China: ચીનમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગતા 11 લોકોના મોત, અનેક ઘાયલ

અત્યાર સુધીમાં 63 લોકોને ઈમારતમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

Courtesy: Image: Twitter

Share:

 

China: ચીનમાં આજે ભયંકર દુર્ઘટના સર્જાઈ છે. ચીન (China)ના શાંક્સી પ્રાંતના લુલિયાંગમાં કોલસા કંપનીની એક ઈમારતમાં ભીષણ આગ લાગી છે. ચીનમાં ઈમારતમાં આગ લાગવાથી 11 લોકોના મોત થયા છે. આ ઘટના સવારે લગભગ 6.50 વાગ્યે બની હતી. આ ઘટના બાદ અત્યાર સુધીમાં 63 લોકોને ઈમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 51 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.   

Chinaમાં ઈમારતમાં આગ લાગતા 51 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ચીનના સ્થાનિક સરકારી મીડિયા સીસીટીવીએ જણાવ્યું હતું કે, "અગિયાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને જાનહાનિની ​​ચોક્કસ સંખ્યા હજુ પણ ગણવામાં આવી રહી છે. આ ઘટના બાદ અત્યાર સુધીમાં 63 લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 51 લોકોને લુલિયાંગ ફર્સ્ટ પીપલ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે."

 

રાજ્ય મીડિયાએ જણાવ્યું હતું કે, ચીન (China)ના શાંક્સી પ્રાંતના લુલિયાંગ સિટીના લિશી જિલ્લાના યોંગજુ કોલસાની કંપનીની ચાર માળની ઈમારતમાં સવારે 6:50 વાગ્યે આગ ફાટી નીકળી હતી.

 

ઘટના સ્થળની નજીક બચાવ કામગીરી ચાલુ 

તેમાં વધુમાં જણાવ્યું હતું કે, "ઈમારતમાં આગ એટલી તીવ્ર લાગી હતી કે લોકોને બચાવવા મુશ્કેલ બની ગયા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ સાથે જ ઘટના સ્થળની નજીક બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે."  

 

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે બચાવ પ્રયાસો ચાલુ છે. તેમણે જણાવ્યું કે આ ઈમારત ખાનગી યેંગજુ કોલ માઈન કંપનીની છે જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 120 ટન છે. 

 

આ સહિત રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સુરક્ષાના નબળા માપદંડો અને નબળા અમલીકરણને કારણે ચીનમાં ઔદ્યોગિક અકસ્માતો સામાન્ય છે. જુલાઈમાં, દેશના ઉત્તર-પૂર્વમાં એક શાળા જીમની છત તૂટી પડતાં અગિયાર લોકોનાં મોત થયાં હતાં.

 

એક મહિના અગાઉ, ઉત્તર-પશ્ચિમ ચીન (China)માં એક બારબેકયુ રેસ્ટોરન્ટમાં થયેલા વિસ્ફોટમાં 31 લોકોના મોત થયા હતા અને કાર્યસ્થળની સલામતીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશની સત્તાવાર પ્રતિજ્ઞા લીધી હતી.

 

ચીનના ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના તિયાનજિનમાં બની હતી 

આ વર્ષે એપ્રિલ મહિનામાં, બેઈજિંગની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 29 લોકોના મોત થયા હતા અને ભયાવહ બચેલા લોકોને બચવા માટે બારીઓમાંથી કૂદી જવાની ફરજ પડી હતી. ચીન (China)ના ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના 2015માં ચીનના તિયાનજિનમાં થઈ હતી, જ્યારે કેમિકલ વેરહાઉસમાં પ્રચંડ વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 165 લોકોના મોત થયા હતા.