મેલેરિયાની રસીના 18 મિલિયન ડોઝ 12 આફ્રિકન દેશનો મળશે

દુનિયાની પ્રથમ મેલેરિયાની રસી 12 જેટલા આફ્રિકન દેશોને મળવા જઈ રહી છે. આગામી 2 વર્ષ સુધીમાં આ દેશોને કુલ 18 મિલિયન ડોઝ અપાશે. આફ્રિકન દેશોમાં મેલેરિયાના કારણે વર્ષે અસંખ્ય બાળકોનાં મોત થાય છે. તેને ધ્યાનમાં લઈને વિકસાવાયેલી મેલેરિયાની RTS,S/AS01 વેક્સિન 2019 થી અત્યાર સુધીમાં 1.7 મિલિયન બાળકોને આપવામાં આવી છે. જે સુરક્ષિત અને અસરકારક છે. […]

Share:

દુનિયાની પ્રથમ મેલેરિયાની રસી 12 જેટલા આફ્રિકન દેશોને મળવા જઈ રહી છે. આગામી 2 વર્ષ સુધીમાં આ દેશોને કુલ 18 મિલિયન ડોઝ અપાશે. આફ્રિકન દેશોમાં મેલેરિયાના કારણે વર્ષે અસંખ્ય બાળકોનાં મોત થાય છે. તેને ધ્યાનમાં લઈને વિકસાવાયેલી મેલેરિયાની RTS,S/AS01 વેક્સિન 2019 થી અત્યાર સુધીમાં 1.7 મિલિયન બાળકોને આપવામાં આવી છે. જે સુરક્ષિત અને અસરકારક છે. તેને કારણે મેલેરિયાના કેસમાં ઘટાડો નોંધાયો છે અને તેથી બાળકોના થતાં મૃત્યુના દરમાં પણ ઘટાડો થયો છે. ઓછામાં ઓછા 28 આફ્રિકન દેશોએ આ વેક્સિન મેળવવામાં રસ દાખવ્યો છે. 

સમગ્ર આફ્રિકન ખાંડમાં મેલેરિયાથી થતાં મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે છે ત્યારે આ રસીકરણ મેલેરિયાની સમસ્યા ઓછી કરવામાં મહત્વનું પગલું સાબિત થશે. જ્યાં મેલેરિયાના કારણે થતાં મૃત્યુનું પ્રમાણ વધુ છે ત્યાં પ્રથમિક્તાના ધોરણે આ રસીનું વિતરણ કરવામાં આવશે. 

ઘાના, કેન્યા તથા માલાવીમાં  પ્રારંભિક પ્રોજેક્ટને સફળતા મળતા હવે અન્ય દેશોમાં પણ આ અભિયાન હાથ ધરવામાં આવશે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી મેલેરિયા વેકસીનેશન ઇમ્પલિમેન્ટેશન પ્રોગ્રામ (MVIP)હેઠળ આ રસીકરણ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો જેને માટે ગાવી (the Global Fund to Fight AIDS, Tuberculosis and Malaria, and Unitaid)  દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.  

RTS,S/AS01 રસી ઘાના, કેન્યા માલાવી સાથે બેનિન, બર્કીના, ફાસો, બરાંડી, કેમેરુન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કૉંગો, લિબેરિયા, સિરીયા તેમજ યુગાન્ડા એમ અન્ય નવ દેશોમાં પ્રથમવાર દાખલ કરાશે અને તે તેમના સામાન્ય રસીકરણ કાર્યક્રમ હેઠળ આપવામાં આવશે. આ દેશોમાં રસીનો પ્રથમ ડોઝ 2023 ના અંતિમ ત્રિમાસિક ગાળામાં પહોંચે અને તેને વર્ષ  2024ની શરૂઆતમાં આપવામાં આવશે. 

આ રસી મેલેરિયા સામે રક્ષણ આપવામાં ઘણી અસરકારક છે અને તેને મેલેરિયા સામે રક્ષણ આપતા અન્ય પગલાઓ સાથે સામેલ કરવામાં આવે તો  તે ઘણું સારું પરિણામ આપી શકે છે અને દર વર્ષે અનેકના જીવ બચાવી શકે છે, તેમ  ગાવીના કન્ટ્રી પ્રોગ્રામ દિલીવારીના મેનેજિંગ ડિરેક્ટર થબાની માફોસાએ જણાવ્યું હતું. 

આફ્રિકામાં મેલેરિયા સૌથી ઘાતક રોગ છે અને તેને કારણે દર વર્ષે પાંચ વર્ષથી નાની ઉમરના અડધા મિલિયનથી વધુ બાળકોના મૃત્યુ નોંધાય છે. જે 2021 માં મેલેરિયાને કારણે વિશ્વભરમાં થતાં મેલેરિયાના કેસના 95 ટકા અને મૃત્યુના 96 ટકા છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે બાળકો માટે વૅક્સિનની શોધ એ ખૂબ જ ઐતિહાસિક ક્ષણ છે, બહુપ્રતિક્ષિત વૅક્સિન એ વિજ્ઞાનની મહત્ત્વપૂર્ણ ખોજ છે. તે બાળકોના આરોગ્ય તથા મલેરિયાના નિયંત્રણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દર વર્ષે લાખો બાળકોના જીવ આ રસીની મદદથી બચાવી શકાશે.”