બે મોટરચાલકોના મોત થયા […]

Share:

મલેશિયામાં ગુરુવારે એક ભયાનક દુર્ઘટના બની હતી. આ ઘટનામાં મલેશિયાના સેન્ટ્રલ સેલાંગોર રાજ્યના  હાઈવે પર એક નાનું પ્લેન ક્રેશ થયું હતું, જેના કારણે એક ભયાનક અકસ્માત થયો હતો અને એક વિશાળ અગનગોળામાં ફેરવાઈ ગયું. થોડી જ વારમાં પ્લેનમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. પ્લેનમાં સવાર આઠ લોકો અને જમીન પર બે મોટરચાલકોના મોત થયા હતા. આ પ્લેને ઉત્તરીય રિસોર્ટ ટાપુ લંગકાવીથી ઉડાન ભરી હતી અને સુલતાન અબ્દુલ અઝીઝ શાહ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. 

મલેશિયાના પ્લેન ક્રેશે 10 લોકોનો જીવ લીધો

મલેશિયાના વાયુસેનાના ભૂતપૂર્વ સભ્ય મોહમ્મદ ઈકબાલ ઈબ્રાહિમે જણાવ્યું કે, “હાલ માટે, હું કહી શકું છું કે પ્લેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. બે મોટરચાલક, એક કારમાં અને એક મોટરસાઈકલ પર પ્લેનમાં સવાર આઠ લોકો સાથે મૃત્યુ પામ્યા હતા.” 

પોલીસે જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા પ્લેનના મુસાફરોમાં સેન્ટ્રલ પહાંગ રાજ્યમાં હાઉસિંગ અને પર્યાવરણના પ્રભારી વિધાનસભાના સભ્ય જોહરી હારૂનનો સમાવેશ થાય છે.

મલેશિયાના નાગરિક ઉડ્ડયન અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ થયું ત્યારે છ મુસાફરો અને બે ફ્લાઈટ ક્રૂ સવાર હતા, જોકે તેમણે કોઈ જાનહાનિની ​​પુષ્ટિ કરી નથી.

સિવિલ એવિએશન ઓથોરિટીના વડા નોરાઝમાન મહમુદના જણાવ્યા અનુસાર, પ્લેને ઉત્તરીય રિસોર્ટ ટાપુ લેંગકાવીથી ઉડાન ભરી હતી અને રાજધાની કુઆલાલંપુરના પશ્ચિમમાં સુલતાન અબ્દુલ અઝીઝ શાહ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. તેમણે કહ્યું કે, એર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા પ્લેન ક્રેશની તપાસ કરવામાં આવશે.

મલેશિયાના વાયુસેનાના ભૂતપૂર્વ સભ્ય મોહમ્મદ સ્યામી મોહમ્મદ હાશિમે જણાવ્યું હતું કે તેણે પ્લેનને અનિયમિત રીતે ઉડતું જોયું હતું. તેમણે વધુમાં જણવ્યું કે “તેના થોડા સમય પછી મેં જોરથી ધડાકો સાંભળ્યો. હું ઘટનાસ્થળે દોડી ગયો અને વિમાનના અવશેષો જોયા. મેં માનવ શરીરને સળગતા જોયું. પરંતુ હું કંઈ કરી શક્યો નહીં.” 

મલેશિયાના અન્ય સાક્ષીઓએ જણાવ્યું હતું કે બીકક્રાફ્ટ મોડલ 390 શાહઆલમના ઉપનગર નજીક એલ્મિના એસ્ટેટ જમીન સાથે અથડાતાંની સાથે જ તેમાં આગમાં ફાટી નીકળી હતી, જ્યાં રહેણાંક ઘરો અને ફેક્ટરીઓનું મિશ્રણ છે. આ ઉપરાંત, વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો.

X ના એક યુઝર, (જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) તેણે એક સંક્ષિપ્ત વિડિયો શેર કર્યો હતો જેમાં પ્લેન ક્રેશ સાઈટ પરથી આગ અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાય છે, જે કાળી સૂટથી ઢંકાયેલું હતું. વિડિયોમાં આસપાસ કાટમાળ પથરાયેલો હતો અને બેકગ્રાઉન્ડમાં ઘરો જોઈ શકાતા હતા.

સપ્ટેમ્બર 1977માં, સિંગાપોર જતું જાપાન એરલાઈન્સનું પ્લેન અન્ય હાઉસિંગ એસ્ટેટમાં ક્રેશ થયું હતું. જેમાં 45 લોકો બચી ગયા હતા અને 34 લોકોના મૃત્યુ થયા હતા.