જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળી આવતા 13 હજાર લોકોનું સ્થળાંતર કરાયું 

જર્મનીના ડ્યુસેલડોર્ફમાં બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સત્તાધિકારીઓએ બીજા વિશ્વયુદ્ધ-યુગના બોમ્બ મળ્યા બાદ 13,000 રહેવાસીઓને અસ્થાયી રૂપે તેમનું ઘર છોડવા કહ્યું હતું.. પોલીસ અને બોમ્બ સ્કવોડે વિસ્ફોટ વિનાના બોમ્બનો નિકાલ કરવા માટે એક ઓપરેશન શરૂ કર્યું હતું.   બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલો 1 ટનનો બોમ્બ મળ્યો જર્મન સમાચાર આઉટલેટે  જણાવ્યું હતું કે 7-8 […]

Share:

જર્મનીના ડ્યુસેલડોર્ફમાં બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સત્તાધિકારીઓએ બીજા વિશ્વયુદ્ધ-યુગના બોમ્બ મળ્યા બાદ 13,000 રહેવાસીઓને અસ્થાયી રૂપે તેમનું ઘર છોડવા કહ્યું હતું.. પોલીસ અને બોમ્બ સ્કવોડે વિસ્ફોટ વિનાના બોમ્બનો નિકાલ કરવા માટે એક ઓપરેશન શરૂ કર્યું હતું.  

બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલો 1 ટનનો બોમ્બ મળ્યો

જર્મન સમાચાર આઉટલેટે  જણાવ્યું હતું કે 7-8 ઓગસ્ટના રોજ એક ટનના શેલની શોધ થઈ હતી. તે શહેરના પ્રાણી સંગ્રહાલયની નજીક કામના કલાકો દરમિયાન મળી આવ્યું હતું. સમયાંતરે એવા અહેવાલો આવતા રહે છે કે બે વિશ્વયુદ્ધોમાંથી બચેલા હજારો બોમ્બ હજુ પણ જર્મનીમાં દટાયેલા છે.

ડ્યુસેલડોર્ફમાં, અધિકારીઓએ બોમ્બના સ્થાનના 500 મીટરની અંદરના તમામ રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો. બોમ્બના નિકાલની કામગીરી દરમિયાન ઈવેક્યુએશન ઝોનની અંદરના રસ્તાઓ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા.

કેટલાક રહેવાસીઓ જ્યારે તેમના ઘરની બહાર જતા સમયે તેઓ તેમના પાલતુ પ્રાણીઓ પણ તેમની સાથે લઈ ગયા હતા. આ દરમિયાન, સ્થાનિક શાળાઓએ રહેવાસીઓને આશ્રય આપ્યો હતો. આ ઘટના બાદ અનેક ટ્રેનો અને લોકલ બસો સ્થગિત કરી દેવામાં આવી હતી.

જર્મનીમાંથી ઘણી વખત બીજા વિશ્વયુદ્ધ વખતના બોમ્બ મળી આવે છે

બીજા વિશ્વયુદ્ધના 78 વર્ષ પછી પણ, ઘણા જર્મન શહેરોના મેદાનો વિસ્ફોટ વિનાના બોમ્બથી ભરાયેલા છે, જે બાંધકામ પ્રોજેક્ટ્સ અને અન્ય ખોદકામ દરમિયાન મળી આવે છે. 2017માં, ફ્રેન્કફર્ટમાં 1.4 ટનના બોમ્બની શોધથી 65,000 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ડિસેમ્બર 2021માં, મ્યુનિક સ્ટેશન નજીક બાંધકામ સાઈટ પર બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા અને રેલ ટ્રાફિકમાં વિક્ષેપ પડયો હતો. તેમને ડિફ્યુઝ કરતી વખતે કેટલાક વિસ્ફોટ પણ થયા હતા. જૂન 2010માં, બીજા વિશ્વયુદ્ધ-યુગના બોમ્બને નિઃશસ્ત્ર કરતી વખતે ત્રણ ડિમોલિશન કામદારો મૃત્યુ પામ્યા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે 2006 માં એસ્ચેફેનબર્ગમાં એક હાઈવે બાંધકામ સાઈટ પર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે 1994માં બર્લિનમાં એક બાંધકામ સાઈટ પર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ બાંધકામ કામદારો માર્યા ગયા હતા.

એક અહેવાલ અનુસાર, યુએસ અને બ્રિટિશ એર ફોર્સે 1940 અને 1945ની વચ્ચે યુરોપ પર 2.7 મિલિયન ટન બોમ્બ ફેંક્યા હતા, જેમાંથી અડધા બોમ્બ જર્મની પર ફેંક્યા હતા.

1945માં નાઝી સરકારે શરણાગતિ સ્વીકારી ત્યાં સુધીમાં દેશનું ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું હતું અને ડઝનેક શહેરો રાખ થઈ ગયા હતા. 

આ વર્ષે મે મહિનામાં, પોલેન્ડના વોર્સો શહેરમાં વિશ્વયુદ્ધ પ્રથમનો સૌથી મોટો વિસ્ફોટ વિનાનો બોમ્બ મળી આવ્યો હતો, જેના કારણે 2,500 રહેવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.