મડાગાસ્કરમાં હિંદ મહાસાગર દ્વીપ ખેલોના ઉદ્ઘાટન સમારંભમાં નાસભાગ, 12ના મોત, 80 લોકો થયા ઈજાગ્રસ્ત

આફ્રિકી દેશ મડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારિવોના નેશનલ સ્ટેડિયમમાં શુક્રવારના રોજ નાસભાગ મચી જવાના કારણે 12 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 80 લોકોને ઈજાઓ પહોંચી હતી. દેશના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિનાએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરીને સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.  મડાગાસ્કરના સ્ટેડિયમમાં 50 હજાર લોકો એકઠા થયેલા હિંદ મહાસાગર દ્વીપમાં […]

Share:

આફ્રિકી દેશ મડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારિવોના નેશનલ સ્ટેડિયમમાં શુક્રવારના રોજ નાસભાગ મચી જવાના કારણે 12 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 80 લોકોને ઈજાઓ પહોંચી હતી. દેશના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિનાએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરીને સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. 

મડાગાસ્કરના સ્ટેડિયમમાં 50 હજાર લોકો એકઠા થયેલા

હિંદ મહાસાગર દ્વીપમાં રમતોની એક વિશાળ પ્રતિયોગિતા થઈ રહી છે. મડાગાસ્કરના બૈરિયા સ્ટેડિયમ ખાતે 50,000 જેટલા લોકો ઈન્ડિયન ઓશન આઈલેન્ડ ગેમ્સ (હિંદ મહાસાગર દ્વીપ ખેલો)ના ઉદ્ઘાટન સમારંભ માટે મેદાનમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા. તે સમયે દોડધામ થતાં 12 લોકોના મોત થયા હતા. 

ઈજાગ્રસ્તો પૈકીના 11ની સ્થિતિ ગંભીર 

વિશ્વના ચોથા સૌથી વિશાળ દ્વીપ મડાગાસ્કરના મહામાસીના સ્ટેડિયમમાં લોકો ઉદ્ઘાટન સમારંભમાં એકઠા થયા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી. સરકારી પ્રવક્તા લલાટિયાના રાકોટોંડ્રાજ્ફીએ ઘાયલો પૈકીના 33ને એચઆરજેએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. આશરે 41,000 લોકોની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં સાંજે 4 કલાકે આ પ્રકારની દુર્ઘટના બની હતી. 

દેશના વડાપ્રધાન ક્રિશ્ચિયન નત્સેએ મૃતકોની સંખ્યાની પુષ્ટી કરતા જણાવ્યું હતું કે, 12 લોકોના મોત થયા છે અને નાસભાગમાં આશરે 80 લોકોને ઈજાઓ પહોંચી છે જે પૈકીના 11 લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમણે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. સાથે જ મહત્તમ લોકોનો જીવ બચાવી શકાય તે સરકારની પ્રાથમિકતા છે તેમ પણ જણાવ્યું હતું. 

રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટના બાદ દેશના રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન સમારંભમાં એક મિનિટનું મૌન પાળવા આહ્વાન કર્યું હતું. તેમણે સમગ્ર ઘટનાને દેશ માટે ખૂબ  દુઃખદ ગણાવી હતી. તેમણે અવ્યવસ્થાના કારણે આ દુર્ઘટના બની હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રવેશદ્વાર પર ધક્કા મુક્કી થવાના કારણે લોકોને ઈજાઓ પહોંચી હતી અને તે પૈકીના 12 લોકોના મોત થયા હતા. 

જોકે દોડધામ થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું. 

સ્ટેડિયમમાં અગાઉ પણ બની છે આવી ઘટના

સ્ટેડિયમમાં અગાઉ પણ આ પ્રકારની દુર્ઘટના બનેલી છે. 2019માં એક કાર્યક્રમ દરમિયાન દોડધામ મચવાના કારણે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે સમયે સંગીત કાર્યક્રમ દરમિયાન આ પ્રકારની દુર્ઘટના બની હતી. 

હિંદ મહાસાગર દ્વીપ ખેલ વિશે

હિંદ મહાસાગર દ્વીપ ખેલમાં અનેક પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક દેશ સહભાગી બને છે. કોમોરોસ, માલદીવ, મૌટિર્ટિયસ, મૈયટ, રીયૂનિયન અને સેશેલ્સના એથલીટ પણ રમતોમાં પ્રતિસ્પર્ધા કરે છે. આ રમતોને 1977મા આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC) દ્વારા બનાવવામાં આવી હતી.